મુંબઇ: વિશ્ર્વબજાર પાછળ સ્થાનિક સોનાચાંદી બજારમાં જોરદાર આંચકો જોવા મળ્યો હતો. મુંબઇ અને દિલ્હી સહિતના દેસાવરોના ઝવેરી બજારમાં જોરદાર કડાકાના અહેવાલ રહ્યા હતા. ચાંદીમાં એક કિલો પાછળ રૂ. ૨૦૩૭નો અને સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૯૪નો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો.
સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચના શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૧૦૯૪ના કડાકા સાથે રૂ. ૫૭,૭૮૮ બોલાયો હતો. જ્યારે .૯૯૯ ટચની હાજર ચાંદીનો ભાવ એક કિલોદીઠ રૂ. ૨૦૩૭ના તોતિંગ કડાકા સાથે રૂ. ૬૯,૫૩૯ની સપાટીએ બંધ રહી હતી. દિલ્હીમાં સોનું રૂ. ૬૮૧ ગબડ્યું હતું અને ચાંદીમાં રૂ. ૨૦૪૫ની જોરદાર પીછેહઠ નોંધાઇ હતી.