હિન્દુ મરણ
દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ
ગામ મોટા ખૂટવડા હાલ મરોલ નાકા, અંધેરી, ગં.સ્વ. દુધીબેન અને લાલજીભાઈના દીકરા હિંમ્મતભાઈ વાઢેળ (ઉં.વ. ૭૦) રવિવાર, તા. ૧૯/૨/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ રસીલાબેનના પતિ. વિશાલ, સ્વ. ધર્મેશ, કવિતાના પિતાશ્રી. સ્વ. સતીશભાઈ, સ્વ. સુનીલભાઈ, સ્વ. સુભાષભાઈ, સ્વ. દમયંતીબેન, હંસાબેન, કલાબેનના ભાઈ. રતિભાઈ ચકુભાઈ ચાવડાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૨૩/૨/૨૩, ૪-૬. સ્થળ: દેસાઈ સઈ સુતાર વાડી, સ્વયંભુ ગણેશ મંદિરની સામે, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી (ઈસ્ટ).
કપોળ
મહુવાવાળા હાલ બોરીવલી સ્વ. લલ્લુભાઇ મગનલાલ વોરાના ધર્મપત્ની શાન્તા લક્ષ્મી (ઉં.વ. ૮૫) તે ૨૦/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે અજય, હરેશ, ધર્મેન્દ્રના માતુશ્રી. નમ્રતા, હિના નીતાના સાસુ. સ્વ. પ્રાણજીવનભાઈ, નટુભાઈ, સ્વ. જયંતીભાઈ, નવલભાઈ, સ્વ. પ્રભાબેન, સવિતાબેન તથા મીનાબેનના ભાભી. સ્વ. વ્રજલાલ કચરાભાઈ મહેતા ખાંભાવાળાના દીકરી. પ્રાર્થનાસભા ૨૪/૨/૨૩ના ૫ થી ૭ લોહાણા મહાજનવાડી, પહેલ માળે, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
વિશા સોરઠિયા વણિક
મુળવતન જામ ખંભાળિયા હાલ કાંદિવલી હસમુખલાલ (ઉં.વ. ૭૧) તે કલ્પનાના પતિ. સ્વ. જમનાબેન તથા સ્વ. ભોગીલાલ પોપટલાલ માઉંના પુત્ર. સ્વ. ભાનુબેન નંદલાલ ઝવેરી, નટવરલાલ,ગં. સ્વ. ચંદ્રિકાબેન નરેન્દ્ર શાહ તથા નિર્મળા મહેન્દ્ર શાહ, દિનેશચંદ્રના ભાઈ. બ્રિજેશ તથા માનસી (માધવી) રશેષ નેગાંધીના પિતા. કાંદિવલી સ્વ. પ્રાણલાલ પ્રેમચંદ શાહ (કાસાંબળવારા)ના જમાઈ. ૨૦/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની સાદડી ૨૩/૨/૨૩ના ૫.૩૦ થી ૭.૦૦ વિશા સોરઠીયા વણિક નિવાસ વસંજી લાલજી રોડ, સ્ટેશન પાસે, મેકડોનાલ્ડની સામે, કાંદિવલી વેસ્ટ.
પરજીયા સોની
તળાજા નિવાસી હાલ દહિસર ગં. સ્વ. પદમાબેન પ્રવીણભાઈ સોની (લુવારા) (ઉં.વ. ૬૯) તે સ્વ. પ્રવિણભાઈ ભીમજી લુવારાના પત્ની. સ્વ. શાંતિલાલ મોહનલાલ સાગર મહુવાના દીકરીય બાબુલાલના બહેન. આરતી કાજલ, વીરેન તથા અમિતના માતા. હસમુખભાઈ ધોરડા, જીતેન્દ્ર જગડા તથા શ્રુચીના સાસુ, ૧૯/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની સાદડી ૨૩/૨/૨૩ના ૪ થી ૬ સોની વાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.
નાઘેર દશા શ્રીમાળી વણિક
સિમર હાલ રાજકોટ વિનોદચંદ્ર ચુનીલાલ શાહ (ઉં.વ. ૬૭) તે ૧૯/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ઉર્મિલાના પતિ. ભાર્ગવના પિતા. બિપીનચંદ્ર, સ્વ. મહેન્દ્ર, સ્વ. કાંતાબેન જીવરાજ મહેતા, ગં.સ્વ. વસુબેન સૂર્યકાન્ત બખાઈ, હીરાબેન મહેન્દ્ર વેણી, ઉષા કિરીટ કામદારના ભાઈ. સુધાના દિયર. નિલેશ, ભાવિન, સુનિતાના કાકા. નગર શેઠ ઉના નિવાસી સ્વ. કાંતાબેન કાંતિલાલ હરકિશનદાસના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગામ પોરબંદર હાલ વાપી વરજીવનદાસ હરિદાસ રામજી મજીઠીયા (ઉં.વ. ૮૩) તે ૨૦/૨/૨૩ના શ્રીજીશરણ પામલે છે. તે દિનુમતિના પતિ. હરિલાલ કરશનજી ઠકરારના જમાઈ. સ્વ. લવજીભાઈ, સ્વ. વિમળાબેન રૂઘનાથ તન્ના, ગુણવંતી દેવીદાસ મોદી, સ્વ. જયશ્રી પ્રવિણકુમાર ઠક્કર તથા ઈશ્ર્વરલાલના ભાઈ. રીના (હિના) રવિન્દ્ર સચદેવ, લીના સુનિલ રાજાણી, રાજીવ તથા વીરેનના પિતાશ્રી. સુનિલકુમાર રાજાણી, હેતલ, રૂપલના સસરા. પ્રાર્થનાસભા ૨૩/૨/૨૩ના ૪ થી ૫ ત્રીજે માળે, ઉપાસના સ્કૂલ હોલ, ગુંજન જી. આઈ. ડી. સી. વાપી.
પરજીયા સોની
ગામ ભાણવડ હાલ ભાયંદર યોગેશ દેવદાન ઘઘડા (ઉં.વ. ૬૧) તે ૧૯/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. લાભુબેન દેવદાન ઘઘડાના પુત્ર. મનિષાના પતિ. પરીના પિતા. સ્વ. દિપક તથા અભયના ભાઈ. સ્વ. રસિકલાલ પોપટભાઈ ધોરડા આનંદપુરવાળાના જમાઈ. પ્રાર્થનાસભા ૨૩/૨/૨૩ના ૪ થી ૬ ગોલડન નેસ્ટ અસોસિયેશન ઓફિસ, ગોલડન નેસ્ટ ફેસ ૧, ભાયંદર ઈસ્ટ.
બ્રહ્મભટ્ટ
જયદેવકુમાર અમથાલાલ બ્રહ્મભટ્ટ (ઉં.વ. ૮૬) તે ૨૦/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે તારામતીના પતિ. પ્રકાશ, કિરણ, દિપક, વર્ષાના પિતા. રુદ્ર, સૌરવ, યુગ, ગૌરવ, કુશલ, રિદ્ધિ, સાક્ષી, મૃણાલી, હરીણીના દાદા. તેમની સાદડી ૨૩/૨/૨૩ના ૪ થી ૭ ચંદ્રપુરી બિલ્ડીંગ, રૂમ નં ૬, કેદારમલ રોડ, મલાડ ઈસ્ટ.
લુહાર સુથાર
પાલીતાણા હાલ દહીંસર (ઈ) બાબુભાઈ ડાહ્યાભાઈ ડોડિયા (ઉં. વ. ૭૮) ૧૯-૨-૨૩ના રામશરણ પામ્યા છે. તે ભાનુબેનના પતિ. ચીમનભાઈ, સ્વ. વજુભાઈ, સ્વ. કાનુબેન તથા કમુબેનના ભાઈ. વિનોદભાઈ (પપ્પુ), કિર્તીબેન, રૂપાબેનના પિતાશ્રી. ઈલાબેન, અતુલકુમાર, રાજેશકુમારના સસરા. ખુશાલી તથા જયના દાદાશ્રી. શુભના નાનાશ્રી. પ્રાર્થનાસભા ૨૪-૨-૨૩, શુક્રવારે ૫ થી ૭. સ્થળ: લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિરની બાજુમાં,
બોરીવલી (ઈ).
કચ્છી રોજગાર
કચ્છ ગુંદીયારી હાલે ભુજ સ્વ. રાજેશ વ્યાસ (રાજગોર) (ઉં. વ. ૬૦) ૧૯ ફેબ્રુઆરી ૨૩ના રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. પ્રેમીલાબેન કરસનજીના પુત્ર. જમનાબાઈ શિવજી નાકરના દોહીત્ર. ગં. સ્વ. મોંઘીબેન શિવજી વ્યાસ હાલે ઘાટકોપર અને હીરબાઈ દયારામ કેશવાણીના ભત્રીજા. સ્વ. રમેશ, જયેશ, સ્વ. કીરણ, સાવીબેન નવીનભાઈ મોતા- ભુજપુર, ધર્મિષ્ઠા રમેશ બાવા, ઉષા હસમુખ મોતાના ભાઈ. ગં. સ્વ. અરુણા, મનીષાના દેર- જેઠ, ધર્મેશ- અક્ષય, વંશ, ધ્રુવિકા, મોનિકા, યજ્ઞિશાના કાકા. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૩ ફેબ્રુઆરી ૨૩ના ૪ થી ૬. ઠે. કચ્છી રાજગોર મિત્ર મંડળ, એમ. જી. રોડ, પાંચ રસ્તા, લવકુશ, બીજે માળે, મુલુંડ (વે).
કોડીનાર મોઢ વણિક
નિલય (ઉં. વ. ૨૩) તે સ્વ. રમાબેન જયંતીલાલ શાહના પૌત્ર જે દીપકભાઈ તથા પારૂલબેનના પુત્ર. જે હેમંતભાઈ તથા દિનેશભાઈ તથા રેખાબેન હરેશકુમાર ગાંધીના ભત્રીજા. જે અપૂર્વ, જય, મેધા, ઝીલ, ગોપેશ તથા જ્ઞાનેશના ભાઈ. જે હરીપ્રસાદ ડાહ્યાલાલ દેસાઈના દોહીત્ર ૨૧-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તા. ૨૩-૨-૨૩ ગુરુવારના ૫ થી ૭. ઠે. સ્વામીનારાયણ મંદિર હોલ, સેકટર-૧૦, શાંતિનગર, મીરારોડ (ઈ.).
સોરઠિયા દરજી
મુળ વતન કાલાવડવાળા (શીતળાનું) હાલ ભાયંદર (ઈસ્ટ) ગં. સ્વ. પુષ્પાબેન રમણલાલ ગોહીલ (ઉં. વ. ૬૯) ૨૦-૨-૨૩ ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેઓ મનીષ, નિલેશ તથા નિમીષાના માતુશ્રી. રાજેન્દ્રભાઈના કાકી તથા અદિના દાદી. પ્રાર્થનાસભા ૨૩-૨-૨૩ના ૫ થી ૬. સ્થળ: ઈન્દ્ર વરુણ સભાગૃહ, જેસલ પાર્ક, રેલવે સ્ટેશનની બાજુમાં, ભાયંદર (ઈ.).
સુરત અઠ્ઠાવિશી મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ
કેતનભાઈ અમૃતલાલ જોષી (મહારાજ) લોઅર પરેલનું અવસાન ૧૯-૨-૨૩ના રોજ થયું છે. એમનું સંયુક્ત બેસણું તા. ૨૫-૨-૨૩ ને શનિવારે ૨ થી ૬. નિવાસસ્થાન: ખોડીયાર નગર, પ્લોટ નંબર ૫, જીઈબીની સામે, છાપરા રોડ, નવસારી. લૌકિક રિવાજ બંધ છે.
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
ઢુંઢસરના હાલ દહીંસર સ્વ. ઘનશ્યામભાઈ હરિલાલ વાઘેલા (ઉં. વ. ૬૫) સોમવાર, ૨૦-૨-૨૩ના રામચરણ પામેલ છે તે જયાબેનના પતિ. તે અરવિંદભાઈ, હંસાબેન ધીરજલાલ વાઢેળ, સ્વ. રામજીભાઈ, સ્વ. હિંમતભાઈ, નરેન્દ્રભાઈ, ધીરૂભાઈના ભાઈ. તે હિરેનભાઈ, મયુરભાઈના પિતાશ્રી. તે હિમાની અને પાયલના સસરા. નાયરા, ધન્વીના દાદા. રંઘોળા નિવાસી સ્વ. રતિભાઈ, કિશોરભાઈ, અશ્ર્વિનભાઈના બનેવીની પ્રાર્થનાસભા ૨૩-૨-૨૩ ને ગુરુવારના ૪ થી ૬. સ્થળ: બીએપીએસ સ્વામીનારાયણ સંસ્કાર ધામ, બી-૩૦૨, ડાયમોડા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બિલ્ડીંગ,
દહીંસર ઈ.
કચ્છી ભાટિયા
કચ્છ મુંદ્રાવાળા દિનેશ કરસનદાસ સ્વાલી (ઉં. વ. ૭૪) સ્વ. કાંતાબેનના પુત્ર. તે સ્વ. કોકીલાબેનના પતિ. અ. સૌ. કેતના સચીન ભાટીયાના પિતા. તે ગં. સ્વ. કુસુમબેન બજરીયા, પ્રવિણભાઈ, સ્વ. હરેશભાઈ, સ્વ. અમીતા ભાટીયા, સ્વ. રાજેન્દ્રના ભાઈ. સ્વ. લક્ષ્મીદાસ ઉદેશી (તેરાવાલા)ના જમાઈ. તે મંગળવાર, ૨૧-૨-૨૩ના શ્રીજીનાચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૪-૨-૨૩ના ૪ થી ૬. ઠે. લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદીવલી (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.