નવી દિલ્હીઃ પડોશી દેશ ચીનમાં દિવસે દિવસે કોરોનાનો કહેલ વધી રહ્યો હોઈ એક ત્યાં એક જ દિવસમાં કોરોનાના 3.7 કરોડ દર્દીઓ જોવા મળ્યા હોવાનું એક અહેવાલમાં જણાવવામાં અવ્યું હતું અને આ સંખ્યા દુનિયાભરમાં જોવા મળેલી સૌથી વધુ હોવાનું પણ અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
ચીનમાં અત્યાર સુધી 24.8 કરોડ લોકોને કોરોના થયો હોઈ આ સંખ્યા દેશની કુલ સંખ્યાના 18 ટકા જેટલી છે. મહત્ત્વની બાબત એટલે ડિસેમ્બરના પહેલાં 20 દિવસમાં કોરોનાના દર્દીઓમાં આટલો જંગી વધારો જોવા મળ્યો છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગની આગેવાની હેઠળ યોજાયેલી બેઠકમાં આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ચીનમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને તેને કારણે ત્યાં દવાની અછત વર્તાઈ રહી છે.
કોરોના અંગે અભ્યાસ કરી રહેલી એક બ્રિટીશ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ચીનમાં દરરોજ કોરોનાના 10 લાખ દર્દીઓ જોવા મળી રહ્યા છે અને પાંચ હજાર જેટલા લોકોના મૃત્યુ થાય છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એનાથી પણ ભયાનક હોઈ આ આંકડો હજી વધુ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.