નવી દિલ્હી: દક્ષિણનાં ચાર રાજ્યોમાં મિશનરીઓ કરતાં હિન્દુ ધાર્મિક ગુરુઓ સારી સેવા પૂરી પાડે છે, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે અહીં શુક્રવારે જણાવ્યું હતું.
આરએસએસ ખાતે રાષ્ટ્રીય સેવા સંગઠનને સંબોધતા ભાગવતે કહ્યું હતું કે, આ સેવા સ્વસ્થ સમાજની રચના માટે હોવી જોઈએ. સમાજના કોઈપણ વર્ગને જો વંચિત રાખવામાં આવે તો તેમનો દેશના ઉત્થાન માટે ઉદ્ધાર કરવો જોઈએ. સામાન્યપણે બૌદ્ધિકો મિશનરીઓને તેમની સેવા માટે યાદ કરતા હોય છે, પણ દક્ષિણનાં ચાર રાજ્યોમાં હિન્દુ ધાર્મિક ગુરુઓ મિશનરીઓ કરતાં સારું કામ કરી રહ્યા છે, એમ ભાગવતે વધુમાં જણાવ્યું હતું.