Homeઆમચી મુંબઈહેમા માલિનીની ને પણ નડ્યો મુંબઇનો ટ્રાફિક : મેટ્રો અને રિક્ષામાં કરી...

હેમા માલિનીની ને પણ નડ્યો મુંબઇનો ટ્રાફિક : મેટ્રો અને રિક્ષામાં કરી મુસાફરી

કોઇ સેલિબ્રિટી પબ્લિક ટ્રાન્સપોર્ટથી મુસાફરી કરે છે જો એવું કહેવામાં આવે તો ઘણાં લોકોને વિશ્વાસ નહીં થાય. સેલિબ્રિટી પબ્લિક ટ્રાન્સપોર્ટથી ટ્રાવેલ કરે એ કદાચ બધા માટે અનકોમન વાત છે. અને આવા કિસ્સા જૂજ બનતા હોય છે. જો આવું કંઇ બને તો એ હેડલાઇન બની જતી હોય છે. ત્યારે મંગળવારે જાણીતી અભિનેત્રી હેમા માલિનીએ મેટ્રો ટ્રેન અને પછી ઓટો રિક્ષાથી મુસાફરી કરતાં લોકોને બહુ કુતુહલ થયું હતું.

મંગળવારે પિઢ અભિનેત્રી હેમા માલિનીએ મેટ્રો ટ્રેનથી મુસાફરી કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. હેમા માલિનીએ આ અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે તેમને કારથી દહિસર પહોંચવામાં બે કલાકનો સમય લાગ્યો હતો. આ મુસાફરી બહુ જ થકાવી દે તેવી હતી. તેમણે લખ્યું કે તેથી જ તેમણે મેટ્રોથી પ્રવાસ કરવાનું નક્કી કર્યું અને તે માત્ર અડધા કલાકમાં તેમના ડેસ્ટીનેશન પર પહોંચી ગયા હતાં.

આ અભિનેત્રી જે હવે એક નેતા અને રાજકારણી પણ છે તેમણે પોતાના ટ્વીટર હેન્ડલથી તેમની મુસાફરીના વિડીયો અને ફોટો પણ શેર કર્યા હતાં. તેમણે લખ્યું કે હું મારો અલગ અને મજાનો અનુભવ તમારા બધા સાથે શેર કરવા માંગુ છું. મને કારથી દહિસર જવામાં બે કલાક લાગી ગયા હતા. ખરેખર આવી મુસાફરી કંટાળાજનક હોય છે. તેથી સાંજે પરત ફરતી વેળએ મેં નક્કી કર્યું કે હું મેટ્રોથી પ્રવાસ કરીશ. અને OMG ખરેખર આ તો ખૂબ મજાનો પ્રવાસ છે. સ્વચ્છ , ઝડપી અને હું માત્ર અડધા કલાકમાં તો જૂહુ પહોંચી ગઇ.

આ સાથે તેમણે મેટ્રોની સફરના વિડીયો અને ફોટો પણ ટ્વીટ કર્યા. વધુમાં તેમણે લખ્યું કે, મારી મેટ્રોની મુસાફરી બાદ ડી એન નગરથી જૂહુ જવા માટે મેં ઓટો રિક્ષામાં જવાનું નક્કી કર્યું. અને મારી એ ઇચ્છા પણ પૂરી થઇ. રિક્ષામાં હું મારા ઘરે પહોંચી જ્યાં ડઝનભર સિક્યોરિટી ગાર્ડ મને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા. તેમને વિશ્વાસ જ નહતો થઇ રહ્યો કે મેં મેટ્રો અને ઓટો રિક્ષાથી પ્રવાસ કર્યો છે. પણ મારા માટે સામાન્ય લોકો સાથે આ એકંદરે ખૂબ જ આનંદદાયક પ્રવાસ હતો. હેમા માલિનીએ એમના બીજા ટ્વીટમાં તેનું વર્ણન કર્યું. વિડીયોમાં આ અભિનેત્રી ગુલાબી શર્ટ અને પીંક ટ્રાઉઝરમાં મેટ્રો ટ્રેનમાં સહમુસાફરો સાથે સેલ્ફી લેતાં દેખાયા. હેમા માલિની વિશે વાત કીરએ તો તેઓ અભિનેત્રી તો છે જ પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની મથુરા બેઠક પરથી સાંસદ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -