Homeસ્પેશિયલ ફિચર્સબદલાતી મોસમમાં શરદી ઉધરસથી છો પરેશાન? આ ટીપ્સ કરશે કામ

બદલાતી મોસમમાં શરદી ઉધરસથી છો પરેશાન? આ ટીપ્સ કરશે કામ

શિયાળો આવી રહ્યો છે ત્યારે લોકો શરદી ઉધરસની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. લોકોને ગળામાં દુઃખાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે ત્યારે કેટલીક ટીપ્સ તમને આ પરેશાનીથી છુટકારો અપાવશે.

વરાળ લેવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ફૂદીનાના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, આ બંધ નાકને ખોલવા અને ગળાના સોજાને ઘટાડવાનુ કામ કરે છે. તેથી જો તમને શરદી અથવા ઉધરસ છે તો તમે પાણીમાં 4 ટીપા ફૂદીનાના તેલના નાખીને આ પાણીની વરાળ લઇ શકો છો. આ ગળાની ખારાશ અને બલગમને દૂર કરવાનુ કામ કરશે.

આ વરાળ લેવા માટે સૌથી સરળ રીત છે. જેના માટે તમે પાણીમાં સિંધાલુ નાખીને વરાળ લો. આમ કરવાથી તમને શરદી, ઉધરસ અને ગળાની ખારાશ, સોઝો અને ગળાના દુ:ખાવાની સમસ્યામાંથી આરામ મળશે.

ઉધરસમાંથી રાહત મેળવવા માટે તમે તુલસીના પાન, અજવાઈન અને હળદરને પાણીમાં મિક્સ કરીને ઉકાળો. હવે આ પાણીનો વરાળ માટે ઉપયોગ કરો. આ પાણીને તમે પણ પી શકો છો. આમ કરવાથી તમને ઉધરસમાંથી તાત્કાલિક છૂટકારો મળી જશે.

 

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -