ન્યૂ યોર્કઃ આગામી ચાર વર્ષ પછી દુનિયાના તાપમાનમાં વધારો થશે. ધરતી પરના તાપમાનમાં સરેરાશ દોઢ ડિગ્રી વધારો થશે. દર પાંચ વર્ષમાં એક વર્ષે રેકોર્ડે બ્રેક ગરમી પડે છે, જેમાં ઉત્તરોઉત્તર વધારો થશે. પરિણામે કમોસમી વસાદ, અચાનક પૂર, દુકાળ અને દરિયાના પાણીમાં થશે વધારો. દરિયાઈ તોફાનની સાથે અવનવા વાવાઝોડા ફૂંકાવવાનું જોખમ વધશે. આટલી બધી આફતો આવશે તો માનવ અને માનવવસાહતોનું શું થશે એ પણ ગંભીર સવાલ થાય છે. આ મુદ્દે વર્લ્ડ મેટેરિયોલોજિકલ ઓર્ગેનાઈઝેશન-ડબલ્યુએમઓ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે દુનિયાના તાપમાનમાં આગામી ચાર વર્ષમાં દોઢ ડિગ્રીનો વધારો થશે. હવે એ તો વાત નક્કી છે કે આગામી વર્ષોમાં ખરાબ હાલતનું નિર્માણ થઈ શકે છે. વૈશ્વિક તાપમાનના આધારે નોંધવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં સરેરાશ તાપમાનમાં દોઢ ડિગ્રી વધારો થશે, જ્યારે તેની સંભાવના પણ 66 ટકા વધારે છે. આ ગરમીનું ઐતિહાસિક સ્તર હશે. ગયા વર્ષે આગાહી કરવામાં આવેલા રિપોર્ટમાં ફક્ત પચાસ ટકા સંભાવના હતી, પરંતુ ફરી સંશોધન કરવામાં આવ્યા પછી તેનું પ્રમાણ 66 ટકા વ્યક્ત કર્યું છે.
ગ્લોબલ એન્યુઅલ ટૂ ડિકેડલ ક્લાયમેન્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દર પાંચ વર્ષે એક વર્ષ તો રેકોર્ડ બ્રેક ગરમી પડે છે, જ્યારે આગામી દર પાંચ વર્ષે પણ એક વર્ષમાં ભયંકર ગરમી પડશે અને તેની પ્રક્રિયા 2016થી શરુ થઈ છે, જે હવામાનમાં થનારા પરિબળો જવાબદાર છે, જેને મોટા ભાગના દેશો ગંભીરતાથી લેતા નથી. વાસ્તવમાં દુનિયાની મહાસત્તાઓએ પણ ગ્રીનહાઉસ ગેસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જો દોઢ ડિગ્રીનું તાપમાન વધી જશે તો દુનિયામાં મોટી મુશ્કેલીનું નિર્માણ થઈ શકે છે, જેમ કે કમોસમવી વરસાદ, અચાનક પૂર, દુકાળ, તોફાન, દરિયાઈ ચક્રવાત સહિત અન્ય આફતનું નિર્માણ થશે. ટૂંકમાં, દુનિયાની મહાસત્તાઓએ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને રોકવામાં નિષ્ફળ રહ્યા છે, તેથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને રોકવામાં નિષ્ફળ રહીશું તો ગરમીમાં વધારો થશે.
ભારતમાં પણ અલ નીનોની સાથે લોકો દ્વારા કરવામાં આવતા હવામાનમાં થનારા પરિવર્તનની સ્થિતિ વધુ ખરાબ થશે. અલ નીનોની ઈફેક્ટ ઉત્તર અમેરિકામાં તાપમાન વધશે. દક્ષિણ અમેરિકામાં પણ દુકાળ પડી શકે છે, જ્યારે એમેઝોનના જંગલો સહિત અન્ય જગ્યાએ પણ આગ લાગી શકે છે.