હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના વિજય બાદ મુખ્ય પ્રધાનના પદ માટે બે દિવસથી ચાલી રહેલું મંથન અંતે સમાપ્ત થયું છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સુખવિંદર સિંહ સુખુ રાજ્યના નવા સીએમ હશે. આ પહેલા કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ પ્રતિભા સિંહનું નામ ચર્ચાઈ રહ્યું હતું, જે બાદ તેઓ સીએમ બનવાની રેસમાંથી બહાર થઈ ગયા હતાં. તે બાદ સુખવિંદર સિંહ સુખુ અને મુકેશ અગ્નિહોત્રીના નામ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યા હતા. હવે હાઈકમાન્ડે સુખવિંદર સિંહ સુખુના નામ પર પોતાની મહોર લગાવી દીધી છે.