મલાઈકા અરોરા (Malaika Arora) બી ટાઉન અને સોશિયલ મીડિયાનું એક એવું નામ કે જે સતત લાઈમ લાઈટમાં રહે છે, કોઈ વખત અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને કારણે કે કોઈ વખત પોતાની ફેશન સેન્સને કારણે. જ્યારે પણ મલાઈકા અરોરા હોટ અને બોલ્ડ આઉફિટ્સ પહેરીને કેમેરાની સામે આવે છે, ત્યારે ઈન્ટરનેટ પર તહેલકો મચાવે છે. હાલમાં મલાઈકાએ કરેલી એક પોસ્ટમાં તેનું સિક્રેટ ટેટૂ જોવા મળ્યું હતું અને લોકો આ ટેટુ જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. મલાઈકા અરોરાના વિડિયોમાં તેણે બ્રેસ્ટની નીચે બાજુના હાડકા પર કરાવેલું ટેટુ જોવા મળ્યું હતું. મલાઈકાએ પોસ્ટ કરેલા આ લેટેસ્ટ વિડિયોમાં ત્રણ પક્ષીઓનો ટેટુ દેખાઈ રહ્યું છે.
આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ હુસ્નની મલ્લિકા ગ્રે કલરના બ્રાલેટમાં દેખાઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, તેને મલાઈકા અરોરાએ વર્ષ 2014માં આ ટેટુ બનાવ્યું હતું. એક્ટ્રેસનું આ ટેટૂ સાબિત કરે છે કે મલાઈકા એક ફ્રી બર્ડ છે.
મલાઈકા અરોરા ભલે લાંબા સમયથી કોઈ પણ ફિલ્મમાં કામ કરતી કે ડાન્સ ટીવી શોમાં જજ તરીકે જોવા ન મળી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટા પોસ્ટ કરીને તે નેટીઝન્સના દિલની ધડકનો વધારતી જોવા મળે છે. મલાઈકા ટ્રિપ્સ અને પાર્ટીઓના ફોટા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. 49 વર્ષની મલાઈકા અરોરાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.