હિન્દુ મરણ
સ્વ. વીસનબા હીરજી નરમ કચ્છ ગામ નરેડા હાલે પુનાના પુત્ર ગોદાવરીબેનના પતિ મોરારજી હીરજી નરમ (ઉં.વ. ૭૫) પુના મુકામે તા. ૧૧/૨/૨૩ શનિવારના રામશરણ પામેલ છે. વિજય ઉર્ફે ગોપી, જીગ્નેશ, શિલ્પાબેન અને શૈલેષના પિતાશ્રી. શોભનાબેન, મીનાબેન, જીજ્ઞાબેનના સસરા. સ્વ. લીલાધર જાદવજી દુઆખોંભડીયાના જમાઈ. સ્વ. મંગલદાસ, સ્વ. બાબુભાઈ, શંકરલાલભાઈ, સ્વ. અનુસુયાબેન મંગલદાસ, શાંતાબેન ખટાઉ, સાવિત્રીબેન શંકરલાલ, ગં. સ્વ. નિર્મલાબેન મેઘજીના ભાઈ. જીગર, પ્રીત, જય, મહીમા મેહુલ રૂપારેલ અને મયંકના દાદા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨/૨/૨૩ રવિવારના ૪ થી ૫ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પાલખી ચોક, કીરાડ ગલ્લી, ભવાની પેઠ પુના.
કચ્છી લોહાણા
સ્વ. પાર્વતીબેન રવજી પોપટ (બચુભાઇ)ના પુત્રવધૂ અ. સૌ. પુષ્પાબેન (ઉં. વ. ૬૪) તે જગદીશકુમાર રવજી પોપટ હાલ અંજારના ધર્મપત્ની. પંક્લિ તથા ઉર્મિના માતુશ્રી. સ્વાતિ તથા ઉદયકુમારના સાસુજી. તે સ્વ. નિર્મળાબેન મોહનલાલ તન્ના-અંજારના પુત્રી. જીતેન્દ્ર, રમેશ, હરેશ તથા નયના જગદીશ ચોથાણીના બહેન. ગીતા અરવિંદ ચંદે તથા ગં. સ્વ. લતા અરુણા દૈયાના ભાભી. તા. ૮-૨-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ મસ્કા હાલ ગુંદિયાલી કચ્છના સ્વ. દિલીપકુમાર નાનાલાલ મહેતા (ઉં. વ. ૬૩) તા. ૮-૨-૨૩ના અવસાન પામેલ છે. તે ગં. સ્વ. નર્મદાબેન નાનાલાલ મુરજી મહેતા હાલે ગુંદિયાલીના નાનાપુત્ર. ગં. સ્વ. હંસાબેનના પતિ. પિયુષકુમાર, મિતલબેનના પિતા. હ્ીતીબેનના સસરા. મહેન્દ્રકુમાર મહેતાના ભાઇ. પુષ્પાબેન રાજેશ કેશવાણીના ભાઇ. સ્વ. વિરમતીબેન હંસરાજ ઉગાણીના જમાઇ. (ગામ સુથરી) તેમની પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૩ના સાંજે ૫થી ૬.૩૦. ઠે. લવકુશ હોલ, એમ. જી. રોડ. કીર્તિમહેલ હોટેલની ઉપર, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ વિશા દિશાવળ વણિક
ગામ ગોઝારીયા હાલ ગોરેગામ સ્વ. શકરાલાલ શાહના સુપુત્ર અશોકકુમાર (ઉં. વ. ૭૯) બુધવાર તા. ૮-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સુમિત્રાબેનના પતિ. અમર, સ્વ.પન્નાબેન, રૂપાબેન, સોનલબેનના પિતા. સતિષભાઇ, જગદીશભાઇ, સુધાબેન, ભરતભાઇના મોટાભાઇ. રિષી, પિઆ, ઇશાના દાદા-નાના. શ્ર્વસુર પક્ષે શાહ નટવરલાલ વાડિલાલ (લાધણજ)ના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૨-૨-૨૩ના ૫થી ૭. ઠે. સરદાર પટેલ હોલ, (જવાહરનગર હોલની) સીટી સેન્ટર સામે, શિવસેના ઓફિસ સામે, એસ. વી. રોડ, ગોરેગામ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
બોટાદ હાલ મુંબઇ (પૂના) સ્વ. હર્ષદાબેન અને નટવરલાલ પારેખના પુત્રવધૂ. અતુલના ધર્મપત્ની. અ. સૌ. ભાવના પારેખ (ઉં. વ. ૬૪) તા. ૬-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કુનાલના માતા. કેતનભાઇ અને બિન્દુબેનના ભાભી.અ. સૌ. આસ્થાના સાસુ. સ્વ. વસંતબેન મહેન્દ્રભાઇ શેઠના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
સારસ્વત બ્રાહ્મણ
માતુશ્રી મનહરબેન બાબુભાઈ સાતા, (ઉં.વ. ૯૧) તા. ૮-૨-૨૩ના અવસાન પામ્યા છે. તે કૌશિકભાઈ બી સાતા, અંજાુબેન ની. મહેતા, ભરતભાઈ બી. સાતા, પ્રીતિબેન બી. સાતા. રહેઠાણ: આંબોલી, અંધેરી, પશ્ર્ચિમ.
મોઢ બ્રાહ્મણ
માતુશ્રી ઈલાબેન કિરીટભાઈ ત્રિવેદી (ઉં.વ. ૭૩) માટુંગા મુંબઈ ખાતે તા.૮-૨-૨૩ના સ્વર્ગલોક પામ્યા છે. તા. ૨૦-૨-૨૩, સોમવારના રોજ સરવણી વિધિ છે. સમય સવારે ૧૦થી ૧૨ મુંબઈ ખાતે લૌકિક ક્રિયાઓ રાખેલ નથી. ઉત્તરક્રિયા સિદ્ધપુર, ગુજરાત ખાતે રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ટપ્પર-સોનારાવાડી- હાલે ડોમ્બિવલી ગં.સ્વ. વેલબાઈ (ઉં.વ. ૯૪) તે સ્વ. માધવજી લાલજી રાયમંગીયાના પત્ની. તે સ્વ. રામબાઈ રામજી ચંદે કચ્છ ગામ હરુડી (હજાપર)ના સુપુત્રી. તે ગં.સ્વ. કાંતાબેન જગદીશ ભીંડે, નવીનભાઈ, મોહનભાઈ, સ્વ. તારાબેન, હરેશભાઈ તથા સ્વ. રાજેશભાઈના માતુશ્રી. તે ઉષાબેન, લક્ષ્મીબેન, જિજ્ઞાબેનના સાસુજી. તે ગં.સ્વ. મણીબેન પુરુષોત્તમ રાયચના, જાધવજી, સ્વ. જેઠાલાલના બહેન. તે ભૂમિકા સચિન રામાણી, રીંકલ પારસ દેઢિયા, અંબિકા નીશિત વોરા, બાદલ, રાહુલ, પ્રિયંકા સતીશ (પ્રીત) ગોરી, વિશાલ તથા ભાગ્યશ્રીના દાદીમા. તા. ૯-૨-૨૩ને ગુરુવારના રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૩ને રવિવારના રોજ ડોમ્બિવલી ગુજરાતી સમાજ, ૧૦૧, કસ્તુરી બિલ્ડિંગ, સાલુ હોટેલની પાસે, રોશન ઔટોમોબાઈલની સામે, તિલક રોડ (ફડકે ક્રોસ રોડ), ડોમ્બિવલી (ઈસ્ટ) ૫.૦૦થી ૬.૩૦ (લૌકિક વ્યવહાર બંધ છે.)
હાલાઈ લોહાણા
મીના ઘેલાણી – જામ ખંભાળિયાવાળા હાલ વિલેપાર્લે (ઉં.વ. ૬૧), તે પ્રશાંત લક્ષ્મીદાસ હરિદાસ ઘેલાણીના ધર્મપત્ની. તુલસીદાસ કાનજીભાઈ રાયકુંડલીયા ચંદ્રપુરવાળાના સુપુત્રી. તે કૌશા તથા દીપશિખાના માતૃશ્રી. પુશમીંદર અજયસિંહ રાઠોડ અને જીતેન ગુલાબભાઈ જગસીયાના સાસુમા, શુક્રવાર, તા. ૧૦-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. શોકસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. તરલાબેન ત્રિકમદાસ આશર (ઉં.વ. ૮૯ ), તે સ્વ. હરિદાસ વલ્લભદાસ (કચ્છ માંડવી)ના પુત્રવધૂ. સ્વ. હંસરાજ હરિદાસ તથા સ્વ. ક્રિષ્ણાબાઈ લીલાણીના પુત્રી. સ્વ. અશોક, સ્વ. દિનેશ, પ્રજ્ઞા તથા ઇલાના માતુશ્રી. સ્વ. નલીનભાઇ, સ્વ. મૂળરાજભાઈ, સ્વ. લાલજીભાઈ, કમળાબેન, સ્વ. વિમળાબેન તથા કાંતુબેનના બહેન શનિવાર તા. ૧૧ ફેબ્રુઆરીના દિવસે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
આટકોટ હાલ ગોરેગામ અનંતરાય નારણદાસ જગડ (ઉં.વ. ૮૭), તે સ્વ. નંદલાલભાઈ, સ્વ. છોટુભાઈ, સ્વ. વ્રજલાલભાઈ, પુષ્પાબેન જોગી અને ઇન્દુબેન દયાણીના ભાઈ. સ્વ. મૂળજી આણંદજી પડીયાના જમાઈ. સ્વ. રમાબેનના પતિ. દીપક, વિરલ અને ભામિની અનિલ સકસેરીયાના પિતાશ્રી. મિનાક્ષી અને હેમાના સસરા તા. ૮-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે.
કચ્છી લોહાણા
સ્વ. કંકુબેન મોતીરામ શિવજી ચોથાણી કચ્છ ગામ કારિતલાવડી હાલે મુલુંડના પુત્ર લક્ષ્મીદાસ (ઉં.વ. ૮૧) તે વિજયાબેન (બેબીબેન)ના પતિ. સ્વ. માધવજી રવજી કોટક ગામ વડઝરવાળાના જમાઈ. તે સ્વ. નર્મદાબેન, સ્વ. કાંતાબેન, સ્વ. લવજી (ચંદુ)ના ભાઈ. તે કલ્પેશ, નિમેષ, યજ્ઞેશના પિતા. તે રીના, ભારતીના સસરા. તે તા. ૧૧-૨-૨૩ શનિવાર શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૩ રવિવાર ૫ થી ૬-૩૦. સ્થળ: બ્રહ્માંડેશ્ર્વર ભક્ત મંદિર, જવાહરલાલ નહેરુ રોડ, મુલુંડ (પ). બહેનોએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
અ. સૌ. જ્યોતિબેન રમેશભાઈ સૂચક (ઉં.વ. ૬૨) કચ્છ (નખત્રાણા) હાલ મુલુંડ. તે સ્વ. ગ. સ્વ. જમનાબેન તથા સ્વ. મથુરાદાસ હરિરામ સૂચકના પુત્રવધૂ. તે સ્વ. લીલાવતીબેન તથા સ્વ. હંસરાજ ડોસાભાઈ રૂપારેલ કચ્છ – સંઘડવાળાના પુત્રી. કલ્પેશ તથા હેતલના માતા. તે ગૌરવકુમાર વિનોદભાઈ ચંદેના સાસુ. જયંતીભાઈ, હિંમતભાઈ, વિજયભાઈ તથા ગ. સ્વ. અનુબેન વિજયકુમાર આડઠક્કરના ભાભી શુક્રવાર, તા. ૧૦મી ફેબ્રુઆરીએ રામશરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૨-૨-૨૩ ૫.૩૦ થી ૭ ભાગીરથી ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, આર.પી. રોડ, મુલુંડ (વેસ્ટ). બૈરાઓએ એજ દિવસે આવી જવું. લૌકિક વ્યહવાર બંધ છે.
કપોળ
સિહોર હાલ કાંદિવલી નવીનચંદ્ર વસંતરાઈ દુર્લભદાસ મેહતા (ઉં.વ. ૮૪), તે રંજનબેનના પતિ. તે દીના, જીગ્ના, બિમલ અને સંજયના પિતા. તે અલ્પા, કોમલ, જયંત જસવંતરાય સંઘવી અને જતીન નવનીતરાય મેહતાના સસરા. તે જયંતિભાઈ, હંસાબેન શામળદાસ દોશી અને ભાનુબેન ચંપકલાલ ગાંધીના ભાઈ. તે સ્વ. ચુનીલાલ વિશ્રામ સંઘવીના જમાઈ તા ૯-૨-૨૩ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૩ના રવિવાર ૫ થી ૭ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, હાલાઈ લોહાણા મહાજન વાડીની સામે, એસ.વી રોડ, કંદિવાલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મેઘવાળ
ગામ રોહિશાળા (હાલ મુંબઈ, રામદેવ નગર)ના હીરાબાઈ તથા ધનજી રાજા વાઘેલાના પુત્ર પ્રવીણભાઈ (ઉં.વ. ૫૫) તા. ૭-૨-૨૩ના મંગળવારે દેવલોક પામ્યા છે. તેઓ દિનાબેનના પતિ. કુણાલ, દિવેશના પિતા. શાંતાબેન, ચંપાબેન, સવિતાબેન, નીરુબેન, સ્વ. સંતોકબેનના ભાઈ. ગં. સ્વ. બાયાબેન તથા સ્વ. ખીમજીભાઈ માલજી ભાસ્કરના જમાઈ. સ્વ. કાંતિભાઈ ભાસ્કર, મનોજભાઈ ભાસ્કરના બનેવી. તેમના બારમાની વિધી તા. ૧૨-૨-૨૩ના ૫.૦૦. રામદેવ પીર મંદિર સભાગૃહ, રામદેવ નગર, ચિંચપોકલી ખાતે.
કચ્છી લોહાણા
અ.સૌ. સવિતાબેન ઠક્કર (કાનજી મનજી કોઠારી) (ઉં. વ. ૮૨) ગામ કોટડા (રોહા) હાલે મુંબઈ તા. ૮-૨-૨૩ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે દેવેન્દ્રભાઈ કલ્યાણજી ઠક્કરના ધર્મપત્ની. તે જયદીપ, ગં. સ્વ. ભારતીબેન મહેશભાઈ, અ.સૌ. ચેતનાબેન જગદીશભાઈના માતુશ્રી. તે અ.સૌ. રચનાના સાસુમા. શિવાંકના દાદીમા, મિહિર, આશિષ, ડૉ. પૂજા કરણભાઈ ઠક્કર અને કોમલના નાનીમા. તે સ્વ. માવજીભાઈ મોરારજી સચદે ગામ મસ્કાઈવાલાની સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૩ રવિવાર ૫ થી ૭. સ્થળ : પરમેશ્ર્વરી સેંટર, ૧લે માળે, નંદવન ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટની સામે, આશા નગર, મુલુંડ (પશ્ર્ચિમ), અચીજા હોટેલ પાસે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. મણીબેન ખેતસી સેજપાલ વાયોરવાળાના સુપુત્ર દીલીપભાઈ તે વીજયાબેનના પતિ (ઉં. વ. ૭૬) તા. ૯-૨-૨૩ના રોજ રામશરણ પામેલ છે. (હાલ મુલુંડ) તે ભગવાનભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈ, હરીશભાઈ, રાજુભાઈ, મધુરીબેન ગોવિંદજી, જયાબેન વીરસેન, સેના લાલજીના ભાઈ. તે સ્વ. સાકરબેન જાદવજી બડીયા નાગરેચા વાળાના જમાઈ. તે દીપીકા સુભાષ, પૂજા અજય, રીટા મનોજ, પીંકી પ્રકાશના પિતાશ્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
લેઉઆ પટેલ
સ્વ. પુષ્પાબેન પટેલ ગામ ઉમરેઠ (હાલ – મુંબઈ) તે સ્વ. હસમુખભાઈ બકોરભાઈ પટેલના ધર્મપત્ની. તે અમિતભાઈ, પ્રિતિબેન અને અલ્પાબેનના માતુશ્રી અને રીનાબેન, ઉત્પલભાઈ અને ધર્મેશભાઈના સાસુજી. ઋષભના દાદી અને રીજુલ, મનીત, ધારાના નાની તા. ૧૦-૨-૨૩ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૨-૨૩ના ૫ વાગ્યાથી ૬.૩૦. સ્થળ: શ્રી રામજી અંદર્જીની વાડી, ચંદાવરકર રોડ, માટુંગા-૧૯.
કચ્છી લોહાણા
કચ્છ મોટી વિરાણી હાલે મુલુંડ ઠા. ખીમજી કાનજી ઘેરાઈના ધર્મપત્ની અ. સૌ. તારાબેન (ઉં. વ. ૭૨) તે કચ્છ મુંરૂવાળા સ્વ. કાનજી લીલાધર બારૂના પુત્રી. ઈલાબેન અક્ષયકુમાર કતીરા, જગદીશના માતા. ગીતાબેનના સાસુ. ઉમરશીભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. દમયંતીબેન તુલસીદાસ, ગં. સ્વ. ચંદ્રાબેન મથરાદાસ, ગં. સ્વ. બેબીબેન મથરાદાસ, ગં. સ્વ. એકદાસીબેન હીરાલાલના બેન. સ્વ. મુલજીભાઈ, સ્વ. મથરાદાસ, સ્વ. જમનાદાસ, સ્વ. નવીનભાઈ, વિનોદભાઈ, નરેન્દ્રભાઈ, લીલાબેન, હંસાબેનના ભાભી શનિવાર, તા. ૧૧-૨-૨૩ના રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૨-૨-૨૩ના ૫.૩૦ થી ૭. શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
દશા મોઢ માંડલિયા વણિક
નાલાસોપારા નિવાસી, ગં.સ્વ. લલિતાબેન (ઉં.વ. ૭૮), તે સ્વ. કનૈયાલાલ કાશીદાસ શાહ (જુહુવાળા)ના પત્ની. તે ગં.સ્વ. દીપા (ગીતા) મુકેશ દામાણી, વિભા દીપક મહેતા તથા નિલેશના માતુશ્રી. નિશાના સાસુજી. હીરલ અને હિરવીના દાદી. સ્વ. પ્રાણજીવનદાસ હેમચંદ રૂપાણીના પુત્રી, તા. ૧૦-૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.