હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે પીએમ મોદી હિમાચલના પ્રવાસે છે. દરમિયાન એક રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કેસ દેશની ડિફેન્સ ડીલમાં પહેલો સ્કેમ કોંગ્રેસે કર્યો, જ્યાં સુધી કોંગ્રેસે સત્તા ભોગવી ત્યાં સુધી વારંવાર સ્કેમ કર્યા અને લોકોને છેતરવાના પ્રયાસો કર્યા. 50 વર્ષ બાદ કોંગ્રેસે ગરીબી હટાઓના સૂત્રોચ્ચાર કર્યા. આ જ નારેબાજીના આધારે ચૂંટણી લડીને કોંગ્રેસ સરકાર બનાવતી રહી, પરંતુ ગરીબી ઓછી થઈ નહીં.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, હિમાચલ એ જવાનોની ભૂમિ છે. કોંગ્રેસે આર્મીના જવાનોને ઈમોશનલી બ્લેકમેલ કર્યું છે. કોંગ્રેસને સમજવા માટે વન રેંક પેન્શનનું ઉદાહરણ પૂરતું છે. 40 વર્ષથી કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ફક્ત વાયદાઓ કરતી હતી, પરંતુ ભાજપની સરકારમાં નેતાઓએ કામ કરીને બતાવ્યું છે.