Homeઆપણું ગુજરાતગુજરાતમાં ગરમી વધવાની શક્યતાઃ હવામાન વિભાગનો ઈશારો

ગુજરાતમાં ગરમી વધવાની શક્યતાઃ હવામાન વિભાગનો ઈશારો

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં જ વાતાવરણમાં ગરમી જોવા મળે છે. વહેલી સવારે ઠંડી અને ઝાકળછાયું વાતાવરણ હોય છે જ્યારે સવારે નવેક વાગ્યાથી ભારે તાપ પડવાનો શરૂ થયા છે. કામકાજે ઘરની બહાર નીકળતા લોકો માટે ખૂબ જ અઘરું બની રહે છે. જ્યારે મોડી રાત્રે થોડી રાહત ગરમીથી મળે છે. આ કારણે બીમારી પણ ફેલાઈ રહી છે. દરમિયાન હવામાન ખાતાએ આગાહી કરી હતી કે હજુ ગરમી વધવાની શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ ગરમીમાં વધારો જોવા મળશે. આગાહી અનુસાર 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે.  જેના કારણે ગરમીમાં વધારો થશે. જો કે 27 ફેબ્રુઆરી બાદ ફરી 1થી 2 ડિગ્રી તાપમાન ઘટશે. હવામાન વિભાગના મતે ઉત્તર-પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં હજુ પણ વહેલી સવાર તથા રાત્રિના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોર થતા જ ગરમી આકરી થઈ રહી છે. રાજ્યમાં આગામી સમયમાં ગરમી નજીકના સમયમાં વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -