Homeદેશ વિદેશજીએસટીની સૌથી વધુ આવક

જીએસટીની સૌથી વધુ આવક

નવી દિલ્હી: દેશના માસિક ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) કલેક્શનની રકમ ૧૨ ટકા વૃદ્ધિ સાથે ૧.૮૭ લાખ કરોડ રૂપિયા પર પહોંચી હતી. જીએસટીના આરંભથી અત્યાર સુધીમાં કલેક્શનમાં માસિક વૃદ્ધિનું આ સૌથી વધુ પ્રમાણ છે. ગયા વર્ષના એપ્રિલ મહિનામાં જીએસટીનું ૧.૬૮ લાખ કરોડ રૂપિયા કલેક્શન નોંધાયું હતું. ગયા વર્ષ (૨૦૨૨)ના એપ્રિલ મહિનાના જીએસટી કલેક્શનની સરખામણીમાં વર્ષ ૨૦૨૩ના એપ્રિલ મહિનાનું જીએસટી કલેક્શન ૧૨ ટકા વધારે છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩ના એપ્રિલ મહિનાનું ગ્રોસ જીએસટી કલેક્શન ૧,૮૭,૦૩૫ કરોડ રૂપિયા નોંધાયું છે. તેમાં સેન્ટ્રલ જીએસટી ૩૮,૪૪૦ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી ૪૭,૪૧૨ કરોડ રૂપિયા અને ઇન્ટીગ્રેટેડ જીએસટી ૮૯,૧૫૮ કરોડ રૂપિયા (માલસામાનની આયાત દ્વારા પ્રાપ્ત ૩૪,૯૭૨ કરોડ રૂપિયા સહિત) અને સેસ (ઉપકર) ૧૨,૦૨૫ કરોડ રૂપિયાનો સમાવેશ છે. વર્ષ ૨૦૨૩ના
એપ્રિલ મહિનામાં દેશના આંતરિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત) દ્વારા મહેસૂલી આવક ગયા વર્ષના એપ્રિલ મહિનામાં આ પ્રકારની આવકો દ્વારા થયેલી આવકનું પ્રમાણ ૧૬ ટકા વધારે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં ટોટલ ગ્રોસ કલેક્શન ૧૮.૧૦ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. આ રકમ આગલા વર્ષના ટોટલ ગ્રોસ કલેક્શનની સરખામણીમાં બાવીસ ટકા વધારે છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -