મુંબઈઃ અત્યારે જાણે લગ્નની સીઝન ચાલી રહી હોય એમ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આવતીકાલે એટલે વેલેન્ટાઈન ડેએ ફરી પરણશે. માન્યામાં આવે એવી વાત નથી, પરંતુ હકીકત છે કે હાર્દિક પંડ્યા આવતીકાલે બીજી કોઈ નહીં, પરંતુ તેની પત્ની એટલે નતાશા (Natasa Stankovic) સાથે ફરી લગ્ન કરશે. વર્ષ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ તે સમયે કોરોના મહામારીને કારણે ફક્ત પરિવારના લોકોએ જ લગ્નમાં હાજરી આપી હતી, તેથી આવતીકારણે વાજતેગાજતે અને પૂરા રીતિરિવાજ સાથે કરશે અને તેના લગ્નમાં ત્રણ વર્ષનો દીકરો પણ હાજર રહેશે.
ટવેન્ટી-ટવેન્ટી ટીમના કેપ્ટન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લગ્ન કરવાના સમાચારથી સોશિયલ મીડિયામાં પણ લોકોને અચરજ લાગ્યું હતું, જ્યારે એ સમાચાર પણ વાયુવેગે ફેલાતા લોકોએ તેની મજા પણ લીધી હતી.
કોર્ટ મેરેજના ત્રણ વર્ષ પછી બીજી વખત લગ્ન કરશે અને આ લગ્નની થીમ પણ વ્હાઈટ રાખવામાં આવી છે, તેથી લગ્નમાં પહોંચનારા લોકોએ પણ વ્હાઈટ કલરના પહેરવેશમાં સજ્જ થયેલા જોવા મળશે. હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્નમાં પણ જાણીતા ક્રિકેટરની ફોજ જોવા મળશે, જ્યારે બોલીવૂડના કલાકારોની સાથે ઉદ્યોગપતિ પણ હાજર રહેશે. અહીં એ જણાવવાનું કે કોઈ ક્રિકેટરના લગ્નમાં દીકરાની પણ હાજરી હશે એ પહેલો બનાવ હશે.
Almost three years after their intimate and low-key wedding, Hardik Pandya and Nataša Stanković are planning to tie the knot once again with each other in a white wedding in Udaipur on Valentine’s Day.#CricTracker #HardikPandya #IndianCricket pic.twitter.com/CB9SEWUcX4
— CricTracker (@Cricketracker) February 12, 2023
હાર્દિક પંડ્યાએ લગ્ન સમારોહ માટે જાણીતા ઉદયપુર (Udaipur)ને ડેસ્ટિનેશન વેડિંગ તરીકે પસંદ કર્યું હતું. હાર્દિક પંડયા, પત્ની નતાસા સ્ટાનકોવિચ, તેના ભાઈ અને ક્રિકેટર કુણાલ પંડયા તેમજ પરિવારના અન્ય સભ્યો સોમવારે સવારે મુંબઈ એરપોર્ટથી નીકળીને ઉદેપુર પર પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યા 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે ઉદયપુરમાં ફરી લગ્ન કરશે અને આ લગ્ન ત્રણ દિવસ સુધી થશે. હાર્દિક પંડ્યાના લગ્ન ઉદયપુરના રામપુરા ચોકથી આગળ ફાઈવ સ્ટાર હોટલમાં યોજવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન રાજસ્થાનન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ ખિવસર કિલ્લામાં દીકરીના લગ્ન કર્યા હતા. અને હવે હાર્દિક પંડ્યા ફરી એક વાર દુનિયાના સુંદર અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રખ્યાત ઉદયપુરમાં પત્ની સાથે લગ્નની વિધિ પૂરી કરશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.