હિન્દુ મરણ
બોટાદ હાલ અંધેરી સ્થિત ગં. સ્વ. ચારૂલતા પરીખ તે સ્વ. શશીકાંત પરીખના ધર્મપત્ની. સ્વ. શાંતિલાલ મગનલાલ પરીખના પુત્રવધૂ અને સ્વ. મથુરાદાસ ભક્તિદાસ પરીખના સુપુત્રી (ઉં. વ. ૮૬) તા. ૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રશાંત તેમ જ શિલ્પા અને વિભવના માતુશ્રી અને કૃપા, તેજલ તેમ જ રાજેશભાઇના સાસુ. તે મિલોની, ધૈર્ય, ધ્રુવના દાદી. તેમ જ દેવાંશ, અમનના નાની. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠિયા દરજી
મૂળ અમરેલી નિવાસી, હાલ ભાયંદર હેમચંદ્ર ગોરધનભાઈ મકવાણા (ઉં.વ. ૭૨) તા. ૨૭-૨-૨૩, સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. ચમનભાઈ, જેષ્ઠારામ, સુષિબેન તથા પનિબેનના ભાઈ. તે રમીલાબેનના પતિ. નેહલ પેટ્રિક તથા કિંજલ હિમાંસુના પિતાશ્રી. એંજલિન, નેથન, ક્રિશ અને આર્વિના નાના. નરેશભાઈ અને ગિરિશભાઈ ચાવડાના બનેવી. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩-૩-૨૩ના ૪થી ૫, સ્થળ: બી-૩૦૬, શાંતિપાર્ક ટેરેસ, ગીતાનગર, કપોળવાડી પાસે, ભાયંદર (વેસ્ટ).
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
મૂળ વતન સીમર હાલ બોરીવલી સ્વ. વૃજલાલ માધવજી ઉપાધ્યાય (ઉં.વ.૮૮) તેઓ મંગળવાર, તા. ૨૮-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. ગોમતીબેન માધવજી કાનજીના દીકરા. ગં.સ્વ. પુષ્પાબેન વૃજલાલ ઉપાધ્યાયના પતિ. સ્વ. ભાણીબેન ચુનીલાલ નાગજી પાઠકના જમાઈ. તેઓ ભાવેશ, હિતેશ, શૈલેશ, હિરલબેન નલીનભાઈ ઓઝાના પિતાજી. તે વનિતાબેન ભાવેશભાઈ, પૂર્ણિમાબેન હિતેશભાઈ, અલ્પાબેન શૈલેશભાઈના સસરા. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩-૩-૨૩ના ૫થી ૬.૩૦ કલાકે. પેરેડાઈઝ હોલ, (શેઠ ડી.એ. હાઈસ્કૂલ) દૌલત નગર, રોડ નં. ૧૦, બોરીવલી (પૂર્વ).
સતવારા સમાજ
સુબોધભાઈ નરેન્દ્રભાઈ મિસ્ત્રી (ઉં.વ. ૭૨) મૂળગામ સુરત, હાલ મુંબઈ તા. ૨૮-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. ગં.સ્વ. લલિતાબેન, સુપુત્ર-મિહીરભાઈ, પુત્રવધૂ-સુષ્મા, સુપુત્રી-દીપ્તિબેન, પૌત્ર-ધૌરિક, દોહિત્રી-હિયા. તેની પ્રાર્થનાસભા શુક્રવાર, ૩-૩-૨૩ના ૪થી ૬ સ્થળ: શ્રી સ્વામીનારાયણ મંદિર, ગોરેગામ બસ ડેપોની સામે, ગોરેગામ (પશ્ર્ચિમ).
જંબુસર લાડ વણિક
મુંબઈ નિવાસી ગં.સ્વ. તરુણા (ઉં.વ. ૭૯) તે સ્વ. મહેશ સાકરલાલ શાહના ધર્મપત્ની. કેતન અને દેવિકાના માતુશ્રી. દેવાંગી અને વિશાલ જનક દલાલના સાસુ. અર્થ અને સ્વ. તનયના દાદી. વિરલ અને હર્ષિલના નાની. સ્વ. સાવિત્રી અને સ્વ. રતિલાલ રણછોડદાસ કાપડિયાના પુત્રી તા. ૨૮-૨-૨૩, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સિહોર નિવાસી (હાલ ગોરેગાંવ) અશોકભાઈ ધીરજલાલ મહેતા (ઉં. વ. ૮૪) મંગળવાર તા. ૨૮/૦૨/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે કુમુદબેનના પતિ. ચેતન, હર્ષલ અને દિપ્તીના પિતા. હંસાબેન અને સ્વ. મુનિકુમાર, સ્વ. વિભાબેન અને પ્રવિણભાઇ, હેમાબેન-દિલિપભાઈ તથા મધુરીબેન-રોહિતભાઈ મહેતાના ભાઈ. પોરબંદર નિવાસી સ્વ. ધનસુખભાઇ કાંતિલાલ નરોત્તમદાસ, તરલાબેન, તરલાબેન પંકજભાઈ, જ્યોતિબેન કિર્તીભાઇ, હેમંતભાઈ અને સ્વ ડોરોથીના બનેવી. પ્રાર્થનાસભા: શનિવાર, ૦૪ માર્ચ ૨૦૨૩, ૫.૦૦ થી ૭.૦૦, ક્લબ હાઉસ બેન્ક્વેટ હોલ, ઓબેરોય એક્સક્વિઝીટ ટાવર અ, સીબા રોડ, ગોરેગાંવ ઇસ્ટ, લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.
શ્રી. ક. મ.ક. સ.સુ. જ્ઞાતિ
મુંબઈ મુલગામ ગુંદિયાલી, સ્વ.લાલજીભાઈ ગોવિંદજી પરમારના સુપુત્ર ચંદ્રકાંત પરમાર (ઉં. વ. ૭૧) તા. ૧/૩/૨૦૨૩, બુધવારનાં રામશરણ પામેલ છે. તે શારદાબેનનાં પતિ. અ. સૌ. કલાવંતીબેન ખેતશી પીઠડીયા અને રસિકભાઈનાં ભાઈ. તે જ્યોતિબેન (ભુજ) અને મયૂરનાં બાપુજી. સોલંકી કાનજીભાઈ પ્રાગજી (પનવેલ)નાં જમાઈ. નીતિન છગનલાલ સોલંકી (ભુજ) અને અ. સૌ. સંગીતાબેનનાં સસરા. પ્રાર્થનાસભા કચ્છી મહેશ્વરી વાડી, બંદર રોડ, પનવેલ ખાતે તા. ૩/૦૩/૨૦૨૩, શુક્રવાર ને ૪.૩૦ક. થી ૫.૩૦.
ઝાલાવાડી સઈ સુથાર
ચૂડા નિવાસી હાલ વિરાર સ્વ. નરેન્દ્રભાઈ મોતીલાલ કાપડીયાના ધર્મપત્ની ગં.સ્વ. વિમળાબેન (ઉં. વ. ૭૪), તા. ૧-૩-૨૩ના બુધવારે સ્વર્ગલોક પામ્યા છે. તે નિલેશભાઈ, જયેશભાઈ, જાગૃતિબેન પરેશકુમાર ફોતરિયાના માતુશ્રી. હેમાલીબેન તથા જશુબેનના સાસુ. પ્રથમ તથા કરણના દાદી. ધંધુકા નિવાસી હાલ કાંદિવલી સ્વ. મગનલાલ મોહનલાલ ગદાણીની દિકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩-૩-૨૦૨૩ના શુક્રવારે ૪.૦૦ થી ૬.૦૦ લોકિક વ્યવહાર બંધ છે. સ્થળ: તેરાપંથી ભવન, જૈન મંદિર રોડ, શ્રેયા હોટલની ગલીમાં, વિરાર-પશ્ર્ચિમ.
દશા સોરઠીયા વણિક
હાલ નાલાસોપારા નિવાસી નરેન્દ્ર પાનાચંદ શેઠના ધર્મપત્ની રેખાબેન (ઉં.વ. ૬૨) તે ૨૫/૨/૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે ડિમ્પલ તથા સુરભીના માતુશ્રી. હેમાંશું શૈલેષ મહેતા તથા વિશાલ રાજેન્દ્ર ચંદારાણાના સાસુ. ધન્વી, હર્ષ, નિયતિના નાની. સ્વ. સુશીલા કાંતિલાલ ગોરસિયાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મુચ્છુ સઈ સુથાર જ્ઞાતિ
મૂળ ગામ સીમાશી, હાલ મલાડ સુરેશભાઈ ધામેચા (ઉં.વ. ૭૩) તે સ્વ. તુલસીદાસભાઈ લાલજી ધામેચા તથા સ્વ. નર્મદાબેનના પુત્ર. તે પ્રતિભાબેન (પ્રીતિબેન)ના પતિ. તે કાંચી અભિષેક નગરકર, આનંદના પિતા. તે સનેહાના સસરા. તે સ્વ. હિંમતભાઈ, સ્વ. કિશોરભાઈ, કુંદનબેન પરેશભાઈ ગોહેલ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. અનિલભાઈના ભાઈ. તે મંજુલાબેન હેમરાજભાઈ વાઘેલાના જમાઈ તા. ૧-૩-૨૩ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા. ૩-૩-૨૩ શુક્રવારના ૫.૦૦ થી ૭.૦૦ લક્ષ્મી નારાયણ મંદિર, કાઠિયાવાડી ચોક, રાની સતી માર્ગ, કનકીયા હાઈટ્સની સામે, મલાડ ઈસ્ટ.
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
રાણપુર હાલ કાંદિવલી સ્વ. ઉજમશીભાઇ ગોવિંદભાઇ પાણસણિયાના ધર્મપત્ની ગં. સ્વ. લલીતાબેન પાણસણિયા (ઉં.વ. ૯૪), તા. ૨૮-૨-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. શકુંતલાબેન કાંતિભાઈ ગોહિલના માતુશ્રી તથા સ્વ. કસ્તુરભાઈ, સ્વ. બચુભાઈના ભાભી તથા સરસ્વતીબેન, નયનાબેન, ભારતીબેનના ભાભુ. પિયરપક્ષે ચુડા નિવાસી વિરજીભાઈ માધાભાઈ વઢવાણીના દિકરી તથા ઝવેરીબેન ભીમજીભાઈ પાણસણિયા, ત્રંબકભાઈ, મનસુખભાઈ તથા પ્રભુભાઈ વઢવાણીના બહેન. સાદડી પ્રથા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
મોડાસા એકડા દશા ખડાયતા
બાયલ ઢોકરોલ નિવાસી સ્વ. જીવકોરબા તથા સ્વ. ડુંગરદાસ છગનલાલ શાહના સુપુત્ર અમૃતલાલ શાહ હાલ મલાડ (ઉં.વ. ૯૫) તે શારદાદેવીના પતિ તથા જીતેન્દ્રભાઈ તથા રક્ષાબેન, દિપીકાબેન તથા ભદ્રેશ પેન્સિલવાળાના પિતાશ્રી તથા વિણાબેન શાહ, રજનીકાંત શાહ, સુહાસ વેલે તથા મીતા શાહના સસરા. મિતેષ જીતેન્દ્ર, દિશ્રા મિતેષ, રોનક જીતેન્દ્ર, રિદ્ધિ આકાશ, સિદ્ધિ હર્ષના દાદા. સાસરાપક્ષે ભેસાવાળા સ્વ. ડાહ્યાલાલ શંકરલાલ શાહ તથા સ્વ. ગોરધનદાસ શંકરલાલ શાહના બનેવી મંગળવાર, તા. ૨૮-૨-૨૩ના વૈકુંઠવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૫-૩-૨૩ના રવિવારના ૪.૦૦ થી ૬.૦૦ પ્રાર્થનાસભા, સરદાર વલ્લભભાઈ પટેલ હોલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેંટરની સામે, એસ.વી. રોડ, ગોરેગામ વેસ્ટ.
મારૂ કંસારા સોની (નાસિક)
પદ્મિનીબેન (મુક્તાબેન) પોમલ (ઉં.વ. ૭૬) તે સ્વ. પ્રવિણચંદ્ર અમરશી પોમલના પત્ની. સ્વ. રોહિતભાઈ, યોગેશભાઈ, પ્રકાશભાઈ, જાગૃતીબેનના માતા. મેનાબેન, હંસાબેન, ડિમ્પલબેનના સાસુ. કિંજલ, ડિમ્પલ, રવિના, જય, રાજ, ઐશ્ર્વર્યા, મિહીર, ભૂમિ, દિયાના દાદી. વેલજી મોહનજી સોની, નંદુબેન વેલજી સોનીના પુત્રી તા. ૧-૩-૨૩ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩-૩-૨૩ના શુક્રવાર ૪ થી ૬ નિવાસસ્થાન નાસિક ખાતે. માવતર પક્ષની પ્રાર્થનાસભા પણ સાથે રાખેલ છે.
વડનગરા નાગર ગૃહસ્થ
ગં. સ્વ. કાન્તાબેન ત્રિવેદી (ઉં. વ. ૮૯) તે સ્વ. પ્રમોદભાઈ ત્રિવેદીના પત્ની. તે જ્યોતિબેન અનંગભાઈ ત્રિપાઠી, સ્વ. પ્રદીપભાઈ, અર્ચનાબેન હેમંતભાઈ માલી, અંજલીબેન નિખિલભાઈ પંડ્યા તથા સંદીપભાઈના માતા. તે રમીલાબેન અને એકતાબેનના સાસુ. તે અંકિતા, તુલિકા, સંકેત, તનય, નિયતિ, વેદાંક, અપૂર્વ, અનુજ, કુણાલ, તન્મયના દાદી-નાની. તે જાનકી, રૂઆન, શિવા અને ઝુરીના પરદાદી-પરનાની તા. ૨-૩-૨૩, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૪-૩-૨૩, શનિવારના ૫ – ૬.૩૦. સર વિઠ્ઠલદાસ નગર, સરોજિની રોડ, સાંતાક્રુઝ પ.
દેસાઈ સઈ સુથાર
અમરગઢ (જીથરી) નિવાસી હાલ કમાઠીપુરા, મુંબઈ, ભીખાલાલ ચુનીલાલ માંડલીયા (ઉં. વ. ૬૯) સોમવાર, તા. ૨૭-૨-૨૩ના રામચરણ પામ્યા છે. તે દુર્ગાબેનના પતિ. જયેશ, સંજય, સોનલબેન ભાવેશકુમારના પિતા. વૈશાલીબેનના સસરા. તે ધનજીભાઈના મોટાભાઈ. ઉમાબેનના જેઠ. તે સ્વ. નંદલાલ રામજી દેસાઈ (સાંતાક્રુઝ)ના જમાઈ. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩-૩-૨૦૨૩ના ૪ થી ૬. (લૌકિક પ્રથા બંધ છે.)
હાલાઈ લોહાણા
ગં. સ્વ. ચંપાબેન રણછોડદાસ સાગલાણીના દીકરી ગં. સ્વ. રેખાબેન મૂળ ગામ વાસાવડ હાલ કાંદિવલી ૨-૩-૨૩, ગુરુવારના શ્રીજીચરણ પામેેલ છે. તે સ્વ. કાંતિલાલ દેવચંદ મસરાણીના પત્ની. તે મનીષ, રાજેશ, જ્યોતિ, રિતુ, જસ્મીના ધર્મેશ માણેકના માતુશ્રી. તે ચૈતન્ય, રિશી, જીગર રોહાંશી, આલિષાના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૪-૩-૨૩, શનિવારના ૪ થી ૬. ઠે. હાલાઈ લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વે).
કપોળ
અમરેલીવાળા હાલ વિલે-પાર્લે સ્વ. ગોપાળજી નારણદાસ વોરાના દીકરા. સ્વ. જયોત્સનાબેનના પતિ. સ્વ. પ્રતાપરાય, (ઉં. વ. ૮૭) તા. ૨૮-૨-૨૩ના મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે વિરલના પિતા. અ. સૌ. જાગૃતીના સસરા. આદિત્યના દાદા. તે સ્વ. ભુપતરાય તથા કિરીટભાઇ, ગં. સ્વ. હીરાબેન રમણીકલાલ, મંજુલાબેન લલીતકુમાર, અરુણાબેન ભરતકુમારના ભાઇ. ભાવનગરવાળા મંગળાબેન મગનલાલ સંઘવીનાં જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૫-૩-૨૩ અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ), ૫થી ૭. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠિયા વણિક
ચિંચણ હાલ દાદર પ્રવીણચંદ્ર નગીનદાસ શાહ (ઉં. વ. ૮૯) તે હંસાબેનના પતિ. મિતેષ-જાગૃતિ, બિમલ-શૈલજા, કુમાર-ગૌરીના પિતા. ભારવી, રિશી, પ્રતુલ્ય અને અનન્યાના દાદા. સ્વ. વસંતલાલ, સ્વ. શાંતિલાલ અને હર્ષદરાયના ભાઇ. જગદીશ, દુષ્યંત, સ્વ. તુષાર માવાણી, કુમુદિની દિનેશચંદ્ર ગગલાણી, પૂર્ણિમા સુરેશભાઇ કામદાર અને મીતા દિનેશચંદ્ર રાજકોટિયાના બનેવી બુધવાર, તા. ૧-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૪ માર્ચ, ૨૦૨૩ના સાંજના ૫થી ૬.૩૦. ઠે. લખમશી નપૂ હોલ, ૩૧૧, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.).
ધરણગામ ભાટિયા
ગં. સ્વ. હંસાબેન વિનયાનંદ ભાટિયા (ઉં. વ. ૭૩) તે સ્વ. વિનયાનંદ જીવનલાલ ભાટિયાના ધર્મપત્ની. તથા સ્વ. રતનશી જેઠાલાલ સંપટના પુત્રી. તથા મંજુલ, અ. સૌ. અર્ચના, અં. સૌ. તૃપ્તીના માતા તથા અ. સૌ. પ્રિયંકા મંજુલ ભાટિયા, પંકજ આશર, નીરજ આશરના સાસુ. તથા દ્રષ્ટિના દાદી. હર્ષ, ગીતના નાની તા. ૨૬-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.