શુક્રવાર એટલે અઠવાડિયાનો લાસ્ટ વર્કીંગ ડે. એમાં પણ હિટવેવને કારણે સ્કૂલોમાં ઉનાળું વેકેશન જાહેર કરી દેતાં લોકો રજાની મજા માણવા નાની – નાની પિકનીક પ્લાન કરતાં હોય છે. મુંબઇગરા માટે તો લોનાવલા અને ખંડાલા કે પછી પૂણા શોર્ટ પિકનીક માટેના ફેવરેટ અને ડેસ્ટીનેશન છે. તેથી રજાઓ પડતાં જ લોકો ગાડી લઇને આ રસ્તાઓ પર નિકળી પડતાં હોય છે. સામાન્ય રીતે અકસપ્રેસ વે એટલે તમારા ડેસ્ટીનેશન સુધી પહોંચવાનો ફાસ્ટેસ્ટ રુટ… પણ જો આજે તમે મુંબઇથી પૂણા જવા નિકળ્યા છો તો આટલું જરુરથી વાંચી લેજો. કારણ કે મુંબઇ – પૂણે એક્સપ્રેસ વે પર સવારથી વાહનોની લાંબી કતારો લાગી છે અને ટ્રાફિક જામ થયો છે.
મુંબઇ – પૂણા એક્સપ્રેસ વે પર પૂણા તરફ જતાં રસ્તા પર ખંડાલા ઘાટ શરુ થતાં જ મોટો ટ્રાફિક જામ લાગ્યો છે. માત્ર આ ઘાટ પર જ વાહનચાલકોને એક – એક કલાક લાગી રહ્યો છે. જ્યારે મુંબઇ તરફ જતાં રસ્તા પર વધુ ગીરદી જોવા મળી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર ગુરુવારે મોટો અકસ્માત થયો હતો. એકની પાછળ એક એમ 11 વાહનો એક બીજા સાથે અથડાયા હતાં. ખોપોલી એક્ઝીટ પાસે આ અકસ્માત સર્જાયો હતો. સદનસિબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નહતી. જોકે અકસ્માતને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.
એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામનો આજે બિજો દિવસ છે. સવારથી જ પૂણા તરફ જવાના રસ્તે ટ્રાફિક જામ થતાં લોકો હેરાન થયા છે. આજે લાસ્ટ વર્કીંગ ડે હોવાથી સામાન્ય રીતે આ રસ્તા પર વાહનોની ભીડ હોય જ છે. ઉપરાંત હેવી વેહિકલ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે ખંડાલા ઘાટ પરના આડા-અવડા રસ્તા પર વાહનો અટવાઇ જતાં મોટો જામ લાગ્યો છે.