હેડિંગ વાંચીને તમે ચોક્કસ જ ચકરાઈ ગયા હશો કે આવું કઈ રીતે શક્ય છે તો બોસ આવું થયું છે અને એ પણ હરિયાણામાં. હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરનું બનાવટી ડેથ સર્ટિફિકેટ બનાવનારી પાંચ જણની ટોળકીની ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ વિભાગના વડાએ આ બાબચે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.
આ પ્રકરણે પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. સરકારી વિભાગના એક સરકારી બાબુએ જ આ બાબતની જાણ પોલીસને કરી હતી. આ બાબતની માહિતી મળતાં પન્નુગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પ્રકરણે પોલીસે પ્રશાંત મૌર્ય, મોનુ શર્મા ઉર્ફે શિવાનદ શર્મા, અન્સાર અહેમદ, મો. કૈફ અન્સારી અને બર્થ અને ડેથ રજિસ્ટર્ડ ડિપાર્ટમેન્ટમાં કામ કરનારા કોન્ટ્રાક્ટ પરના કર્મચારી યશવંતની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી ચાર લેપટોપ અને સાત મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી