(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ સર્જાયેલી અશાંતિ વચ્ચે કચ્છની આંતરરાષ્ટ્રીય ભૂમિસીમાથી ગણતરીના કિલોમીટર દૂર આવેલા સિંધપ્રાંત પર પાકિસ્તાનના નાપાક લશ્કરે તમામ પ્રકારનો કંટ્રોલ લઇ લેતાં ભારતની તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે.
પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની નાટકીય ઢબે થયેલી ધરપકડ બાદ ભુખમરાની કગાર પર આવી ચૂકેલા પાકિસ્તાનમાં ઉભી થયેલી અરાજકતાનો ફાયદો ઉઠાવીને કચ્છ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાંથી ઘૂસણખોરી કરી ભારતમાં અરાજકતા ન ફેલાય તેના માટે ભારતીય દળોને તમામ લેવલે ગૃહ વિભાગ દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવતા સીમા સુરક્ષા દળ, લશ્કર તેમજ વાયુદળે તેમની મુવમેન્ટ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વધારી છે.
ભારતીય સેનાની ક્વિક રિએક્શન ટીમ દ્વારા આજે ભુજના સિવિલ એરિયામાં તેમજ નલિયા એરબેઝ નજીક લડાકુ વિમાનો ઉડાડી સતત પેટ્રોલિંગ કરવામાં આવી
રહ્યું છે.
આ ઉપરાંત સીમા સુરક્ષા દળે કચ્છની ક્રીક અને હરામીનાળા વિસ્તારમાં આવેલી ટ્રાય જંકશન પોસ્ટ તેમજ રણ સરહદ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
સરહદની સામેપાર પડોશી દેશમાં ગૃહયુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિના થયેલાં નિર્માણ પર હાલ ભારતની સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે. ઉ