હજુ એપ્રિલ મહિનો પૂરો નથી થયો એવામાં ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવું વાતવરણ જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારે રાજ્યના 36થી વધુ તાલુકાઓમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. અમદાવાદ-ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના જસદણમાં સૌથી વધુ 1 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને કારણે ખેતરમાં ઉભા ઉનાળુ પાકને નુકશાન થયું છે. હજુ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રાજકોટ જીલ્લાના ગોંડલમાં 1.5 ઇંચ અને કોટડા સાંગાણી, જામ કંડોરણામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. ગોંડલમાં માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવેલ મરચાં, જીરું, ઘઉં, કપાસ, એરંડા સહિતના પાક પલળી ગયા હતા.
જૂનાગઢ, કોડિનાર, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, જામનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, દેવભૂમિ-દ્વારકા જીલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.
In some places in #saurashtra, continuous #rain is being seen since morning#Gujaratwethear pic.twitter.com/fAUFASlDrF
— Weatherman Uttam (@Gujarat_weather) April 29, 2023
“>
કમોસમી વરસાદથી રાજગરો, બાજરી, કેરી, દાડમ, સક્કરટેટી, તડબૂચ, ઇસબગુલ સહિતના ઉનાળુ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
📍Jamnager
Heavy #rain is being seen in #Kalavad of Jamnagar#Gujarat #jamnager #saurashtra pic.twitter.com/AXegwkJuSG
— Weatherman Uttam (@Gujarat_weather) April 28, 2023
“>
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં કમોસમી વરસાદ વધુ આક્રમક બનશે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ, પવનની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની વરસાદની શક્યતા છે. હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી છે. જેમાં આજરોજ રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, મોરબી, દેવભૂમિ-દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજની આગાહી હોવાથી લોકોને બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા માટેની સુચના આપવામાં છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાકિસ્તાન પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જ્યારે રાજસ્થાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેને કારણે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે.