Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
માયા કાપડીયા (ઉં. વ. ૬૪) તે સ્વ. શૈલેષભાઈના ધર્મપત્ની. તે સ્વ. મધુસુદન તુલસીદાસ અને ગં. સ્વ. રજનીબેન કાપડીયાના પુત્રવધૂ. ડૉ. જીમીતના માતુશ્રી. બીંજલના સાસુ. સમીરભાઈ અને સ્વ. સતીષભાઈના ભાભી. અને સ્વ. પ્રભુદાસ હીરજી માણેક અને સ્વ. નર્મદાબેન પ્રભુદાસ માણેકની પુત્રીનું તા. ૧૨-૩-૨૩ રવિવારના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૩-૨૩ મંગળવારના ૪ થી ૬ હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
વૈષ્ણવ વણિક
ગઢાળી નિવાસી હાલ અમેરિકા ચિ. ભાવીન બટોદરા (ઉં. વ. ૪૮) તા. ૧૦-૩-૨૩ના અક્ષરવાસી પામેલ છે. તે ઉર્મિલાબેન, સ્વ. હસમુખલાલ બટોદરાના પુત્ર. કરૂણાના પતિ. રાજીવ, અખિલના પિતા. નિકિતા ધર્મેન્દ્ર વોરા, દિપીકા મયુર વાઘાણીના ભાઈ. રામલક્ષ્મી એસ. ગરીકપાટુ (વિજયવાડા)ના જમાઈ. વસઈ નિવાસે પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
રાજુલા નિવાસી હાલ વિલેપાર્લા, ગં. સ્વ. ઉર્મીલાબેન ઠાકર (ઉં. વ. ૭૨) તા. ૧૦-૩-૨૩ને શુક્રવારે કૈલાસવાસી થયેલ છે. તે બીપીનચંદ્ર ભાનુશંકર ઠાકરના પત્ની. તે ઉદય, મીનળ, હેતલના માતુશ્રી. તે વિરલ, કેયુર, પ્રશાંતના સાસુ. તે સ્વ. મણીબેન ભાનુશંકર જીવરાજ ઠાકરના પુત્રવધૂ. કૈલાશબેન ભગવાનદાસ ઠાકર અને સ્વ. ભાનુબેન નવીનચંદ્ર ઠાકરના દેરાણી. તે ડુંગર નિવાસી હાલ બોરીવલી સ્વ. અમૃતબેન પ્રાણશંકર કુરજી ઓઝાની દિકરી.
લોહાણા
ચેતન (ઉં. વ. ૬૭) તે સ્વ. ગીરજાબેન કરસનદાસ માણેક (કરાચીવાળા) હાલ સાયનના સુપુત્ર. તે મધુકર તથા સ્વ. બીપીનના નાનાભાઈ. તે સ્વ. કુસુમબેનના દીયર. તે મહીરના કાકા. તથા સ્વ. ગોદાવરીબેન તુલસીદાસ કોટકના દોહીત્ર તા. ૧૨-૩-૨૩ રવિવારના શ્રીજીચરણ પામેેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ઇલાબેન કારીયા (ઉં.વ.૭૨), તે અજિતભાઇ કારીયાના ધર્મપત્ની. સ્વ. પ્રેમાબેન ઓધવજી કારીયાના પુત્રવધુ. સ્વ. તારાબેન ચુનીલાલ શાહના પુત્રી. ભરત અને નિહારના માતુશ્રી. નિશા અને હેમાલીના સાસુ. અને આશી, કનિષ્ક અને માહિરના દાદી તા. ૧૨-૩-૨૩ના રવિવારના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છ વાગડ લોહાણા
અ. નિ. ઓધવજીભાઇ કારીયા (ઉં. વ. ૮૨) તે આંબલીયારા (કચ્છ) હાલે ઘાટકોપર તા. ૧૨-૩-૨૩ રવિવારના રામશરણ પામેલ છે. તે હીરાબેન ભચુભાઇ હમીરભાઇ કારીયાનાં પુત્ર. સ્વ. તારાબહેનનાં પતિ. તે પરસોતભાઇ મોનજીભાઇ રાચ્છનાં જમાઇ. તે સ્વ. દયાળજીભાઇ, લધાભાઇના ભત્રીજા. તે દિનેશ, જગદીશ, પ્રદીપ, નીતિન, જયા, પ્રજ્ઞા, અમીતાનાં પિતાશ્રી. તે કલ્પના, તૃપ્તિ, મીનાક્ષી, સોનલ, નેણશીભાઇ, મંગેશભાઇ, શૈલેશભાઇનાં સસરા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૪-૩-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, હિંગવાલાલેન, ઘાટકોપર (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ભુજ હાલે પેણ, સ્વ. કબીબેન કાકુભાઇ ઠક્કર (તન્ના) પુત્ર નવીનચંદ્ર ઠક્કર (ઉં.વ. ૭૬) તા. ૧૧-૩-૨૩ના શ્રીરામશરણ પામેલ છે. તે ગં. સ્વ. પ્રભાવતીબેનના પતિ. તે સ્વ. દયારામ ઠક્કરના નાના ભાઇ. તે અ.સૌ. મંજુલાબેન અરવિંદભાઇ કેશરીયાના મોટાભાઇ. તે મોતીરામ વેલજી ગામ સુથરી હાલે પૂનાના મોટાજમાઇ. તે કામીની, રેખા સંદીપ માનસેતા, તે કિરણ (રાજા), તેમ જ સ્વ. ભાવનાના પિતા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા.૧૪-૩-૨૩ના ૪થી ૬. ઠે. ગોપાલ કૃષ્ણ હોલ, દેવઆલી પેણ, જી. રાયગઢ, લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
હાલ મુંબઇ નિવાસી માયા શૈલેષભાઇ કાપડીયા (ઉં.વ.૬૪) તે સ્વ. શૈલેષભાઇના ધર્મપત્ની. તે સ્વ. મધુસુદન તુલસીદાસ કાપડીયા અને ગં. સ્વ. રજનીબેન મધુસુદન કાપડીયાના પુત્રવધૂ. તે ડો. જીમીત-બીંજલના માતુશ્રી. તે સમીરભાઇ-ફાલ્ગુનીબેન અને સ્વ. સતીષભાઇ-ગં.સ્વ. મનીષાબેનના ભાભી. તે સ્વ. પ્રભુદાસ હીરજી માણેક અને સ્વ. નર્મદાબેન પ્રભુદાસ માણેકની પુત્રી. તે યોગેશભાઇ, નરેન્દ્રભાઇ, રાજેશભાઇ તથા હિતેશભાઇના બેન. તે પ્રાવી અને ધ્રુવીના દાદી. તા. ૧૨-૩-૨૩ના રવિવારના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૪-૩-૨૩ના ૪થી૬. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, શંકરના મંદિરની બાજુમાં, એસ.વી.રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
નાગનેશવાસી હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન મોહનલાલ શાહના સુપુત્ર શ્રીકાંત શાહ (ઉં. વ. ૭૧) તા. ૧૧-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. દર્શનાબેન (દેવીબેન)ના પતિ. પ્રાપ્તિના પિતાશ્રી. હર્ષિત પંકજભાઈ પરીખના સસરા. સ્વ. અનિલ, વિનયભાઈ, સ્વ. વસંતબેન, કુસુમબેન, વિમળાબેન, નિરૂપાબેન, સ્વ. નયનાબેનના ભાઈ. સ્વ. લક્ષ્મીદાસ ઓધવજી પરીખના જમાઈ (વડાલાવાળા). લૌકિક વ્યવહાર બંધ છે.
લોહાણા
જામખંભાળિયા હાલે કલ્યાણ ભૂપતભાઈ પંચમતિયા (ઉં.વ.૭૭) શનિવાર, તા. ૧૧-૩-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. ગૌ.વા. માનવંતીબેન તથા ગૌ.વા. લાલજીભાઈ હંસરાજ પંચમતિયાના સુપુત્ર. તે સવિતાબેનના પતિ તે દીપા શૈલેશકુમાર અઢિયા, હેમા વિકાસકુમાર પૌંદા, નીતા સુશીલકુમાર શિંદેના પિતા તે નિર્મળાબેન ધીરજલાલ સેજપાલ, રમેશભાઈ, જયશ્રીબેન કમલેશકુમાર કાનાબારના ભાઈ. તેમની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૪-૩-૨૩ના ૪થી ૬. સ્થળ: માતૃશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી, સરદાર પટેલ માર્ગ, કલ્યાણ (વેસ્ટ).
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ડુંગર નિવાસી હાલ વિરાર જેઠાલાલ દયારામ ઓઝા (ઉં. વ. ૯૪) દેવકુંવરબેન જેઠાલાલ ઓઝાના પતિ. સ્વ. મણીબેન દયાશંકર જીણાભાઇ મહેતાના જમાઇ. સ્વ. લતા, દક્ષા, ભરત, વીણા, નિલેશ, મનીષના પિતા. સ્વ. દિનકરરાય, માધવી, વિનોદ, જાગૃતિ, સ્નેહાના સસરા. રાજ, ધવલ, ધ્રુવ, દૃષ્ટિનાં દાદા. શનિવાર તા. ૧૧-૩-૨૩ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૧૫-૩-૨૩ના સાંજે ૪થી૬. ઠે. વિષ્ણુ પ્રતિભા હોલ, પુષ્પાનગર, સ્ટેશન પાસે, વિરાર (વેસ્ટ) લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગં. સ્વ. શોભનાબેન પ્રતાપભાઈ વિરીયા (ઉં. વ. ૬૩) તે મૂળગામ બરંદા હાલ મુલુન્ડ તે જોશી પ્રભાબેન આશાનંદ લાલજી ધરાદેવ કોરિયાણીવાળાના દીકરી. રાહુલ મારાજ, કવિતા, રિંકુના માતાજી. ભક્તિ, શ્રીકાંત, જતીનના સાસુજી. રમેશ, ત્રિભુવન, જીતેન્દ્ર, મુકેશ, કિરણ, કમલેશ, ખરા શંકર, બચુબેનના ભાભી. હેમા કરુણાશંકાર ધિક્કા કોકિલાનાબેન, પૂર્ણિમાના જેઠાણી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૪/૩/૨૩ ના ૫ થી ૭ સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિસનગર વિશાનગર વણિક
ગં. સ્વ. ડો. હસુબેન (ઉં. વ. ૮૧) તે કાંદિવલી સ્વ. અતુલભાઈ ભાઇલાલ ગાંધીના ધર્મપત્ની. સ્વ. બિહારીલાલ છોટાલાલ પરીખના પુત્રી. વિનીત તથા મિહિરના માતુશ્રી. સ્નેહલના સાસુ, સ્વ. નિકુંજભાઈ, જ્યોત્સ્નાબેન, શરદભાઈ, સ્વ. કિરણભાઈ, મુકેશભાઈ, દીપ્તિના ભાભી ૧૦/૩/૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તેમની સાદડી ૧૬/૩/૨૩ ના ૫ થી ૬.૩૦ તેમના નિવાસસ્થાન : જી ૬૦૨, ગોકુલ વિહાર ૧, ઠાકુર કોમ્પ્લેક્સ કાંદિવલી પૂર્વ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ મુંબઈ ગં. સ્વ. ભગવતીબેન જેષ્ટારામ જેરામ સોમૈયા (ઉં. વ. ૮૫) તે ૧૦/૩/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. વાલીબેન દેવજી નાગ્રેચાના દીકરી. પાર્વતીબેન રૂગનાથ રાયના ભાભી. મેહુલના માતુશ્રી. ડોલીના સાસુ. સ્વ. કાંતિભાઈ, સ્વ. જમનાદાસ, સ્વ. પરશુરામ, સ્વ. સુરેશભાઈ, સ્વ. ઉષાબેન, સ્વ. સુશીલાબેન , સ્વ.ધનલક્ષ્મીબેનના બેન.
વિસનગરા નાગર બ્રાહ્મણ
ગેરિતા-કોલવડા હાલ બોરીવલી સ્વ. ધરતીશ જોષી (ઉં. વ. ૫૧) તે વીરબાળાબેન કનુભાઈ જોષીના સુપુત્ર. જીનલના પતિ. રિદ્ધિના પપ્પા. જીગ્નેશ અને અલ્પાના ભાઈ. આશાબેન દોશીના જમાઈ.૧૨/૩/૨૩ ના હાટકેશ શરણ થયા છે. તેમનું બેસણું ગુરૂવાર, તા. ૧૬-૦૩-૨૦૨૩ ના ૪.૩૦ થી ૬.૩૦ સ્થળ : વર્ધમાન સ્થાનાકવાસી સર્વોદય હોલ, ડાયમંડ ટોકીસ ની સામે, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ),
કપોળ
અમરેલીવાળા ગં. સ્વ. પ્રાણકુવરબેન છોટાલાલ પ્રેમજી સંઘવીના પુત્ર નટવરલાલ (ઉં. વ. ૭૫) (ડોમ્બિવલી) તા. ૦૬.૦૩.૨૩ ને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.નયનાબેનના પતિ. તે સ્વ.પુષ્પાબેન શશીકાંત બુસા, લતાબેન હસમુખરાઈ મહેતા, બીના નવનીતરાઈ ગોરડીયા, કિશનભાઈ, રવિન્દ્ર,અને બકુલના ભાઈ. તે આરતી રાજેશ મેહતા, નિશા યોગેશ ત્રિવેદીના પપ્પા. સસુરપક્ષે કેવડલાલ બ્રિજલાલ શાહના જમાઈ. બંને પક્ષની લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -