મેરઠમાં રસ્તા પર મિત્રો ચાલી રહેલા યુવકને અચાનક છીંક આવતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. કહેવાઈ રહ્યું છે કે 18 વર્ષના યુવકને છીંક આવ્યા બાદ અચાનક હાર્ટ-એટેક આવ્યો હતો અને બે જ સેકેન્ડમાં તેનું મોત થયું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. યુવક પોતાના મિત્રો સાથે લટાર મારી રહ્યો હતો ત્યારે ચાલતા ચાલતા અચાનક ઢળી પડ્યો હતો. તેના મિત્રોને સમજાયું નહીં કે યુવક સાથે શું થયું. તેના મિત્રો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતાં જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો બીજી ડિસેમ્બરનો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
जिंदगी न कोई ठिकाना………रास्ते चलते अचानक छींक आई, लड़के ने अपना गला पकड़ा और उसकी मौत हो गई. pic.twitter.com/PVtWXfZxKH
— Shubham shukla (@ShubhamShuklaMP) December 4, 2022