Homeઆમચી મુંબઈમુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, સી લિંક પર ભારે ટ્રાફિક જામથી મુસાફરો અકળાયા

મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, સી લિંક પર ભારે ટ્રાફિક જામથી મુસાફરો અકળાયા

આજે સવારે સમગ્ર મુંબઈમાં વાહનો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા અને બે મુખ્ય રસ્તાઓ- ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને બાંદ્રા-વરલી સી લિંક તરીકે પર મુસાફરોને અસુવિધા થઈ હતી. ગુસ્સે ભરાયેલા અને અકળાયેલા મુસાફરોએ તેમની નિરાશા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો લીધો હતો.

“>


મુંબઈ ટ્રાફિક પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે બે રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન અને સરકારી એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોને કારણે ભારે ટ્રાફિક ભીડ થઇ રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે મુલુંડ અને ઘાટકોપર વચ્ચે હાથ ધરવામાં આવેલ મેટ્રો કાર્યને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકની ભીડ થઈ છે, જ્યારે મહાપરિનિર્વાણ દિવસ માટે જારી કરાયેલ ડાયવર્ઝનને કારણે બાંદ્રા-વરલી સી લિંક પર ટ્રાફિક જામ થઈ ગયો છે. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે ગોખલે પુલ બંધ થવાને કારણે અને અન્ય વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવતાં, ટોલ પ્લાઝા પર ચોકઅપ થવાને કારણે ટ્રાફિક બેકલોગ પણ વધ્યો છે.
મુંબઈ ટ્રાફિક પોલીસે ડૉ બાબાસાહેબ આંબેડકરની 66મી પુણ્યતિથિ નિમિત્તે ટ્રાફિક ડાયવર્ઝન જારી કર્યું હતું. ટ્રાફિક પોલીસે સેનાપતિ બાપટને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી દક્ષિણ તરફના ટ્રાફિક માટે બંધ કરી દીધા છે અને તેના માટે વૈકલ્પિક માર્ગ તરીકે બાંદ્રા-વરલી સી લિંકનું સૂચન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -