હિન્દુ મરણ
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
પાલીતાણા હાલ મહુવા નિવાસી અ.સૌ. ચંદ્રિકાબહેન ચંદ્રકાન્ત ભટ્ટ (ઉં. વ. ૭૯) બુધવાર, તા. ૧૫/૨/૨૩ના મુંબઈ મુકામે શિવધામ પામ્યા છે. તે સ્વ. રસિકભાઈ, ઇન્દુબહેનના નાના ભાઈના પત્ની. દિલીપભાઈ, પ્રવિણભાઇ, ચંપાબહેન, વસંતબહેન, સ્વ. મધુબહેન, જયશ્રીબહેનના ભાભી. ઉસરડ હાલ મુંબઈ નિવાસી મનહરભાઈ ટપુલાલ બધેકા, કશ્યપભાઈ, સ્વ.જસુબહેન, સ્વ. નલિનીબહેન, લલિતાબહેન, સ્વ. હંસાબહેન, જ્યોતિબહેનના બહેન. સુધીરભાઈ, જયભાઈ, બ્રહ્માકુમારી પ્રીતિબહેનના માતાશ્રી. અ.સૌ. હર્ષાબહેન, અ.સૌ. જાગૃતિબહેનના સાસુમા. ધર્મિલ, શૈલજાના દાદીની બંને પક્ષની સાદડી શુક્રવાર, તા.૧૭/૨/૨૩ ના ૪ થી ૬, નિવાસ સ્થાન ૨૨, વી. ટી. નગર, મહુવા ખાતે ઉત્તરક્રિયા તા. ૨૫.૨.૨૦૨૩ના શનિવારે રાખેલ છે.
દેસાઇ સઇ સુતાર જ્ઞાતિ
ઘોઘા હાલ મુલુંડ નંદલાલ હરગોવિંદભાઇ સરવૈયા (ઉં. વ. ૮૧) તે શારદાબહેનના પતિ. કે કાશ્મીરા રમેશ ગોહિલ, મિનાક્ષી સુરેશ જાદવ અને ગુંજન રોહિત સોલંકીના પિતા. તે સ્વ. કિશોરભાઇ અને પ્રદીપભાઇ પ્રવિણચંદ્ર તથા દિપક વૃજલાલ સરવૈયાના કાકા. તે લીલીબેન નટવરલાલ ગોહિલના ભાઇ અને ભાવનગર નિવાસી બાબુભાઇ વશરામભાઇ ગોહિલના મોટા જમાઇ બુધવાર, તા. ૧૫-૨-૨૩ના રામશરણ પામેલ છે. તેમની સાદડી તા. ૧૭-૨-૨૩ના શુક્રવારે ૪થી ૬. ઠે. મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, ડો. આર. પી. રોડ, સ્મશાનની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
કંડોળિયા બ્રાહ્મણ
જાફરાબાદવાળા હાલમાં ભાઈંદર સ્વ. રામચંદ્ર કરુણાશંકર જોષીના ધર્મપત્ની ગં. સ્વ. ધર્મિષ્ઠાબેન (ઉં. વ. ૮૧), તે સ્વ. જયેશ તેમજ મનીષ તથા છાયાબેનના માતુશ્રી. અ. સૌ. કૃપાલીબેન તથા કપિલભાઈ લાભશંકર ભટ્ટના સાસુ. પિયર પક્ષે ખંભાતવાળા સ્વ. ઠાકોરલાલ મૂળશંકરના દીકરી. સ્વ. રેણુકાબેન ભુપતભાઈ અધ્યારુ રાજકોટવાળાના બેન તથા મોસાળપક્ષે અમરેલીવાળા છગનલાલ પ્રભુરામ અધ્યારુના ભાણેજ મંગળવાર, તા. ૧૪-૨-૨૩ના કૈલાસવાસી થયેલ છે. સર્વપક્ષીય પ્રાર્થનાસભા ૨૦-૨-૨૩ને સોમવારે ૪ થી ૬. પ્રાર્થના સ્થળ: વિનાયક સમાજ મંદિર હોલ, વિનાયક મંદિર, રેલવે સ્ટેશન સામે, ભાઈંદર (વેસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
મુંબઇ નિવાસી ગં. સ્વ. ભાનુબહેન બંકિમચંદ્ર ઠક્કર (ઉં. વ. ૮૦) તે સ્વ. રાધાબેન હીરાલાલ લખમશી (લોખંડવાલા)ના પુત્રવધૂ. સ્વ. શાંતાબેન ગોકુલદાસ સોમયાની પુત્રી. તે ક્રુતિ મિલન ગણાત્રા, વિશાલ-રંજની ઠક્કરના માતુશ્રી. તે સ્વ. રાજેશભાઇ, હરેશભાઇના ભાભી. તે વિમુબેન દિલીપભાઇ રાજદેવ કામા, સ્વ. વિજયભાઇ, જીતુભાઇ સોમાયાના બહેન ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
જામનગર હાલ ઘાટકોપર ગં.સ્વ. નિર્મળાબેન દેવીદાસભાઇ ધ્રુવ (ઉં. વ. ૯૫) તા. ૧૪-૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે હરેશભાઇ, કમલેશભાઇ, કેતનભાઇ, સ્વ. ઇંદીરાબેન જશવંતલાલ ઘીયાના માતા. જયોત્સનાબેન, પ્રતિમાબેન અને રાધાબેનના સાસુ. સ્વ. જયાબેન હરીદાસ સાંગાણી, સ્વ. ચંપકભાઇ ફૂલચંદ ગગલાણી અને સ્વ. મુક્તાબેન જમનાદાસ સાંગાણીના બેન. તે પાયલ, વિરલ, પૂર્વી, ધવલ, રીમા, ઝરણા, પ્રિયંકા, કિંજલ, વૃધ્ય, હિૃદવીના દાદી.
કચ્છી લોહાણા
કચ્છ સુમરી (રોહા)ના હાલ ઘાટકોપર સ્વ. સાકરબેન અને સ્વ. લાલજી દયાળજી કોઠારીના પુત્ર પ્રકાશભાઇ (ઉં. વ. ૬૨) તે સ્વ. જમનાદાસ, વિનોદ, સ્વ. હરેશ, સ્વ. સરલાબેન ચંદ્રકાન્ત દાવડા, સૌ. કમળાબેન મહેન્દ્રભાઇ પટેલ, સૌ. નિર્મળાબેન (બેબીબેન) મહેન્દ્રભાઇ ચંદનના ભાઇ. ગં. સ્વ. શારદાબેન જમનાદાસ કોઠારી અને ગં. સ્વ. ઉષાબેન હરેશ કોઠારીના દિયર તે તા. ૧૫-૨-૨૩ના બુધવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુતાર
ગામ અમરેલી હાલ મગનભાઇ (ઉં. વ. ૮૨) તે તા. ૧૪-૨-૨૩ના મંગળવારના દેવચરણ પામ્યા છે. તે હિતેશભાઇ, નવનીતભાઇ, આશાબેનના પિતા. તે ઉર્મિલાબેન, વર્ષાબેન અને કિશોરભાઇના સસરા. તે હિંમતભાઇ વિરજીભાઇ કારેલીયાના બનેવી. તે પ્રજ્ઞેશ, રુચિત, આદિત્યના દાદા. તથા જલના પરદાદા. પ્રાર્થનાસભા તા. ૧૭-૨-૨૩ના શુક્રવારે સાંજના ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ હોલ, શંકરરાવ ચોક, ગજાનન વિદ્યાલયની બાજુમાં, કલ્યાણ પશ્ર્ચિમ.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
સ્વ. જોશી લીલાવંતીબેન પાંધી (ઉં. વ. ૯૧) કચ્છ ગામ નુંધાતડ હાલ મુંબઇમાં રામશરણ પામેલ છે. તે સુંદરજી નાનજી પાંધીના ધર્મપત્ની. જોષી ગોમાબાઇ નાનજી પાંધીના પુત્રવધૂ. જોષી હરિરામ (વીઝાણ)ના પુત્રી. સ્વ. મોરારજી જોષીના બહેન. સ્વ. જગદીશ પુરુષોતમ જોશી (બિટા)ના સાસુ. ગં. સ્વ. કમળાબહેનના માતાજી. પ્રાર્થનાસભા તા. ૧૭-૨-૨૩ના શુક્રવારના સાંજે ૫થી ૭. ઠે. સારસ્વત વાડી, ૨જે માળે, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ).
જામનગર વિશા ઓસવાલ જ્ઞાતિ
જામનગર નિવાસી સ્વ. મયાકુંવરબેન કેસરીસિંહના પુત્ર તથા સ્વ. રંજનબેન ચમનલાલ ઝવેરીના જમાઈ સુરેશભાઈ (ઉં.વ. ૭૫) તે ઉષાબેનના પતિ. કાર્તિક-અ. સૌ. જીજ્ઞાના પિતા. રસિકભાઈ, ઇન્દ્રવદનભાઈ, મીનાબેન તથા ચીનાબેનના ભાઈ. ૧૫/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૯/૨/૨૩ના ૪ થી ૬ દામોદરવાડી, અશોકનગર, કાંદિવલી ઈસ્ટ.
સુરતી લાડ વણિક
અ. સૌ. આરતી ભરત મહેતા (ઉં.વ. ૬૩) તે ભરત દલપત મહેતાના પત્ની. શોભા દિનેશચંદ્ર જરીવાલાના પુત્રી. ભાવિન દિનેશચંદ્ર જરીવાલા તથા નીતા ધર્મેશ પરીખના બેન. ૧૫/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
કરાચીવાળા હાલ કાંદિવલી નવનીતલાલ ચુનીલાલ મણિયારના ધર્મપત્ની અ. સૌ. મધુબાલા મણિયાર (ઉં.વ. ૮૫) સ્વ. રાધાબેન મહેતા તથા સ્વ. જયાબેન પરીખના ભાભી. સ્વ. રંજનબેન ઉમેદલાલ મણિયારના દેરાણી. વર્ષા રોહિત મેહતા, મનિષા મનીષ મહેતા તથા નિશા નીતિન કક્કાના માતુશ્રી. સ્વ. વિજયાબેન મનસુખલાલ મહેતાના દીકરી. ૧૪/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મોઢ માંડલિયા
મૂળગામ વડતાલ હાલ કાંદિવલી સુરેશભાઈ ડાહ્યાભાઈ શાહ (ઉં.વ. ૮૨) તે ૧૨/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે મૃદુલાબેનના પતિ. પારૂલ, અલ્પા તથા નિશાના પિતા. નિલેષકુમાર, રાજેશ તથા બ્રિજેશના સસરા. રમેશભાઈ, રજનીભાઇના ભાઈ. સ્વ. જગજીવનદાસ જીવરાજ મુછાડાના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લોહાણા
હાલ મલાડ નિવાસી સુભાષચંદ્ર રમણીકલાલ કેશાણી (ઉં.વ. ૭૯) તે ૫/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૭/૨/૨૩ના ૧૧ થી ૨ સવિતા સદન હોલ, મલાડ સબવેની બાજુમાં, મલાડ આર. ટી. ઓ ઓફિસની સામે, મલાડ વેસ્ટ.
મોઢ વણિક
મુળ અંક્લેશ્ર્વર નિવાસી હાલ બોરીવલી અ.સૌ. સુર્યાબેન (શોભના) લોખંડવાલા (ઉં.વ. ૮૦) મંગળવાર ને તા. ૧૪-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ શ્રી સુરેશચંદ્ર જયંતીલાલ લોખંડવાળાના ધર્મપત્ની. ભાવેશ-સ્વાતિ અને દિપેશ -જીગીષાના માતુશ્રી. શૈલેષ, જગદીશ તથા સ્વ. રક્ષા અશોક શેઠના ભાભી. તે પિયરપક્ષે વાડી નિવાસી સ્વ. મણીબેન ચંદુલાલ શાહના પુત્રી. સ્વ. રતુભાઇ, સ્વ. કાંતીભાઇ, વાડીભાઇ, સ્વ. સરલાબેન અને કનુભાઇના બેન. તેમની બંનેપક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૭/૨/૨૩ના ૫ થી ૭ દરમ્યાન સોનીવાડી, શીમ્પોલી ક્રોસ લેન, એસ વી રોડ, બોરીવલી પશ્ર્ચિમ.
કચ્છી ભાટિયા
અમરાવતી નિવાસી હાલ મુંબઈ પ્રકાશ જમનાદાસ ખીમજી પાલેજા (ઉં.વ. ૭૨) તે સ્વ. ભારતીબેનના પતિ. સ્વ. દ્વારકાદાસ જીવનદાસ ગાજરીયાના જમાઈ. ધ્વનિના પિતા. અંકિત દેવેન્દ્ર સંપટના સસરા. સ્વ. ગોકુલદાસ, જીતેન્દ્ર, સ્વ. દિલીપ, ચેતના દિનેશ ભાટિયા, સુધા હેમંત ભાટિયાના ભાઈ ૧૬/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી વિશા સોરઠીયા વણિક
ઝરીયાવાડાવાડા હાલ મલાડ, ગં. સ્વ. મંછાબેન ભગવાનદાસ માવાણી. (ઉં. વ. ૮૬) ગુરુવાર ૧૬-૦૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે પરેશ, અલકા, નિલેશ, યોગેશના માતુશ્રી. સુરેશભાઈ, ભાવનાબેન, ડિમ્પલબેન, કામિનીબેનના સાસુ. નિમેશ, માનસી હિતેશ કેશવાની, મનાલી, ઈન્દ્ર, દિવ્યાંકના દાદી. દેવાંગી, માધવ, જુલી, યજ્ઞેશના નાની, તે વેરાડ વાડા સ્વ.ઝવેરચંદ રામજી શાહના દિકરી. લૌકિક રિવાજ બંધ છે.