બોક્સ ઓફિસ સક્સેસ કે લોકપ્રિયતા કરતાં એક ઉત્તમ વૉર ફિલ્મના માપદંડ અનેકગણા ઊંચા અને અલગ હોય છે
ફિલ્મનામા -નરેશ શાહ
શિન્ડલર્સ લિસ્ટ કે નો મેન્સ લેન્ડ જેવી ફિલ્મોને વૉર-િ ફલ્મ કહેવામાં આવતી હોય તો ખેદ સાથે કહેવું પડે કે હિન્દી સિનેમા હજુ એ કક્ષ્ાાની વોર-ફિલ્મ પોતાના ખાતામાં જોડી શક્યું નથી. આપણી યુદ્ધ ફિલ્મોની યાદી પૂછો તો ચેતન આનંદની હકીક્તથી શરૂ થઈને જે. પી. દત્તાની બોર્ડર સુધી આવી અટકી જાય. એ પછી પણ ભાર દેવાથી યાદ આવે એવી ફિલ્મોમાં ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક અને ગાઝી એટેક જેવી છૂટપૂટ ફિલ્મો આવી જાય. એવું નથી કે આપણે ત્યાં યુદ્ધ-ફિલ્મો ગણાવીને ફિલ્મો બની જ નથી. હિન્દુસ્તાન કી ક્સમ, એલઓસી, શેરશાહ, ડૉ. કોટનીશ કી અમર કહાની, ભુજ, કેસરી, પલટન, ટેન્ગોચાર્લી, મંગલપાંડે, અશોકા, અર્થ, બોઝ: ધ ફરગોટન હીરો, … યહાં, કાબુલ એક્સપ્રેસ, દિવાર, શહીદ, હમદોનો, શૌર્ય, માસ કાફે, એરલિફટ, રંગુન, પરમાણુ… જેવી અનેક ફિલ્મો બની છે અને તેમાં અમિતાભ બચ્ચન (અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ) થી લઈને રાજકુમાર, શાહરૂખ ખાન, આમીર ખાન, અક્ષ્ાયકુમાર, અજય દેવગન, સંજય દત્ત, દેવ આનંદ, કે. કે. મેનન, શાહિદ કપૂર, જહોન અબ્રાહમ, મનોજ કુમાર, સલમાન ખાન (વીર ફિલ્મને વોર ફિલ્મ ગણો તો) જેવા અઢળક સેલેબલ સ્ટાર્સ કામ કરી ચૂક્યા છે પણ સચ્ચાઈ એ છે એકાદ હકીક્ત (મૈં યે સોચ કર ઉસકે ઘર સે ચલા થા, કિ વો રોક લેગી, મના લેગી મુજકો) કે બોર્ડર (એ જાતે હૂએ લમ્હો જરા ઠહરો – બન્ને ફિલ્મનાં ગીતોનું સામ્ય પણ નોંધનીય છે ) ફિલ્મને બાદ કરતાં જેને સો ટકા યુદ્ધ-ફિલ્મ કહી શકાય એવી હિન્દી સિનેમા પાસે કોઈ ફિલ્મ નથી. હકીક્ત અને બોર્ડર પણ તેના ગીતસંગીતથી જ કાલજયી બની છે કારણકે એક મોટા વર્ગને બોર્ડર તો ચીખના-ચિલ્લાનાથી વિશેષ્ા કશું લાગી જ નહોતી. એવું જ અજય દેવગણની ભુજ ફિલ્મ વિષ્ો બધાએ એકી અવાજે કહેલું.
આ કોમેન્ટને ટ્રોલ કરવા માટે ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મની દૂહાઈ આપવામાં આવશે પણ એ સમજવું જોઈએ કે (કાશ્મીર ફાઈલની જેમ) ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક પણ માસ હિસ્ટિરિયાનો ભોગ બની હોવાથી બોક્સ ઓફિસની દૃષ્ટિએ સુપરહિટ થઈ હતી. ઈઝરાયલી ફિલ્મકાર નંદાવ લેપિડે ગોવામાં યોજાયેલાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની જ્યૂરીના અધ્યક્ષ્ાપદેથી કાશ્મીર ફાઈલ્સને ઉતારી પાડી તેમાં હોબાળો થયો હતો પણ વાત સિનેમાના કલાત્મક દૃષ્ટિકોણની જ હતી. ફિલ્મ અને ડોક્યુમેન્ટરીમાં તફાવત છે. જો એમ ન હોય તો કોરોના પછી પગપાળા-સાઇકલ પર મહિના દિવસે પોતાના ઘરે પહોંચેલા ચાર કામદારો પરની ૧ર૩ર કિલોમીટર નામની વિનોદ કાપરીની ડોક્યુમેન્ટરીને પણ બેસ્ટ ફિલ્મ ગણીને આપણે નેશનલ એવોર્ડ આપી દેવો જોઈએ.
એની વે, હિન્દી ભાષ્ાાની યુદ્ધ ફિલ્મોની આપણે વાત કરીએ, એ દૃષ્ટિએ આપણી અનેક યુદ્ધ-ફિલ્મ કળાત્મક નજરીયાથી ઉચિત છે પરંતુ આપણી યુદ્ધ ફિલ્મો વાસ્તવિક્તાની બદલે મેલોડ્રામા પર વધુ ફોક્સ કરતી હોય છે. યુદ્ધ ફિલ્મોને આપણે કાયમ દેશભક્તિ અને શૌર્યની ચાસણીમાં ડુબાડીને જ બનાવતાં રહ્યાં છીએ. આપણી વૉર-ફિલ્મના ગીત-સંગીત તેની જ આસપાસ ઘૂમરાતાં રહે છે. એક ઝલક જુઓ : કર ચલે હમ ફિદા જાન-એ-વતન સાથીઓ, મેરે દેશ કી ધરતી, યે દેશ હૈ વીર જવાનો કા, જહાં-જહાં ડાલ પર સોને કી ચીડિયા, એ મેરે પ્યારે વતન, મેરા રંગ દે બસંતી ચૌલા, તેરી મિટ્ટી મેં મીલ જાવા, એ વતન, વતન મેરે, આઝાદ રહે તું, તાકાત વતન કી હમ સે હૈ, મેરા મુલ્ક, મેરા દેશ, મેરા યે વતન, કિ ઘર કબ આઓગેથી લઈને મેરે દુશ્મન, મેરે ભાઈ, મેરે હમસાયે…
શૌર્ય વધારતાં કે દેશભક્તિનો જુસ્સો વધારતાં આવા ગીતો તો બે શક, ભારતીય સિનેમાની માઈલસ્ટોન સરીખી પહેચાન છે પણ ગીત-સંગીત ઉમદા હોવાથી જ ઉચ્ચ કોટિની યુદ્ધ ફિલ્મ બની જતી નથી. આવાં ગીતો દર્શકોને ભાવુક બનાવી શક્તાં હોય છે, પરિણામે બોક્સ ઓફિસ છલકાતી હોય છે પણ સદાવ્રતમાં કે લંગરમાં રોજ હજારો લોકોના પેટ ઠરે એટલે એમ માનવાને કારણ મળતું નથી કે દેશમાં કોઈ ભૂખ્યું સૂતું નથી. હિન્દી યુદ્ધ ફિલ્મો માટે પણ આ જ કહેવું પડે છે, કારણકે આપણે આર્ટને વફાદાર હોય અને માનવીયતાને વાજબી રીતે પોંખતી હોય કે ભાઈચારાના સનાતન ગુણને નજરઅંદાઝ ન કરતી હોય એવી વોર ફિલ્મ હજુ બનાવી શક્યા નથી પણ…
મારે કે તમારે હતાશ થવાની જરૂર નથી. ઉત્તમ ટૅક્નોલૉજી સાથેની ફિલ્મો બનવાનો દશકો તો હજુ શરૂ થયો છે અને જેમ ગુજરાતીમાં છેલ્લો શો ફિલ્મ બની તેમ પરફેકટ હિન્દી વૉર ફિલ્મ પણ બનશે જ. ઈન્શાલ્લાહ.