કચ્છી લોહાણા
અ. સૌ. વિમળાબેન (ઉં.વ. ૬૪) તે વિનોદ ચંદેના ધર્મપત્ની. કોમલના માતા. હાલ મુલુંડ સ્વ. લક્ષ્મીદાસ રામજી ચંદે, સ્વ. મેઘબાઈ લક્ષ્મીદાસ ચંદે કચ્છ વિંઝાણના પુત્રવધૂ. સ્વ. મીઠુભાઈ પ્રધાન આડઠક્કર અને સ્વ. શાંતાબેન મીઠુભાઈ આડઠક્કર કચ્છ મસ્કાના પુત્રી. નિર્મલાબેન લાલજીભાઈ ચંદે, શોભનાબેન રમેશભાઈ ચંદેના દેરાણી. સ્વ. ગોમતીબેન હરીરામ સોમૈયા, સ્વ. શાંતાબેન વિસનજીભાઈ રાયકુંડલિયા, ભગવતીબેન કિશોરકુમાર અંઝારીયા, સ્વ. જગદીશભાઈ ચંદેના ભાભી તા. ૧૫-૩-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું:- વિનોદ લક્ષ્મીદાસ ચંદે, ફલેટ નં. ૭, ૧લે માળે, બિલ્ડીંગ નં. ૨, નૂતન કલ્પના કો. ઓ. હાઉસિંગ સોસાયટી લિમિટેડ, સરોજિની નાયડુ રોડ, મુલુંડ વેસ્ટ.
કપોળ
ઓથાવાળા ગં. સ્વ. સુશીલાબેન દોલતરાય ધનજીભાઈ પારેખના પુત્ર પિયુષભાઈ (ઉં.વ. ૪૯) તા. ૧૬-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે રૂપલના પતિ. વિધિ, યશ્વીના પિતા. દિલીપકુમાર ઓચ્છવલાલ શેઠના જમાઈ. નેહલ દિપેશ દેસાઈ, ધવલના ભાઈ. સપનાના જેઠ. પ્રાર્થનાસભા તા. ૧૯-૩-૨૩ના રવિવાર, ૪ થી ૬ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
બગસરા નિવાસી હાલ મુંબઈ સ્વ. કમળાબેન તથા અમૃતલાલ ભૂરાભાઈ કાચલીયાના પુત્ર પ્રફુલચંદ્ર (ઉં.વ. ૮૦) ગુરુવાર, તા. ૧૬-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. સ્વ. કિશોરભાઈ, સરિતા અમીલાલ આણંદપરા, ઉર્મિલા ચંપકભાઈ વખારિયા, વાસંતીબેન હર્ષદભાઈ જસાપરા, ચંદ્રાબેન ભરતભાઈ ઝવેરીના ભાઈ. સ્વ. નિમેષ, સ્વ. સમીર, શ્રીમતી રેશમા જગદીશ તન્નાના પિતાશ્રી. ગં. સ્વ. સોનલ, ગં. સ્વ. કાજલ, જગદીશ રણજીત તન્નાના સસરા. સ્વ. કાન્તાબેન તથા વૃજલાલ ત્રિભોવનદાસ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વેદાંત બ્રાહ્મણ
ગામ મોટી ખાખર હાલે થાના, ગં. સ્વ. મુકતાબેન નરભેરામ વેદાંત (ઉં.વ. ૯૩) તા. ૧૬-૩-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. જમનાબેન મગનલાલના પુત્રી. સ્વ. કુસુમબેન, કિશોર, જયાના મોટી બહેન. સ્વ. પ્રદીપ, શારદા, ભૂપેન્દ્રના માતુશ્રી. કલ્પનાના સાસુ. પ્રિયંકા, પ્રાચીના દાદીમા. ભાવેશના નાનીમા. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા હાલ મુંબઇ ડો. મહેન્દ્ર તે સ્વ. જયાલક્ષ્મી ડો. હરગોવિંદદાસ મહેતાના પુત્ર (ઉં. વ. ૭૩) તે ડો. રમીલાબેનના પતિ. ડો. પૂર્વી ચિરાગ મહેતા તથા ડો. નેહા જેસલ શાહના પિતા. સ્વ. હર્ષદભાઇ, ડો. ચંદ્રકાન્તભાઇ, ડો. પ્રેમીલા. પ્રો. અશ્ર્વિન તથા ભરતના ભાઇ. અમરેલીવાળા સ્વ. પ્રભુદાસ નંદલાલ સવજી વોરાના જમાઇ. સ્વ. પ્રવીણભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, મૃદુલા રમેશ વોરા, લલિત તથા અશ્ર્વિનના બનેવી મંગળવાર, તા. ૧૪ માર્ચના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મુંબઇ પાટીદાર સમાજ, ફ્રેન્ચ બ્રીજ, ઓફ હ્યુજીસ રોડ, મુંબઇ-૭ ખાતે રવિવાર, ૧૯ માર્ચ ૨૦૨૩, ૫થી ૭. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
ગામ મોટી કુકાવવ હાલ વસઇ નિવાસી રિદ્ધિ સાગલાણી (ઉં. વ. ૩૦) તે પરેશભાઇ અનિલભાઇ સાગલાણીના ધર્મપત્ની. કાવ્યા અને હેતના મમ્મી. તે અનિલભાઇ તથા અનિતાબેન સાગલાણીના વહુ. તે બીનાબેન દિપકભાઇ રૂપારેલિયા, ભાવનાબહેન હિતેશભાઇ છગ તથા હેતલબહેન કમલેશભાઇ ખખ્ખરના ભાભી. તે સ્વ. બિપીનચંદ્ર ધીરજલાલ અનડકટના દીકરી તા. ૧૭-૩-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૩-૨૩ શનિવારે સાંજે ૪થી ૬. ઠે. વિશ્ર્વકર્મા હોલ, વીર સાવરકર નગર, આનંદ નગર, સ્ટેશન રોડ, વસઇ (વેસ્ટ).
લુહાર સુથાર
મૂળગામ માખીયાણા નિવાસી હાલ મલાડ સ્વ. હરિલાલ દેવરાજ કવાના ધર્મપત્ની વનીતાબેન કવા (ઉં. વ. ૬૯) તે ૧૪/૩/૨૩ના શ્રીજી શરણ પામેલ છે. તે પ્રશાંત, પ્રમોદ, રાહુલના માતુશ્રી. સ્વ. બાબુભાઇ તથા રમેશભાઈના ભાભી. દલખાણીયા નિવાસી ભીમજી નાનજી હરસોરાના દીકરી. ધીરુભાઈ, દિનેશભાઇ, સ્વ. કિરીટભાઈ, મનસુખભાઇ તથા મીનાબેનના બેન, ગાયત્રી, જાનવી, ભાવિશાના સાસુ. તેમની પ્રાર્થનાસભા ૧૮/૩/૨૩ શનિવારે ૫ થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
લુહાર સુથાર
લોઠપુર નિવાસી હાલ કાંદિવલી દેવરાજભાઈ નાથાભાઈ વાઘેલા (ઉં. વ. ૯૧) તા.૧૩.૩.૨૩ને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે તે શાંતાબેનના પતિ. તે અમિશભાઈ, રીટાબેન, બકુબેન, શીતલબેનના પિતાશ્રી. તે સ્વ.વિઠ્ઠલભાઇ નાથાભાઈ , સ્વ.પ્રેમજીભાઈ, સ્વ. નાનજીભાઈ, સ્વ. નાગજીભાઈ, સ્વ. ભાણજીભાઈના નાનાભાઈ તે ઉષાબેન, સ્વ.ચંદ્રકાંતભાઈ, નરેશભાઈ મકવાણા, તુષારભાઈના સસરા. તે નકુલ, શ્ર્વેતા મૌલિકનાં દાદા તે ખાખબાઈ વાળા શામજીભાઈ રણછોડભાઈ પરમારના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા.૧૮/૦૩/૨૦૨૩ના શનિવારે ૫ થી ૭ સ્થળ : લુહાર સુથાર જ્ઞાતિ વાડી, દત્તપાડા રોડ, કાર્ટર રોડ – ૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (ઈસ્ટ).
અનાવિલ અવસાન
વાપી નિવાસી અ.સૌ. સુરજબેન દેસાઈ (ઉં. વ. ૮૧)નું અવસાન બુધવાર તા. ૧૫/૩/૨૩ના થયું છે. તેઓ દશરથભાઈ પ્રાણુભાઈ દેસાઈના ધર્મપત્ની. રાજેશભાઈ, મનીષભાઈ, સમીરભાઈ, પ્રીતિબેનના માતુશ્રી. છાયાબેન, લોપાબેન, શિલ્પાબેન તથા નિરંજનકુમારના સાસુ. વાપી નિવાસી સ્વ.પરાગજી વસનજી (રાજા) દેસાઈના પુત્રી. એમની બંને પક્ષની પ્રાર્થના સભા રવિવારે તા. ૧૯/૩/૨૩ વાપી સિનિયર સિટીઝન હોલમાં ૪.૦૦થી ૬.૦૦. લૌકિક રિવાજ બંધ છે.
કપોળ
પાંદડ નિવાસી હાલ બોરીવલી વસંતલાલ હીરાલાલ શાહ (ઉં. વ. ૯૦) તે ૧૭/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નિર્મળાબેનના પતિ. સ્વ. નવનીતભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ.હસમુખભાઈ, સ્વ. મધુબેન લાલચંદ મહેતાના ભાઈ. રાજેશ, લલિત, મીના હરેશ વોરાના પિતા. સાસરાપક્ષે હરિલાલ ધનજી મહેતાના જમાઈ. અલકા, દક્ષા તથા હરેશકુમાર વોરાના સસરા. તેમની પ્રાર્થનાસભા ૧૮/૩/૨૩ ના ૪ થી ૬ સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, સ્ટેશન પાસે, બોરીવલી વેસ્ટ.
કચ્છી ભાટિયા
મૂળ ગામ બેટદ્વારકા હાલ કાંદિવલી નીતિનભાઈ રતનશી ભાટિયા (ઉં. વ. ૬૧) તે નંદાબેનના પતિ, સ્વ. ચંદ્રશી ભાટિયા, સ્વ. બિપિનચંદ્ર તથા સ્વ. સંદીપભાઈના ભાઈ. સાગરના પિતા. કોમલના સસરા. સંજયના કાકા તા. ૧૬/૩/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૦/૩/૨૩ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાન : મોરારજી મિલ કમ્પાઉન્ડ, અશોક નગર, કાંદિવલી ઈસ્ટ.
ચિંચણ તારાપુર દશા સોરઠીયા વણિક
ચિંચણ હાલ બોરીવલી નિરંજન (ઉં. વ. ૭૨) તે ગુણવંતીબેન અને ગોપાલદાસ અમૃતલાલ શાહના પુત્ર, ભારતીબેનના પતિ. રાજીવ તથા રોનકના પિતા. હેમંતના મોટાભાઈ. કિન્નરી અને રિશી દેસાઈના સસરા. સ્વ. શાંતિલાલ મોહનલાલ મહેતા ઝીંઝુડાવાળાના જમાઈ તા. ૧૨/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
સ્વ. ધીરજલાલ છગનલાલ શાહના ધર્મપત્ની મંજુલાબેન શાહ (ઉં. વ. ૮૮) તે ૧૬/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ચુનીલાલ દુર્લભદાસ વાસાણી મહુવા મુકામેના પુત્રી. પ્રજ્ઞાબેન, હંસાબેન, વીણાબેન, જતીનભાઈના માતુશ્રી. અશ્વિન શેઠ, પ્રકાશ ગાંધી, ચેતન શાહ, નયનાના સાસુ. સાગર, પ્રિયંકા, ચૈતાલી ના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: ઓમ દરિયા મહાલ, નેપયન્સી રોડ, મુંબઈ.
મેઘવાળ
ગામ (ખાખરીયા ) હાલ ડુંગરી (ગાયવાડી ) સ્વ. દિનેશભાઈ ધુડાભાઈ રાઠોડ (ઉં. વ. ૬૨) તા. ૧૪.૦૩.૨૩ ના રામશરણ પામ્યા છે.સ્વ. ધુડાભાઈ કાનજીભાઈ તથા સ્વ.દેવલબેન ના દ્વિતીયપુત્ર. ગંગા.સ્વરૂપ- રૂપાબેનના પતિદેવ. અશોકભાઈ,જયેશભાઇ, રમેશભાઈ તથા નિર્મળાબેનના ભાઈ. વર્ષાબેન, ભારતીબેન, વિનલબેન, કંચનબેનના પિતાશ્રી. વિનોદભાઈ, સંજયભાઈ, હસમુખભાઈ તથા ભરતભાઈના સસરા. સ્વ.ધર્મેશભાઈના કાકા. તેમની બારમાં કરાજ વિધિ તા:૨૧- ૦૩-૨૦૨૩ મંગળવારના ૪:૦૦ સ્થળ – ગારનેટ ચેમ્બર (ગાયવાડી) , એ.વિન્ગ, ફ્લેટ નં -૬૦૧, ૬ માળે, ડો.મહેશ્વરી રોડ, ડોંગરી પોલીસ સ્ટેશન ની પાછળ. નુરબાગ મુંબઈ.
ઘોઘારી લોહાણા
મૂળ ગામ બગસરા હાલ મલાડ સ્વ. શ્રી કેશવલાલ રતનશી ભાઈ કેસરિયાંના જયેષ્ઠ પુત્ર ચંદ્રકાંત કેસરિયાં, (ઉં. વ. ૮૪) તે શારદાબેનનાં પતિ તથા હિતેશનાં પિતાશ્રી તથા ટપુભાઈ નરસીભાઈ તન્ના બાબરા વાળાનાં જમાઈ તથા સ્વ. જયસુખભાઇ, અનંતરાય, નટવરલાલ, કનૈયાલાલ, રજનીકાંત, અશોક તથા હર્ષાબેન હરેશભાઈ રૂપારેલિયા, જયશ્રીબેન પ્રકાશભાઈ મજીઠીયાનાં મોટાભાઈ તથા રન્ના, સિમોની, પલોમાંનાં દાદા તા.૧૬/૦૩/૨૦૨૩ ગુરૂવારનાં શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ જીતેન્દ્ર ચંપકલાલ પારેખ, (ઉં. વ. ૮૪) તા: ૧૭/૩/૨૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે હેમલતાબેનના પતિ, સ્વ મનમોહનદાસ પી શાહના જમાઈ, રાજેશ,ભાવિન ને ભક્તિના પિતા, રાજીવ, સેજલ, જીનલના સસરા, દિયા, કિયા,વીરના દાદા અને યશ ના નાના. પ્રાર્થનાસભા તેમજ લોકીક વહેવાર બંધ છે. ૧૧૦૫, નીલગીરી, નીલકંઠ વિહાર, ઘાટકોપર (પૂર્વ).