Homeફિલ્મી ફંડાપહેલી નજરનો પ્રેમઃ હરભજન સિંહ અને આજની બર્થ ડે ગર્લ ગીતા બસરાની...

પહેલી નજરનો પ્રેમઃ હરભજન સિંહ અને આજની બર્થ ડે ગર્લ ગીતા બસરાની લવસ્ટોરી છે રસપ્રદ

બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહની પત્ની ગીતા બસરા આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. ગીતા બસરાનો જન્મ યુકેના પોર્ટ્સમાઉથમાં થયો હતો, પરંતુ લગ્ન પછી ગીતા ભારતમાં રહે છે. ​​હરભજન સિંહ પહેલી નજરમાં જ ગીતાના પ્રેમમાં પડી ગયો હતો. ગીતાએ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો પણ તે ત્યાં કંઈ ખાસ સફળ થઇ શકી નહીં. આ કપલ ક્યાં અને કેવી રીતે મળ્યા અને તેમની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ, ચાલો જાણીએ.
હરભજન સિંહે પહેલીવાર ગીતા બસરાને બોલિવૂડ ગીત ‘વો અજનબી’માં જોઇ હતી અને તે તરત જ ગીતાના પ્રેમમાં પડી ગયો હતો. આ પછી તેણે યુવરાજ સિંહને પૂછ્યું કે શું તે ગીતાને જાણે છે? યુવરાજે ના પાડી તો હરભજને તેને તપાસ કરીને બધી માહિતી આપવા કહ્યું. બોલિવૂડમાં ઓળખાણની મદદથી ગીતાનો નંબર હરભજનને મળ્યો. હરભજને ગીતાને મેસેજ કર્યો અને તેને કોફી માટે આમંત્રણ આપ્યું. ત્યારપછી ત્રણ-ચાર દિવસ સુધી ગીતા તરફથી કોઈ જવાબ ન આવ્યો. અને જ્યારે જવાબ આવ્યો તો ગીતાએ તેને મેસેજ કર્યો અને T20 વર્લ્ડ કપમાં સારું રમવા બદલ અભિનંદન પાઠવ્યા. ત્યાર બાદ બંનેની વાતચીત ચાલી અને ગીતા અને ભજ્જી 2007માં IPL દરમિયાન મળ્યા. ભારતમાં નોઈડા સર્કિટ ખાતે આયોજિત પ્રથમ એફ-1 રેસ દરમિયાન બંને એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા હતા.
હરભજન સિંહ સાથેની પહેલી મુલાકાત અંગે ગીતાએ કહ્યું હતું કે, ‘જ્યારે ફિલ્મ ધ ટ્રેન રિલીઝ થઈ હતી, ત્યારે હરભજન અને હું મળ્યા હતા. તે સમયે તે મારી કારકિર્દીની ઉંચાઈ પર હતી. હરભજને ઘણી છોકરીઓ સાથે હેંગ આઉટ નથી કર્યું, તેથી મારી દોસ્તી એની સાથે જામી ગઇ. આ પછી અમારી મુલાકાતો વધવા માંડી, તેથી લોકોએ વિચાર્યું કે અમે ડેટિંગ કરી રહ્યા છીએ અને જલ્દી લગ્ન કરવાના છીએ. તે ખૂબ જ હાસ્યાસ્પદ હતું કારણ કે તે સમયે અમે ફક્ત સારા મિત્રો હતા.
ગીતા બસરાએ જણાવ્યું કે હરભજન સિંહ સાથેના તેના અફેરના સમાચારની અસર તેના કરિયર પર પડી. ગીતાના કહેવા પ્રમાણે લોકોએ તેની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. ગીતાની અભિનય કારકિર્દી 19 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. જ્યારે ગીતા 22 વર્ષની થઈ ત્યારે તેની ડેબ્યૂ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ દરમિયાન બંનેના લગ્નની અફવાઓ આવવા લાગી. જોકે, બંનેએ આઠ વર્ષ પછી લગ્ન કરી લીધા હતા અને આજે પણ આ કપલ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે.
આપણે બર્થ-ડે ગર્લને જન્મ દિવસની વધામણી આપીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -