कोइ इसलिए पी रहा है की दिनभर काम कीया, थक गए. कोइ इस लिए पी रहा है की आज दिनभर कुछ नहीं कीया. बोर हो गया. कोइ इस लिए पी रहा है की दोस्तो के साथ है…. और कोइ इस लिए पी रहा है की आज दोस्त साथ नहीं.
આ ડાયલોગ પરવીન બાબીની આઇકોનીક ફિલ્મ દિવારનો છે. જે આજે પણ એટલો જ ફેમસ છે. પોતાના સમય કરતાં આગળ રહેલાની આ બિન્દાન્સ અભિનેત્રીની લાઇફ અને અભિનેત્રી પોતે એક યા બીજા કારણોસર લાઇમ લાઇટમાં રહી છે. બહારથી દેખાતી ગ્લોરીયસ લાઇફની પાછળ ઘણી પીડા પણ હતી. ફેમ, મૈત્રી, ગ્લેમર, પીડા અ બધા છતાં પરવીન બાબી એક એવી અભિનેત્રી જેનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું યોગદાન રહ્યું છે. પરવીન બાબી અનેક કારણોસર વિવાદોમાં રહી છે. જીવનની અંતિમ ઘડીમાં તેઓ ખૂબ એકલા પણ હતાં છતાં એવા ઘણાં કારણો છે જે પરવીન બાબીને બોલીવૂડમાં સ્પેશિયલ બનાવે છે. હેપી બર્થ ડે ટું પરવીન બાબી.
પરવીન બાબીને ડાયાબિટીઝ થયું હતું 20મી જાન્યુઆરી 2005માં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યુઅરને કારણે તેમનું મૃત્યું થયુંહતું. અંતિમ સમયમાં તેઓ તેમના મિત્રો જ નહીં પણ બધાથી જ અગલ થઇ ગયા હતા. ભલે અંતિમ સમય તેમના માટે અઘરો હતો પણ આ અભિનેત્રીના જન્મ દિવસે તેને યાદ કરવાના અનેક કારણો છે.

હિન્દી સિનેમાની વાત કરીએ તો પરવીન બાબીનું નામ બોલીવૂડની સૌથી ગ્લેમરસ એભિનેત્રી તરીકે લેવાય છે. તેઓ તેમના જમાનાના હાઇએસ્ટ પેઇડ અભિનેત્રી હતાં. ઇરાદા ફિલ્મ બાદ તેમણ બોલીવૂડમાંથી સન્યાસ લઇ લીધો હતો એક રિપોર્ટ મૂજબ તેમણે એમરિકન સિટીઝનશીપ લીધી હોવાનું પણ ચર્ચાયું હતું.
પરવીન બાબી જેટલાં તેમના અભિનય અને ગ્લેમરને કારણે પ્રખ્યાત હતાં તેટલાં જ તેમના પર્સનલ રિલેશનશીપને કારણે પણ હતાં. તેમણે જીવનમાં ક્યારેય લગ્ન ના કર્યા પણ કો-સ્ટાર સાથેના અફેરને લઇને તેઓ કાયમ ચર્ચામાં રહ્યાં. જે અભિનેતાઓની સાથે તેમના નામ જોડાયા એમાં કબિર બેદી, અમિતાભ બચ્ચન, ડેની ડેન્ઝપ્પા તથા મહેશ ભટ્ટ પણ સામેલ હતાં.
પરવીન બાબી વશે જાણીતા ફેશન ડિઝાઇન મનિષ મલ્હોત્રાએ કહ્યું હતું કે પરવીન બાબી ફેશનમાં મીનીમલીઝમ (લઘુત્તમ વાદ) લઇને આવ્યા છે. 1983માં પરવીન બાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અચાનક ગાયબ થઇ ગયા. કોઇને તેમની કોઇ ભાળ નહતી. પાછળથી એવા રુમર્સ પણ આવ્યા કે તેઓ અન્ડર વલ્ડના કંટ્રોલમાં છે. તેઓ 1989માં મુંબઇ પરત આવ્યા પણ એ વખતના મિડિયા રિપોર્ટ મુજબ તેઓ એકદમ અલગ અને ઓળખી ન શકાય તેવા દેખાતા હતા.
તેમના વધેલા વજન ઉપરાંત મીડિયામાં એવી પણ ચર્ચા થઇ હતી કે તેઓ પેરાનોઇડ સ્ક્રીજોફેનિયા નામની માનસીક બિમારીથી પિડાઇ રહ્યાં હતાં. બોલીવૂડ તેમના વિરોધમાં કાવતરું કરી રહ્યું હોવાનું પણ તેમણે જે તે વખતે કહ્યું હતું. 1990ની સાલમાં જ્યારે પણ મીડિયા એમના જૂહુના ઘરે ઇન્ટર્વ્યુ માટે જતી ત્યારે તેઓ મીડિયાને તેમનું પાણી પીવા અને તેમને આપવામાં આવેલ ફૂડ ખાવાનું કહેતાં તેમને કાયમ લાગતું કે તેમના પાણીમાં કે ખાવામાં ઝેર નાંખવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ તેમને લાગતું કે તેમના મેકઅપમાં પણ ઝેર છે જેથી તેમની સ્કીન ફાંટી જાય. બોલીવૂડ માફિયા તેમને હેરાન કરવા તેમના ઘરની લાઇટ કાપી નાંખે છે તેવો આક્ષેપ પણ તેમણે જે તે વખતે કર્યો હતો. કેટલાં પણ વિવાદો હોય પણ બોલીવૂડની આ ગ્લેમરસ અભિનેત્રી તેની અભિનય શૈલી અને સૌંદર્યને કારણે ચાહકોના દિલમાં હંમેશા રહેશે. હેપી બર્થ ડે ટુ પરવીન બાબી.