Homeઆમચી મુંબઈમુંબઈમાં ભારે કરી વરસાદેઃ આ દિવસના વરસાદે તોડ્યો 17 વર્ષનો રેકોર્ડ

મુંબઈમાં ભારે કરી વરસાદેઃ આ દિવસના વરસાદે તોડ્યો 17 વર્ષનો રેકોર્ડ

હજુ ત્રણેક દિવસ વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ
મુંબઈઃ મુંબઈ સહિત સમગ્ર દેશના હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, જેમાં કમસોસી વરસાદને કારણે પાકપાણીને નુકસાન થવાના અહેવાલ છે. દેશના આર્થિક પાટનગર મુંબઈમાં મંગળવારે 16.6 મિલિમીટર વરસાદ નોંધાયો હતો, જે 2006 પછી માર્ચ મહિનામાં એક દિવસમાં સૌથી વધારે વરસાદ છે, જે એક વિક્રમ છે, એમ હવામાન વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું. આગામી ત્રણેક દિવસમાં વરસાદ પડી શકે છે, એવું હવામાન વિભાગના અધિકારીએ આગાહી કરી હતી.
આ અગાઉ 10મી માર્ચ, 2006માં 11.9 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. મંગળવારે વહેલી સવારના મુંબઈ સહિત પરાંના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત, ભારે તોફાન અને વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન પણ ખોટકાઈ હતી, પરિણામે લોકલ ટ્રેન દિવસભર અડધો કલાકથી વધુ મોડી દોડતી રહી હતી. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે મંગળવારના વરસાદે 17 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે, જ્યારે એના અગાઉ 1918માં કોલાબામાં માર્ચ મહિનામાં 34.3 વરસાદ નોંધાયો હતો. હવામાનમાં પલટા અંગે અધિકારીએ કહ્યું હતું કે માર્ચ મહિનામાં મુંબઈમાં વરસાદ થવાની વાત એકદમ અસાધારણ છે. અરબ સાગરમાં પશ્ચિમી હવા અને ભેજના કારણે વરસાદ નોંધાયો હતો. એટલું જ નહીં, મુંબઈમાં કલાકના 30થી 40 કિલોમીટરની ઝડપથી પવનો ફૂંકાયા હતા. મુંબઈની સાથે સાથે નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી, મીરા રોડ-ભાયંદર વસઈ-વિરારમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો. બુધવારે દિવસભર મુંબઈ સહિત પરાં વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સામાન્ય પવનની સાથે સાથે ભેજનું પ્રમાણ વધ્યું હતું. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પચીસ તારીખ સુધી વરસાદ પડી શકે છે, તેથી નાગરિકોએ જાહેર સ્થળોએ અવરજવર માટે છત્રી સાથે રાખીને અવરજવર કરવાનું હિતાવહ રહી શકે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -