ઝિમ્બાબ્વેનો પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક હાલમાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે . સ્ટ્રીક છેલ્લા કેટલાક સમયથી ગંભીર રીતે બીમાર હતો. ઝિમ્બાબ્વે ક્રિકેટ (ZC) એ રમતગમત સમુદાયને તેના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા માટે હાકલ કરી છે. ઝિમ્બાબ્વે માટે 65 ટેસ્ટ અને 189 વન-ડે રમનાર પૂર્વ ફાસ્ટ બોલર સ્ટ્રીકને કેન્સર હોવાનું નિદાન થયું છે. હાલમાં તે દક્ષિણ આફ્રિકામાં છે, જ્યાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઝિમ્બાબ્વેના પૂર્વ શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ મંત્રી અને માનવ અધિકારના વકીલ ડેવિડ કોલટાર્ટે હીથ સ્ટ્રીકની તબિયત વિશે માહિતી આપી છે.
હીથ સ્ટ્રીકના નજીકના મિત્ર અને ઝિમ્બાબ્વેના ક્રિકેટર સીન વિલિયમ્સે પણ હીથના સ્વાસ્થ્ય અંગે નવીનતમ અપડેટ આપી છે. શનિવારે વિલિયમ્સને જણાવ્યું હતું કે હીથને ફોર્થ સ્ટેજનું કોલોન અને લિવર કેન્સર છે. હું આ તબક્કે એટલું જ જાણું છું કે હીથના પરિવારને તાત્કાલિક તેની મુલાકાત લેવા દક્ષિણ આફ્રિકા બોલાવવામાં આવ્યા છે. એવું લાગે છે કે કેન્સર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે કારણ કે તે ગયા અઠવાડિયે તો સાજો સમો હતો. હીથ મારા માર્ગદર્શક છે અને તેણે ઘણા લોકો માટે ઘણું સારું કર્યું છે અને મૂળભૂત રીતે મારું જીવન અને કારકિર્દી બચાવી છે. અમે ફક્ત પ્રાર્થના કરીએ છીએ કે તે સ્વસ્થ થઈ જાય.”
હીથ સ્ટ્રીકે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 1993માં શરૂ કરી હતી. તેણે 65 ટેસ્ટ અને 189 વનડે રમી હતી. તેણે તેની છેલ્લી મેચ વર્ષ 2005માં રમી હતી. આ સાથે તેણે 21 ટેસ્ટ અને 68 વનડેમાં ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. હીથે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકરને ત્રણ વખત અને સૌરવ ગાંગુલીને ચાર વખત આઉટ કર્યા છે.
વર્ષ 2021માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભ્રષ્ટાચારના મામલામાં તેના પર આઠ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, માફી માંગતી વખતે, તેણે જણાવ્યું હતું કે તે ક્યારેય મેચ ફિક્સિંગની ઘટનામાં સામેલ થયો નહોતો.