હિન્દુ મરણ
સ્વર્ગીય ડાઈબાઈ માધવજી જીવરામ તન્ના કચ્છ ગામ મુરુ હાલે પૂના નિવાસીના પુત્ર સ્વર્ગીય ગોદાવરીબેનના પતિ શંભુરામ (ઉં.વ. ૮૨) તા. ૨૧/૨/૨૩ મંગળવારના પૂના મુકામે રામશરણ પામેલ છે. કિર્તીભાઈ, હર્ષાબેન હરીશભાઈ, સ્વર્ગીય વિજયભાઈ અને બીપીનભાઈના પપ્પા. જયશ્રીબેન અને ઉમાબેનના સસરા. સ્વર્ગીય દેવજી નરસિંહ જોબનપુત્રાના જમાઈ. સ્વર્ગીય પ્રાગજીભાઈ ઉર્ફે વિઠ્ઠલદાસ અને મંજુલાબેન મોહનલાલ ચંદનના ભાઈ. એમની બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૨/૨/૨૩ ૪ થી ૫ શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, કિરાડ ગલી, પાલખી ચોક, ભવાની પેઠ, પૂના મધ્યે રાખવામાં આવેલ છે.
ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ
કાલાવડ નિવાસી હાલ મુલુંડ અ.સૌ. ઉષા મહેંદ્ર ઠાકર (ઉં. વ. ૬૪) તા. ૧૬-૨-૨૩ના દેવલોક પામેલ છે. તે મહેંદ્ર જનકરાય ઠાકરના પત્ની. ચિ. અમિત, ચિ. મહેશ, ચિ. હિતેશના માતા. રીટા, લીના, દીપાના સાસુ. હેમલતા સુકાળે અને અમી જોશી આમના ભાભી. વેદાંત, રિષિત, કૃપા, કાવ્યા, ક્રિતના દાદીમા. દત્તાત્રય રાજપુત અને શાંતાબાઈની પુત્રી. તેમની પ્રાર્થનાસભા ૨૩-૨-૨૩ના ૪ થી ૬. મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર હૉલ, ડૉ. આર. પી. રોડ, મુક્તિધામ મંદિરની પાસે, મુલુંડ વે.
કચ્છ વાગડ લોહાણા
નરેન્દ્ર ઠક્કર (મીરાણી) (ઉં. વ. ૬૫) તે ભવાનીબેન ઓધવજી ઠક્કર (ગામ ભચાઉ હાલ મુંબઈ)ના પુત્ર. શિકારપુર ગોપાલજી રાઘવજી ઠક્કરના દોહિત્ર. નટવરલાલ, જયંતિલાલ, મનહરલાલ, કિશોર, કમળાબેન નારણજી માણેક, ગીતાબેન ભોગીલાલ પોપટ, પ્રવિણાબેન મહેશ કારીયા, સુધાબેન રાજેશ રામાણીના ભાઈ તા. ૨૦ ફેબ્રુઆરીના શ્રીજીધામમાં ગયા છે. એમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઈડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બ્રહ્મપુરી (હાલ મુંબઈ) ગં. સ્વ. સરસ્વતીબેન નારાયણદાસ જાની (ઉં. વ. ૯૮) તા. ૧૯મીએ દેવલોક પામ્યા છે. સ્વ. ભોગીલાલ, સ્વ. શિવશંકર, સ્વ. હારેહરનાં ભાભી. સ્વ. અશ્ર્વિન, સ્વ. ગિરીશ, નરેશ અને બીપીનના માતા. સ્વ. ભારતી, નીલા અને સંગીતાના સાસુ. તે કુકડીયા નિવાસી સ્વ. હરગોવિંદ દામોદર ત્રિવેદી (મંગુકાકા)ના દીકરી. સ્વ. પ્રાણશંકર, મહેન્દ્ર, સ્વ. દેવેન્દ્ર, સ્વ. વિનોદ અને સ્વ. હસમુખ, સ્વ. લખુબેન, સ્વ. ધનુબેન, દયાબેનનાં બેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગં.સ્વ. તારાબેન જોશી (ખીંયરા) (ઉં.વ. ૮૦) તા. ૧૭/૨/૨૩ શુક્રવારના રામશરણ પામેલ છે. તે કચ્છ ગામ અંજાર હાલે મુલુંડ (ચેકનાકા), તે સ્વ. લાભશંકર ખીંયરાના ધર્મપત્ની. સ્વ. કાશીબેન કરસનદાસ ધરમશી ખીંયરાના મોટા પુત્રવધૂ. સ્વ. નર્મદાબેન નંદશંકર ધોલીના દીકરી. સ્વ. હીરાલાલ નંદશંકર, સ્વ. ઉર્મિલાબેન દયારામ, સ્વ. મધુરીબેન પ્રભુલાલના બહેન. ગં.સ્વ. મહાલક્ષ્મી રતનશી રતનેશ્ર્વર, સ્વ. કનૈયાલાલ, જીતુભાઈના મોટા ભાભી. ગં.સ્વ. કલ્પના, મહેશ, મીના, નરેશના માતુશ્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજ
ગાંગડા નિવાસી હાલ ગોરેગામ શ્રી. છેલશંકર નરભેરામ જોષીનાં ધર્મપત્ની શ્રીમતી શારદાબેન (ઉં.વ. ૭૩) તા. ૨૧-૨-૨૩નાં સ્વર્ગવાસ થયેલ છે. તે ભાઈ પુનિત, શ્રીમતી દક્ષાબેન જગદીશભાઈ જોષી, શ્રીમતી મયુરીબેન મેહુલકુમાર જોષી, નીપાબેન મનીષભાઈ રાણાનાં માતુશ્રી તથા શ્રીમતી સેજલબેન પુનીતભાઈ જોષીનાં સાસુ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૨-૨-૨૩ ને બુધવારનાં ૫.૦૦ થી ૭.૦૦, શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદીવલી વેસ્ટ.
શ્રી દશા સોરઠીયા વણિક
પોરબંદર નિવાસી હાલ કાંદિવલી નરેન્દ્ર નગીનદાસ પારેખ (ઉં.વ. ૭૫) તે ૧૮/૨/૨૩ના અવસાન પામેલ છે. તે ઉર્મિલાબેનના પતિ. સવિતાબેન ઓધવજી મલકાણના જમાઈ. સ્વ. ચંદ્રિકા મલકાણ, સ્વ. નલિનીબેન કાલાવાડિયા, સ્વ. ઇલાબેન મલકાણના ભાઈ. અંજના દેવેન ધ્રુવ તથા વિજ્ઞા હિતેન શાહના પિતાશ્રી. રમણીકભાઇ, સ્વ. છબીલદાસ, કિરીટભાઈ, ગિરીશ મલકાણ, પુષ્પા શ્રીમાંકર, હસુમતિ જે શેઠના બનેવી. માનવ, દેવાંશ, કાવ્યના નાના. પ્રાર્થનાસભા રાખેલ નથી.
શ્રી વિશા સોરઠીયા વણિક
બામણાસાવાળા હાલ મલાડ શ્રી કમલેશ લાઘાભાઈ શાહ (ઉં.વ. ૬૦) તે જીતાના પતિ. વૃતીક્ષા તથા હસ્તિનાના પિતા. કિશોરભાઈ, દીપકભાઈ, કનકબેન હર્ષા વીરેન શાહના ભાઈ. ભરત દ્વારકાદાસ શાહ, રાજેશ દ્વારકાદાસ શાહ, પન્નાબેન હેમેન્દ્ર શાહના બનેવી. નીલા તથા હિતાના દિયર ૧૯/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ દહિસર સ્વ. નાથાલાલ પારેખના પુત્ર કનૈયાલાલ તે ૧૯/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે તરુલતાના પતિ. સ્વ. હસમુખરાય નાથાલાલ પારેખના ભાઈ. પલ્લવીના પિતા. વ્રજલાલ હેમરાજ મહેતા, સ્વ. તારાબેનના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
લેઉઆ પટેલ
મુંબઈ નિવાસી શ્રી મહેશભાઈ આપાભાઇ પટેલ (ઉં.વ. ૭૮) તે ૩૦/૧/૨૩ના અવસાન પામેલ છે. દિપીકાબેનના પતિ. દેવાંગ તથા પ્રિતેશના પિતા. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કપોળ
સથરાવાળા હાલ કાંદિવલી જયશ્રીબેન અને રસીકલાલ ગીરધરલાલ મહેતાના પુત્ર દિનેશભાઈના ધર્મપત્ની અ.સૌ. બિંદુબેન (ઉં.વ. ૫૮), રવિવાર, તા. ૧૯-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ અ.સૌ. કીમ્જલ પ્રણય મહેતાના માતુશ્રી. રીવાનના નાની, છાયા-કિશોરભાઈ, જ્યોતિ-અશ્ર્વિનભાઈના ભાભી. ઓથાવાળા સ્વ. કાંતિલાલ ધનજીભાઈ પારેખના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
સાવરકુંડલાવાળા સ્વ. કાંતાબેન ભીમજીભાઈ ગીરધરલાલ પારેખના પુત્ર ભરતભાઈ (ઉં.વ. ૬૬), સુરત મુકામે તા. ૧૯-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. અજય, જીગ્નેશના પિતા. અ.સૌ. સુમનના સસરા. સ્વ. સુરેશભાઈ, કિશોરભાઈ, સ્વ. દિલીપભાઈ, અ.સૌ. મધુબેન મધુસુદન મહેતા, અ.સૌ. દક્ષાબેન અરવિંદકુમાર સંઘવીના ભાઈ. ઓથાવાળા વૃજલાલ પ્રાગજીભાઈ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૨૩-૨-૨૩ના ગીરનાર સોસાયટીની વાડી, નાના વરાછા ગામ, સુરત, રાત્રે ૮ થી ૧૦ .
પુષ્કર્ણા બ્રાહ્મણ
સ્વ. કમલાબેન રણછોડદાસ પોકર્ણેના પુત્ર છબીલદાસ (ઉં. વ. ૭૫) ૧૯ ફેબ્રુઆરી, રવિવારના શ્રીજી ચરણ પામ્યા છે. તે લતાબેનના પતિ. તે સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. વલ્લભદાસ, સ્વ. દમયંતીબેનના ભાઈ. પરાગ તથા મેહુલના પિતાશ્રી. કાજલ અને હેમાના સસરા. સ્વ. લક્ષ્મીબેન ચરણદાસ જોષીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.નવગામ વિશા નાગર
માણસા હાલ કાંદિવલી (વે) સુરેશ વૃજલાલ શાહ (ઉં. વ. ૭૬) સોમવાર, ૨૦-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઈલાબેન શાહના પતિ. દીપક, ફાલ્ગુની (પીન્કી)ના પિતા. ચિંતનકુમાર કામિનીના સસરા. તે હર્ષ, શુભના દાદા. દિવ્યા, પાર્થના નાના. પ્રાર્થનાસભા: ગુરુવાર, ૨૩-૨-૨૩ના ૫ થી ૭. સ્થળ: શ્રી હાલાઈ લુહાણા બાલાશ્રમ, મથુરાદાસ એક્ષ્ટેન્શન રોડ, અતુલ ટાવરની સામે, કાંદિવલી (વે).
કપોળ
દેલવાડાવાળા સ્વ. દ્વારકાદાસ નરોત્તમદાસ ગોરડીયાના પુત્ર હરકીશન (ઉં. વ. ૭૬) હાલ મુંબઈ મુકામે ૧૯-૨-૨૩, રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રતિમાબેનના પતિ. તે નિર્વાણ, પ્રશાંત, મનીષાના પિતા. તે સોનલી, ઉર્વશી ને રાજા જતીનભાઈના સસરા. તે અ. સૌ. હસુમતી ગોકળદાસ, સ્વ. ધીરૂબેન પ્રવિણચંદ્ર, ગં. સ્વ. રસીકબેન મધુસુદન, સ્વ. કીશનભાઈ, ગં. સ્વ. ભારતીબેન અનંતરાય, સ્વ. રાજેન્દ્રભાઈના ભાઈ. જાફરાબાદવાળા સ્વ. અમૃતલાલ જગજીવનદાસ સંઘવીના જમાઈની પ્રાર્થનાસભા ૨૩-૨-૨૩, ગુરુવારે રાખેલ છે. સ્થળ: ભાટીયા મહાજન વાડી હોલ, ૩૯૮, કાલબાદેવી રોડ, ખાદી ગ્રામોદ્યોગની બાજુમાં, મુંબઈ-૦૨. સમય: ૫ થી ૭.
મોડાસા એકડા દશા ખડાયતા
મેઢાસણના હાલ અંબરનાથ જયંતકુમાર રણછોડદાસ શાહ (ઉં. વ. ૬૪) ૧૮-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે હેમાબેનના પતિ. તે જીતેશ અને નમ્રતાના પિતાશ્રી. તે રૂચિતાના સસરા. તે કાયરાના દાદા. તે સ્વ. પંકજભાઈ, ભદ્રેશભાઈ, વ્રજબાળાબેન, ગં. સ્વ. કુમુદબેન તથા ગં. સ્વ. વીણાબેનના ભાઈ. તે ગં. સ્વ. મધુબેન સૂર્યકાંત સોમાલાલ શાહના જમાઈ. સદગતની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૩-૨-૨૩ના ૨.૩૦ થી ૪.૩૦ કલાકે. ઠે. રોટરી કબલ સભાગૃહ, વડવલી સેકશન, અંબરનાથ (ઈ).