તમે ગુજરાતમાં રહો છો અને સૂર્યાસ્ત પછી પણ થાક, તાવ કે પેટની તકલીફ તમને છે, તો તમે એકલા નથી. ઘણા લોકો આવું અનુભવી રહ્યા છે. અમદાવાદ અને રાજ્ય માટે EMRI 108 ડેટા અનુસાર ગરમીની સ્વાસ્થ્ય પર થતી અસરો માત્ર બપોરે જ નહીં સવારે અને સાંજે પણ રહે છે. જ્યારે સવારે 9 થી સાંજના 4 વાગ્યા વચ્ચેના કલાકો દરમિયાન ગરમી સંબંધિત ઈમરજન્સી કોલ્સ 39% છે ત્યારે 37% લોકો સાંજના 5 વાગ્યાથી મધ્યરાત્રિ વચ્ચે કોલ્સ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં 24% કેસ સવારે મોડી રાત્રે વાગ્યાથી સવારે 9 વાગ્યાની વચ્ચેના સમયગાળામાં થાય છે.
માત્ર અમદાવાદ નહીં, ગુજરાતના આંકડા પણ એવા જ છે. ડેટા દર્શાવે છે કે હીટસ્ટ્રોક અને માથાનો વધારે પડતો દુખાવો બપોરે નોંધાયો હતો. અન્ય સમસ્યાઓ, જેમ કે પેટમાં દુખાવો, ઉલટી અથવા ઝાડા, તાવ અને બેભાન થઈ જવું, વગેરે આખો દિવસ કે રાત થઈ રહ્યું છે. આના કારણ તરીકે નિષ્ણાતો જણાવે છે કે અમદાવાદ જેવા શહેરોમાં સૂર્યાસ્ત પછી તાપમાન ઝડપથી ઘટતું નથી જ્યાં ગરમી બિલ્ટ-અપ વાતાવરણમાં જ રહે છે અને ધીમે ધીમે ઓછી થાય છે.
આ સાથે સૂર્યાસ્ત પછીની ગરમીની અસર એવા લોકોમાં જોવા મળે છે જેઓ લાંબા સમય સુધી બહાર કામ કરે છે. જો શરીરનું તાપમાન વધે અને નીચે ન આવે, તો વ્યક્તિ અસ્વસ્થતા અનુભવી શકે છે. ઊંચા તાપમાને પેટમાં અસ્વસ્થતા અને સ્નાયુઓના થાકનું કારણ બની શકે છે. આ ઉપરાંત ડિહાઇડ્રેશનની અસર પછીથી અનુભવાઈ શકે છે. તેવી જ રીતે, જો આસપાસનું તાપમાન વધારે હોય – જો ઘરની અંદરનું તાપમાન બહાર કરતા વધારે રહે તો – અસર બીજા દિવસે પણ અનુભવી શકાય છે, તેમ પણ નિષ્ણાતો જણાવે છે. અમદાવાદ જેવા ગીચ શહેરોમાં ઘણીવાર બહાર કરતા ઘરમાં વાતાવરણ ગરમ થઈ જતું હોય છે. આખો દિવસ દિવાલો અને મકાનની છતો પર સતત તાપ પડતો હોવાથી સાંજના સમયે સૂર્ય ભલે ઢળે પણ ગરમીનું પ્રમાણ એમ જ રહેતું હોય છે, જે છેક રાત્રે એક કે બે વાગ્યાની આસપાસ થોડું નીચું જતું હોય છે. સવારે સાત વાગ્યાથી ફરી ઉકળાટ શરૂ થાય છે.
આથી હીટસ્ટ્રોક સહિતની સમસ્યાઓ વધારે જોવા મળે છે. લોકોએ પાણી પીવાનું અને સાથે ઠંડક મળતી હોય તેવા પચવામાં હળવા પદાર્થો ખાવાનું જ રાખવું તેમ તબીબો સલાહ આપે છે.