હિન્દુ મરણ
કાયસ્થ
સુધા નટવરલાલ મુઝુમદાર (ઉં.વ. ૯૮), તે સ્નેહલના માતુશ્રી. ડો. મંજરીના સાસુજી. ડો. મૈથિલીના અને શૈલીના દાદી. કેતન ખરે (શૈલીના પતિ)ના વડસાસુ, પમી માર્ચ, ૨૦૨૩ને શ્રીજીચરણ પામ્યા છે.
વીરપુર દશાનિમા વણિક
સૌ. પારૂલબેન (ઉં.વ. ૬૮) તે પિયુષભાઇ રસિકલાલ દેસાઈના ધર્મપત્ની. અ. સૌ. નિલમ, અપૂર્વ તથા સ્વ. ભાવિકના માતુશ્રી. હર્ષલ તથા વ્રજરાજ, ઋષભના દાદી-નાની. અ. સૌ. પૂર્વીબેન, ગં. સ્વ. મીરાબેન તથા ભાવેશભાઈ શાહના સાસુ. દીપકભાઈ, સ્વ. કૌશિકભાઈ તથા અ. સૌ. જયશ્રીબેન મોદીના ભાભી. સાવરકુંડલા વાળા અનંતરાય ચુનીલાલ મેહતાની પુત્રી, તા. ૧૦-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ બગસરાવાળા હાલ મલાડ વલ્લભભાઈ નાનજીભાઈ કવા (ઉં.વ. ૭૯) તા. ૭/૩/૨૩ના શ્રીરામશરણ પામેલ છે. તે મંગળાબેનના પતિ. દિલીપભાઈના પિતાશ્રી. નયનાબેનના સસરા. સ્વ. શાંતિભાઈ, ચંપાબેન દામજીભાઈ તથા નટુભાઈના ભાઈ. સાવરકુંડલાવાળા સ્વ. ફુલચંદભાઈ તથા ખુશાલભાઈ ધનજીભાઈ ચૌહાણના બનેવી. તેમની પ્રાર્થનાસભા તા. ૧૩/૩/૨૩ના સોમવારે ૫ થી ૭. સ્થાન: લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિર પાસે, રાઇડુંગરી, બોરીવલી (ઈસ્ટ).
ગુજ્જર ક્ષત્રીય કડિયા
વનીતાબેન આજુગીયા તે સ્વ. શામજીભાઈ વશરામભાઇ આજુગીયાના ધર્મપત્ની, તે પ્રકાશ આજુગીયાના માતુશ્રી તથા સ્વ. રમાના સાસુ તેમજ નિશાંતના દાદીમા. તે પુરીબેન નરસિંહભાઈ રાઠોડના દીકરી, તા. ૧૦/૩/૨૩ના શ્રીજીશરણ થયા છે. તેમની લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ
દેલવાડા નિવાસી હાલ કાંદિવલી વસંતરાય જોશી (ઉં.વ. ૭૫) તે સ્વ. હેમકુંવરબેન અને સ્વ. રતિલાલ મેઘજી જોશીના જયેષ્ઠ પુત્ર તથા તે મધુબેનના પતિ તથા વિજયભાઈ, અ.સૌ. મનીષાબેન ભાવેશકુમાર, અ.સૌ. પૂનમબેન બીજયકુમારના પિતાશ્રી. તે અ.સૌ. સ્વ. પુષ્પાબેન હરગોવિંદદાસ, હસમુખરાય , અશોકભાઈ, અ. સૌ. મૃદુલાબેન મનસુખલાલ જોશીના ભાઈ. તે ઉના નિવાસી હાલ કાંદિવલી સ્વ. સવિતાબેન અને સ્વ. નરોત્તમદાસ માવજી મહેતાના જમાઈ શુક્રવાર, તા. ૧૦/૩/૨૩ના કૈલાશવાસી થયેલ છે. એમની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩/૩/૨૩, ૪.૦૦ થી ૬.૦૦. પ્રાર્થનાસભા સ્થળ: શ્રી લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, શંકર મંદિરની પાસે, કાંદિવલી (વેસ્ટ). લૌકીક પ્રથા બંધ છે.
વિસલ નગરા નાગર બ્રાહ્મણ
બાલવાવાળા સ્વ. હસમુખરાય લક્ષ્મીશંકર રાવલના પુત્ર રાજેશ હસમુખરાય રાવલ (ઉં.વ. ૪૯) તે સુધાબેનના દીકરા. જયશ્રીબેનના પતિ. તે કામિનીબેન અને નેહાબેનના મોટાભાઈ, તા. ૯/૩/૨૩ ગુરુવારના સ્વર્ગવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩/૩/૨૩ના ૪ થી ૬, સરનામું: ગોકુળનગરી -૨ -એચ, ૦૦૨, ગોકુળ કોનકોડની સામે, કાંદિવલી (પૂર્વ).
હાલાઈ લોહાણા
મૂળ કરાચીવાળા હાલ ઘાટકોપર શ્રીમતી સાવિત્રીબેન કાંતિલાલ ગોટેચા (ઉં.વ. ૮૦), તે સ્વ. માધવજી ઓધવજી ગોટેચાના પુત્રવધૂ. કાંતિલાલના પત્ની. સ્વ. મધુબેન પોપટલાલ દાવડાના પુત્રી. સ્મિતા વિનોદ શેટ્ટી, નીતા રાજેન્દ્ર કોટક અને પુનીતા જયેશ રાડીયાના માતુશ્રી. તેઓ સ્વ. ગોરધનદાસ, સ્વ. ગિરધરલાલ, સ્વ. અનંતભાઈ અને સ્વ. લીલાવંતીબેન વ્રજલાલ જીવરાજાણીના ભાભી. તેઓ કરણ, કુણાલ, હેતલ અને વિધિના નાની, તેઓ શુક્રવાર, તા. ૧૦ માર્ચ, ૨૦૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
શ્રી કાંતીલાલ વસંત (ઉં.વ. ૭૩), મૂળ ગામ કડચ હાલ ખપિલી, તે સ્વ. હેમકુંવર તથા મુળજીભાઈ કાલીદાસ વસંતના દીકરા. તે સ્વ. મંજુલાબેન તથા સ્વ. મનસુખલાલ મુળજીભાઈ તેમજ અ.સૌ. જયશ્રીબેન તથા શ્રી બળવંત વસંતના ભાઈ તેમજ દિપાબેન શાંતીલાલ રાજા, ફાલ્ગુની મુકુંદ લાખાણી તેમજ લિના અલ્પેશ દક્ષિણીના કાકા, તે શુક્રવાર, તા. ૧૦-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળગામ રાણાવાવ હાલ મુંબઈ બોરિવલી નિવાસી શ્રી જયંતિલાલ નારણદાસ કાપડીયા (રાડીયા)ના ધર્મપત્ની જયશ્રીબેન (હંસાબેન) (ઉં.વ. ૮૨) શનિવાર, તા. ૧૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. નિલાક્ષીબેન, ઉદયભાઈ, પ્રગ્નેશભાઈના માતુશ્રી. ડો. પંકજકુમાર ગાંધી, દિપાલી તથા જાગૃતિના સાસુમા. ધરાઈ નિવાસી સ્વ. સાકરબેન મણીલાલ વસાણીના દીકરી. સ્વ. રમાબેન, પુષ્પાબેન મહેન્દ્ર, ભુપેન્દ્ર, રમેશ તથા હર્ષદના બહેન. નિસર્ગ, ચિંતન, ઈશીકાના દાદીમા. આકાશ તથા શ્રીમતી પુજા પાર્થ મહેતાના નાનીમા. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૩-૨૩ને સોમવારના ૫ થી ૭ સાઈકૃપા બેન્કવેટ હોલ, આદિત્ય કોલેજની સામે, મ્હાત્રે વાડી, હરીદાસ નગર, બોરીવલી-વેસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. સાવિત્રીબેન ગંગારામ ખટાઉ ધેરાઇ ગામ કચ્છ મંગવાણાવાળાના નાના પુત્ર સુરેશ (ઉં. વ. ૫૫) તે રીટાના પતિ. તે દિલીપ, નીતિન, ક્રિષ્ણા પ્રકાશ તન્નાના ભાઇ. તે નવીન રામજી દાવડા ગામ અંજારના જમાઇ. તે ફોરમ, પ્રાંજલના પિતાશ્રી. જેઠમલ, મુલજી, રતનબેન ગોવિંદજી પોપટના ભત્રીજા. તા. ૧૧-૩-૨૩ના શનિવારે ડોંબિવલીમાં રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૨-૩-૨૩ને રવિવારે સ્વામિનારાયણ મંદિર રાજાજી રોડ, ડોમ્બિવલી ઇસ્ટ, સાંજના ૫થી ૬.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર હડિયાણા ચોવીસી
ગામ હડિયાણા મૂળ કરાચી હાલ મુંબઇ નલિનકાંત (ઉં. વ. ૮૩) તે સ્વ. હરિલાલ વાલજી ઠાકરના સુપુત્ર. ભારતીબેનના પતિ. નેહા, હેતલ, હેમાંગના પિતાશ્રી. હેતલ અને મનોજના સસરાજી. શિવમ, યુગના દાદાજી. તે સ્વ. વસંતરાય, સ્વ. લલિતભાઇ, સ્વ. વિનયકાંત, તનમનરાય, સ્વ. કાંતાબેન, સ્વ. ભસ્માબેન, સ્વ. જયોત્સનાબેન, ગં. સ્વ.વીણાબેનના ભાઇ. તા. ૧૦-૩-૨૩ના શુક્રવારે સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા ઠે. ૪૦૨, ઓમ શાંતિ રેસીડેન્સી, ૧૨૫ જવાહર નગર, ગોરેગાંવ (પ.) સોમવારે સાંજે ૪.૩૦થી ૬.૩૦, તા. ૧૩-૩-૨૩ના દિવસે રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ રાણાવાવ હાલ મુંબઇ બોરીવલી નિવાસી જયંતિલાલ નારણદાસ કાપડીયા (રાડીયા)ના ધર્મપત્ની જયશ્રીબેન (હંસાબેન) (ઉં.વ.૮૨) શનિવાર, તા. ૧૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નિલાક્ષીબેન, ઉદયભાઇ, પ્રજ્ઞેશભાઇના માતુશ્રી. ડો. પંકજકુમાર ગાંધી, દિપાલી તથા જાગૃતિના સાસુમા. ધરાઇ નિવાસી સ્વ. સાકરબેન મણીલાલ વસાણીના દીકરી. સ્વ. રમાબેન, પુષ્પાબેન, મહેન્દ્ર, ભૂપેન્દ્ર, રમેશ, હર્ષદના બહેન. નિસર્ગ, ચિંતન, ઇશીકાના દાદીમા. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૩-૨૩ના સોમવારના ૫થી ૭. ઠે. સાઇકૃપા બેન્કવેટ હોલ, આદિત્ય કોલેજની સામે, મ્હાત્રે વાડી, હરીદાસ નગર, બોરીવલી (વેસ્ટ).
દશા સોરઠિયા વણિક
ગોંડલ નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. સ્વ. જયોતિ (ઉં. વ. ૬૧)તા. ૧૦-૩-૨૩ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શૈલેષ જમનાદાસ (બાબુભાઇ) શાહ (કુલર)ના ધર્મપત્ની. તે હેમાલી અમીષ ગોહીલના માતુશ્રી. તે રેખા પ્રદીપ, કલ્પના રાજેશ, દીપા પકંજ શાહના દેરાણી. તે સ્વ. ગોરધનદાસ છગનલાલ મહેતા (મુંજાસરા)ની દીકરી. તે કિશોરભાઇ મોહનલાલ ગોહીલના વેવાણ. તે સર્મથ, સાર્થકના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાવરાઇ ભાટીયા
ગામ કોટડા જડોદર કચ્છ નિવાસી હાલ બોરીવલી ખટાઉ દયાલ આશર (ઉં.વ. ૮૪) તા. ૧૦/૩/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ ઉર્મિલાબેનના પતિ. રશ્મિ, રાજેશ અને ચેતનના પિતા. એલન, ભાવના અને વૈશાલીના સસરા તથા વરૂણ અને મહેકના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.