Homeઆપણું ગુજરાતરાજકોટ જીલ્લાના હેલ્થ પરમીટ ધારકો આંદોલનના માર્ગે

રાજકોટ જીલ્લાના હેલ્થ પરમીટ ધારકો આંદોલનના માર્ગે

મુંબઈ સમાચારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હેલ્થ પરમીટ ધારકો પાસેથી રોગી કલ્યાણ સમિતિ ના નામે ઉઘરાવાતી ફરજિયાત રકમ અંતર્ગત અગાઉ મુહીમ ચલાવેલી. અને ગુજરાત સરકાર હેલ્થ ડિપાર્ટમેન્ટના કમિશનર દ્વારા રોગી કલ્યાણ સમિતિનાં હિસાબો ફેર ચકાસણી માટે આદેશ આપવામાં આવેલા.પરંતુ જાણવા મળતી માહિતી મુજબ તપાસ અધિકારીએ જે જે મુદ્દાઓ શંકાસ્પદ લાગેલા તે અંગે સરકારશ્રીને જાણ કરેલી અને તેના જવાબ રાજકોટ સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ પાસે માગેલ પરંતુ સાંભળવા મળ્યું છે કે હજુ સુધી તેના યોગ્ય ખુલાસાઓ થયા નથી. અને કદાચ ખુલાસાઓ થયા છે તો રાજ્ય સરકાર વતી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.જોકે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ત્રિવેદી ને તાત્કાલિક અસરથી દૂર કરી અને બીજા અધિકારીને બેસાડવાનો હુકમ કરેલ પરંતુ તે અધિકારીએ ના પાડતા ફરી રાજકોટની જનતા પર ઇન્ચાર્જ અધિકારી તરીકે ત્રિવેદી જ ગોઠવાઈ ગયા છે. કહેવાય છે કે તેની પહોંચ ઉપર સુધી છે.એટલે તેનો વાળ વાંકો થતો નથી.

રાજકોટ માટે લીકર પરમિટ મેળવવી કે રીન્યુ કરાવવી તે કાયદેસરની 8000 રૂપિયા ફી ઉપરાંત બીજો 25 થી 30 હજાર રૂપિયાનો વહીવટ ઉપરાંત રોગી કલ્યાણ સમિતિમાં ફરજિયાત એક યુનિટ દીઠ 5000 રૂપિયાનું ડોનેશન. આ બધી બાબતોથી તંગ આવી અને પરમીટ ધારકો હવે આંદોલનના માર્ગે જઈ રહ્યા છે.સરકાર સામે બાંયો ચડાવવાની તૈયારી થઈ ગઈ છે. એક અખબારી યાદીમાં લડત સમિતિના અધ્યક્ષ રાજુ ગોહેલ ની યાદી મુજબ રાજકોટના તમામ પરમીટ હોલ્ડર ને સંગઠિત થઈ એકત્ર થવા આહવાન કરવામાં આવ્યું છે.

હેલ્થ પરમીટ ધારક લડત સમિતિ

આખા રાજ્યમાં એકમાત્ર રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી હેલ્થ પરમીટ કઢાવવા માગતા અને જૂની પરમીટ રીન્યુ કરાવવા માગતા અરજદારો પાસે સિવિલ હોસ્પિટલમાં ડોનેશનના નામે ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી છે. જેના પરિણામે હજારો પરમીટ ધારકોની પરમિટ રીન્યુ કરાવવાની બાકી છે અને નવા અરજદારોને પણ એક પરમીટ કઢાવવા પાછળ રૂ. 80,000 થી એક લાખનો ખર્ચ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં આ પ્રમાણે ડોનેશનની લુંટ ચલાવામાં આવતી નથી. બીજું મહત્વની બાબત એ કે ડોનેશન એ દાતાએ પોતાની ઈચ્છા પ્રમાણે આપવાનું હોય છે તેના માટે સરકારી તંત્ર કોઈ ફરજ પાડી શકે નહીં આમ છતાં સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા પરમીટ ધારકો પાસે તમામ નીતિ નિયમો નેવે મૂકી ડોનેશન ના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે ત્યારે તેનો વિરોધ કરવા એક મહત્વની બેઠક તારીખ ૨ એપ્રિલ રવિવારના રોજ રાખવામાં આવી છે. આ બેઠકમાં પરમિટ ધારકોને તથા નવા અરજદારોને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -