Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

પાટણ નિવાસી ચોધરીની શેરી હાલ મુંબઈ સ્વ. અમથીબેન સુરજમલ ચોધરીનાં સુપુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૮૭) તે મંજુબેનના પતિ. રાકેશ તથા રાજીવના પિતાશ્રી. અલકા તથા દિપલનાં સસરા. સાહિલ, પ્રિયંકા, સાહસ અને શ્ર્લોકાના દાદા. તે સુરેશભાઈ અને સ્વ. દિનેશભાઈ, સ્વ. નરેશભાઈ, સ્વ. કમુબેન, સ્વ. વિમુબેન, સ્વ. તારાબેન તથા સ્વ. પ્રેમિલાબેનના ભાઈ. તેમ જ તે કિર્તીભાઈ હિંમતલાલના સાળા તા. ૧૮-૨-૨૩, શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: ૧૪૨, એન્ટરપ્રાઈઝ એપાર્ટમેન્ટ, ફોરજેટ હિલ રોડ, તાડદેવ, ભાટિયા હોસ્પિટલ સામે, મુંબઈ-૨૬.
કપોળ
કેરીયામાડવાળા હાલ કાંદિવલી સ્વ. વિનોદરાય હરિલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. દિનતાબેન (ઉં.વ.૮૦) તા. ૧૮-૨-૨૩, શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ભાવેશભાઈ, સંજીવભાઈ, અ.સૌ. ફાલ્ગુનીના માતુશ્રી. ભાવિકા (ફાલ્ગુની), રશ્મી તથા અનિલકુમાર પ્રતાપરાય સંઘવીના સાસુ. સ્વ. ભૂપતભાઈ તથા હર્ષદભાઈના ભાભી. જયના દાદી તથા ધવલના નાની. જાનબાઈ દેરડીવાળા, સ્વ. લાલજી સમજી મહેતાની દીકરી. (સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.)
માધવપુર ગિરનારા બ્રાહ્મણ
હાલ બોરીવલી અ. સૌ. અરુણાબેન (ઉમર:૭૮) તે દેવેન્દ્ર ગૌરીશંકર પુરોહિતના પત્ની. દેવાંગ તથા જયના માતા. પૂજા જય પુરોહિતના સાસુ. સ્વ. ચંપાબેન દ્વારકાદાસ પુરોહિતના દીકરી. ચંદ્રિકા યાદવેન્દ્ર પુરોહિત તથા મિત્રવિંદા ઉપેન્દ્ર પુરોહિત, મંજુબેન તથા મધુરીના ભાભી. ૧૭/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગામ ચિતલ હાલ જોગેશ્વરી ધર્મેશ નટુભાઈ મેંઘજી પરમાર (ઉં.વ.૪૪) તે ૧૭/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કંચનબેન નટુભાઈ પરમારના પુત્ર. કલ્પનાબેનના પતિ. કૃતિકના પિતા. હર્ષા રમેશ વાળા, વીરેન્દ્રના ભાઈ. મહુવાવાળા સીમાબેન કિશોરભાઈ બાબુભાઇ રાઠોડના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૦/૨/૨૩ ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર કાર્ટર રોડ ૩ અંબા માતા મંદિર પાસે બોરીવલી ઈસ્ટ
ઇડર ઔદિચ્ય સત્તાવીશ જ્ઞાતિ
ગામ મેસણ હાલ મીરારોડ રમેશચંદ્ર વાસુદેવ ભટ્ટ (ઉં.વ.૭૦) તે ઇન્દુબેનના પતિ. પ્રીતિ, જીનલ રિતેશના પિતા. સ્વ. નંદુભાઈ, ચંદુભાઈ, બિપીનભાઈના ભાઈ. વિશાલકુમાર તથા મુદ્રાના સસરા. સ્વ. મૂળશંકર પ્રભાશંકર ભટ્ટ ના જમાઈ. ૧૭/૨/૨૩ ના રોજ દેવલોક પામેલ છે. લૌકિક વ્યકવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
નવનીત કુમાર રાણા જુનાગઢ હાલ કાંદીવલી ભારતીના પતિ. સ્વ. કમળાબેન તથા સ્વ. હરગોવિંદદાસ કરસજી રાણાના પુત્ર. દીના રમણીકાલ વિસાણી, સ્વ. લીના જયેન્દ્ર ગણાત્રા, કૃષ્ણ કુમારના ભાઈ. સ્વ. કાનજીભાઈ તથા સ્વ તારાબેન કાનજીભાઈ દાવડાના જમાઈ. અશ્ર્વિન દિલીપ કમલેશ યોગેશ તથા નીતા પ્રકાશ શાહના બનેવી. તા. ૧૮/૨/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦/૨/૨૩ના રોજ સાંજે ૫ થી ૬ કલાકે નિવાસસ્થાને: ન્યુ પાકીજા બિલ્ડીંગ કામ્પાઉન્ડ, એમ જી ક્રોસ રોડ ૧, ભારત બેંકની પાછળ કાંદીવલી વેસ્ટ
હાલાઇ લોહાણા
ગં. સ્વ સરલા (ઉં.વ.૭૨) તે હાલ કાંદિવલી સ્વ. નવીનચંદ્ર વસંજી રૂપારેલિયાના પત્ની. સ્વ. દામોદર ઠાકરશી તન્નાના દીકરી. બિપિનના બેન. જ્યોતિ તથા નિશા જીજ્ઞેશ શાહના માતા. લબ્ધીના નાની. ૧૮/૨/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
રામપરા વાળા હાલ મુંબઇ/નાગપુરના સ્વ વસંતરાય હરિદાસ વોરાના ધર્મપત્ની મધુકાન્તા (ઉં. વ. ૮૮) તા. ૧૭.૨ ૨૩ના નાગપુર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સનત, સંજય ચેતન, હર્ષા ગિરીશભાઇ સંધવી, વર્ષી વિક્રમભાઇ મોદી ના માતુશ્રી. સ્વ પ્રતાપરાયના ભાભી. શૈલા અલકા, કેતનાના સાસુ. ગોકળબેન નરોતમદાસ વૃજલાલ કાણકિયાના દિકરી. પુનિત, શશાંક, શ્રદ્ધા વિશ્વાસ ક્ષમા, માધવના દાદી. પ્રાર્થનાસભા હલાઈ લોહાણા બાળાશ્રમ મથુરાદાસ એક્સટેન્શન રોડ કાંદીવલી વેસ્ટ, તા: ૨૧.૨.૨૩ના સાંજે ૫ થી ૭.
ઘોઘારી મોઢ વણિક
મોરબી હાલ મુંબઇ ગં. સ્વ. રેવતીબેન દ્વારકાદાસ વજેરીયા તા. ૧૭-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે નીતા તથા પૂર્ણા દ્વારકાદાસ વજેરીયા, કીર્તિ શ્રીકાંતભાઇ પરીખ અને મીનાબેન જયોતીન્દ્રભાઇ શાહના માતુશ્રી. સ્વ. લાભશંકરભાઇ તથા સ્વ. અરવિંદભાઇ શીવલાલ મહેતાના બહેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ગુર્જર સુથાર જ્ઞાતિ
ગામ મોટી વિરાણી હાલ ઘાટકોપર નિવાસી સ્વ. લધુભાઇ દામજી લિંબાસીયાના જયેષ્ઠ પુત્ર અમૃતલાલ (બટુકભાઇ) તે સ્વ. સરલાબેનના પતિ. તે શશીકાંત, હરસુખરાય, દમયંતીબેન રમણીકલાલ વડગામા, સ્વ. સુરેશ, મહેશના મોટાભાઇ. તે સ્મિતા કેતન ગજજર, હર્ષા મનીષ શાહ, સંજય, રીટા રવિ શાહના પિતાશ્રી. તે કાજલ સંજય લિંબાસીયાના સસરા. તે મોહનીશ, નિહાલના દાદા. તે આકાશ, અવની, વૈષ્ણવી, જાનવીના નાના. શુક્રવાર, તા. ૧૭-૨-૨૩ના સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
દેલવાડાવાળા હાલ મુંબઇ સ્વ. વિઠ્ઠલદાસ ભગવાનદાસ સંઘવીના પુત્ર હર્ષદરાય સંઘવી (ઉં. વ. ૮૨) તા. ૧૮-૨-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે અલકાબેનના પતિ. સ્વ. નિર્મળાબેન પ્રવીણભાઇ અજમેરા, સ્વ. પ્રવીણભાઇ વિઠ્ઠલદાસ સંઘવી, ભારતીબેન અશોકભાઇ વોરાના ભાઇ. સિહોરવાળા સ્વ. ગમનભાઇ પ્રતાપભાઇ મહેતાના જમાઇ. બીનાબેન કૌશીકભાઇ પારેખ, મહેશભાઇ તથા મનિષભાઇના પિતા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ મોટા બંદરા હાલ નખત્રાણા મંજુલાબેન (ઉં. વ. ૭૧) તા. ૧૭-૨-૨૩ના અવસાન પામ્યા છે. તે નરભેરામ વેલજી વીંછીના પત્ની. સ્વ. કાનજ વેલજી છાટબાર (ડૂમરા)ના પુત્રી. તે રાજેશ, સ્વ. મનોજ, નયના, ભાવનાના માતા. તે સ્વાતિ, ગં.સ્વ. જયોતી, જીતેશ મચ્છર, તુષાર ઠક્કર (ભુજ)ના સાસુ. તે સોહમ અને નિહારના દાદી. તે હર્ષ, ધ્વનિ અને જોયના નાની. સ્વ. ડુંગરશી, જયંતીલાલ, સાકરીબેન, તારાબેન, લીલાવંતીબેન, વિમળાબેનના બહેન. તે નીતિન, કમલેશ, રજની, નવીન, વિનોદ, દિનેશ, મીના અને સ્વ. લીલાધરના કાકી. પ્રાર્થનાસભા તા. ૨૦-૨-૨૩ના સોમવારે સાંજે ૪થી ૫. ઠે. ભાનુશાલી વાડી, નાંદીવલી રોડ, ડોમ્બિવલી (ઇ) ખાતે રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -