હેલ્થ વેલ્થ – કલ્પના શાહ
આજના સમયમાં દરેક યુવાનોને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેની પહેલેથી તકેદારી લઈ શકાય
—-
જયારે લગ્ન નક્કી કરવાના હોય ત્યારે આપણે કુંડળીની તપાસ કરીએ છીએ. વર કે ક્ધયા અને તેમના પરિવારની આર્થિક-સામાજિક સ્થિતિની તપાસ કરીએ છીએ, જેથી ભવિષ્યમાં લગ્ન જીવનમાં કોઈ અડચણ ઊભી ન થાય. આ સારી વાત છે, પરંતુ લગ્ન જીવનમાં આરોગ્યને લઈને કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે આપણે કોઈ તકેદારી રાખીએ છીએ? મોટે ભાગે આ દિશામાં કોઈ વિચારતું જ નથી. ખાસ કરીને જો કોઈ દેખીતી ઊણપ કે બીમારી ન હોય તો અન્ય કોઈ તપાસ કોઈને જરૂરી લાગતી નથી. પણ એવા કિસ્સાઓ પણ બન્યા છે કે એવી કેટલીક બીમારીઓની કે ઊણપોની પાછળથી જાણકારી મળી હોય જેણે લગ્ન જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી હોય.
વ્યક્તિ સ્વસ્થ હોય તો સ્વસ્થ દેખાવું પણ જરૂરી હોય છે. પણ એવું જરૂરી તો નથી કે દરેક સ્વસ્થ દેખાતી વ્યક્તિ અંદરથી પણ સ્વસ્થ જ હોય. મેડિકલ ટેસ્ટ એ જાણવાની યોગ્ય રીત છે, કે તમે પૂરી રીતે ફિટ છો કે નહીં. મોટેભાગે બીમાર પડીએ ત્યારે જ મેડિકલ ટેસ્ટની સલાહ અપાતી હોય છે. પણ આજે આપણે એ પહેલેથી જાણી શકીએ છીએ કે આપણી અંદર કોઈ ગંભીર બીમારીનાં લક્ષણો તો છુપાયેલાં નથી ને. આજના સમયમાં દરેક યુવાનોને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેની પહેલેથી તકેદારી લઈ શકાય.
ભારતમાં જોકે લોકો આવી મેડિકલ ટેસ્ટ કરાવવા બાબત ઘણો ખચકાટ અનુભવે છે. ચાલો, જાણીએ એવી કેટલીક ટેસ્ટ જે લગ્ન પહેલા કરવાથી કેટલાક સંશયો નિવારી શકાય છે.
એસટીડી (સેક્સયુઅલ
ટ્રાન્સમિટેડ ડિસીઝ)ની જાણકારી
સ્ત્રી અને પુરુષના લગ્ન પછીના સંબંધો માટે જરૂરી છે કે બંને વ્યક્તિઓ યૌન સંબંધી કોઈ બીમારી ધરાવતા નથી તેની ચકાસણી કરાવી લેવાય. અહીં સ્પષ્ટતા કરી દઉં કે તેને કોઈ રીતે વ્યક્તિના ચરિત્ર ઉપર શંકા તરીકે જોવું ન જોઈએ. પણ જાણકારી ન હોય તેવી કોઈ સમસ્યા પહેલેથી ખબર પડે તો દંપતી તેને લગતી કાળજી લઇ શકે છે. નહીં તો ક્યારેક દંપતી અથવા તેમના થનારા બાળકને પણ અસર કરી શકે છે.
ઘણીવાર તો રક્ત ચડાવવા જેવી ઘટનાથી પણ કોઈને એચઆઇવીનો ચેપ લાગી ગયો હોય તેવી કમનસીબ ઘટનાઓ બની છે, જેમાં વ્યક્તિનો કોઈ વાંક પણ ન હોય અને તેને જાણકારી પણ ન હોય. હર્પીસ, સિફિલિસ જેવી બીમારીઓ આજીવન હોય છે અને તેની અસર આવનાર બાળક ઉપર થઇ શકે છે.
અનુવાંશિક બીમારીની જાણકારી
લગ્ન પહેલાના ટેસ્ટથી તમારા સાથી કોઈ અનુવાંશિક બીમારી ધરાવતા હોય તો તેની પણ જાણકારી મેળવી શકાય છે. તેનાથી આવનારી પેઢીને કોઈ અસર ન થાય તેની તકેદારી લેવામાં મદદ મળે છે.
દાખલા તરીકે બે થેલેસેમિયા માઇનોર વ્યક્તિનું બાળક થેલસેમિયા મેજર જન્મી શકે છે. કેન્સર, ડાયાબિટીઝ કે માનસિક બીમારી જેવા કેટલાક રોગ અનુવાંશિક હોઈ શકે છે.
મેડિકલ ટેસ્ટથી ન માત્ર તેની જાણકારી મેળવી શકાય છે પણ તેની ચેઇન ને તોડવામાં મદદ મળે છે.
ક્રોનિક (દીર્ઘકાલીન) બીમારીઓ
જો તમને કોઈ ક્રોનિક બીમારી હોય તો ટેસ્ટ દ્વારા તમે તેનો મેડિકલ ઇતિહાસ જાણી શકો છો. તેનાથી ન માત્ર તમને તેની જાણકારી મળશે પણ તેનો ઈલાજ કરવામાં મદદ મળશે. ઉપરાંત તમારી આવનારી પેઢીને તેનાથી સુરક્ષિત કરવામાં પણ
સહાય થશે.
બ્લડ ગ્રુપિંગ
ઘણા ઓછા લોકો જાણે છે કે બ્લડ ગ્રુપ પણ તમારા વૈવાહિક જીવનમાં અને ગર્ભધારણમાં મહત્ત્વનું પરિબળ બને છે. દરેક દંપતી સમાન આરએચ પરિબળ ધરાવતું હોવું જોઈએ. જેનો અર્થ થાય છે કે તમારા રક્ત જૂથને અનુસરતા હકારાત્મક અથવા નકારાત્મક સંકેત સમાન હોવા જોઈએ. દાખલા તરીકે, જો તમારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે અને તમારા પાર્ટનરનું ઓ પોઝિટિવ છે, તો તે મેચ છે, પરંતુ જો તે મેળ ખાતું નથી, તો તે ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર ગૂંચવણો તરફ દોરી શકે છે. માતા અને બાળકના અસંગત આરએચ પરિબળો બાળકના જીવનને જોખમમાં મૂકી શકે છે.
આ જ કારણસર, વૈવાહિક વેબસાઇટ્સ (મેચમેકિંગ વેબસાઇટ્સ) પણ તમારી પ્રોફાઇલની નોંધણી કરતી વખતે તમારા બ્લડ ગ્રુપ માટે પૂછે છે.
તમારે એ પણ જાણવું જોઈએ કે સમાન આરએચ ફેક્ટર વિના સ્વસ્થ બાળક થવું અશક્ય નથી. તમે તબીબી મદદ લઈ શકો છો, પરંતુ તે ખૂબ ખર્ચાળ છે અને તેમાં ઘણી ગૂંચવણો થઇ શકે છે.
ફર્ટિલિટીની જાણકારી
લગ્ન પહેલા મેડિકલ ટેસ્ટથી તમે ફર્ટિલિટી વિષયક જાણકારી મેળવી શકો છો. જોકે, આ વિષયમાં ભારતમાં લોકોની વિચારધારા ઊણપ ધરાવતા સ્ત્રી કે પુરુષ માટે લગ્ન પછી ત્રાસદાયક સાબિત થાય તેવી છે. ખાસ કરીને, સ્ત્રીઓ માટે. માતા કે પિતા ન બની શકવું એક અભિશાપ હોય તેવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે. લગ્ન પછી થતી આવી કોઈ મુશ્કેલી અને તેને કારણે ઉપચારમાં આર્થિક રીતે પણ સહન કરવાનું આવે તે પહેલા જો ટેસ્ટ કરાવ્યા હોય તો કેટલીક સમસ્યાઓ નિવારી શકાય છે.
સ્ત્રીઓ માટે પ્રજનનક્ષમતા સ્ક્રિનિંગમાં પ્રજનન ક્ષેત્રના અલ્ટ્રાસાઉન્ડ, હોર્મોનલ સ્તરો (ઋજઇં, ઝજઇં અને કઇં, પ્રોલેક્ટીન) અને અખઇં સ્તર નક્કી કરવા માટે રક્ત પરીક્ષણોનો સમાવેશ થાય છે. લગ્ન પહેલા મહિલાઓ માટે આ ટેસ્ટ કરાવવો
જરૂરી છે.
જ્યારે લગ્ન પહેલાં પુરુષો માટે પ્રજનન પરીક્ષણમાં તેમની પ્રજનન ક્ષમતા ચકાસવા માટે એક સરળ વીર્ય પરીક્ષણનો સમાવેશ થાય છે. ઉપરાંત, વયસ્ક મહિલાઓએ ખાસ કરીને અંડાશયના અનામતની તપાસ કરવા અને મેનોપોઝ માટે કેટલો સમય બાકી છે તે જાણવા માટે તેમનું અખઇં સ્તર (એન્ટી-મુલેરિયન હોર્મોન) મેળવવું આવશ્યક છે.