Homeદેશ વિદેશબર્થ ડે સ્પેશિયલઃ ડરના કારણે માબાપે પ્રાણનું નામ રાખવાનું કર્યું હતું બંધ...

બર્થ ડે સ્પેશિયલઃ ડરના કારણે માબાપે પ્રાણનું નામ રાખવાનું કર્યું હતું બંધ…

હિન્દી સિનેમામાં છેલ્લા એકાદ દાયકાથી વિલનની ભૂમિકા લગભગ ખોવાઈ ગઈ છે, પરંતુ એક જમાનાના ખૂંખાર વિલન અને પડદા પર મહિલાઓની સાતે બાળકો તેમને જોઈ એવા ગભરાતા. એટલું જ નહીં, તેમને લોકો એટલી નફરત કરતા કે તેમના ઓરિજનલ નામ પરથી પોતાના પુત્રનું નામ પણ રાખવા માગતા નહોતા. માતા-પિતાને ડર લાગતો હતો કે એ નામ રાખવાથી ક્યાંક તેમનો દીકરો આમના જેવો બદમાશ ન નીકળે. બોલીવૂડમાં ચારેક દાયકા સુધી લગભગ 350 કરતા ફિલ્મ દ્વારા પ્રાણ પૂરનાર અભિનેતા પ્રાણ સિકંદનો આજે જન્મદિવસ છે.
12 ફેબ્રુઆરી, 1920ના દિવસે જન્મ્યા અને આ જ તારીખે એટલે કે બારમી જુલાઈ, 2013ના રોજ 93 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. પ્રાણ લગભગ એકમાત્ર એવા અભિનેતા હતા જેમને ઘરે આવી સરકારે દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કર્યો હતો કારણ કે નાદુરસ્ત તબિયતને કારણે તેઓ દિલ્હી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે તેમ ન હતા.
પ્રાણે ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા જ 22 જેટલી ફિલ્મમાં અભિનય કરી નાખ્યો હતો, પરંતુ તે રિલીઝ 1947 પછી થઈ. લાહોરમાં રહેતા પ્રાણે એક અઠવાડિયા પહેલા જ પત્ની અને એક વષર્ના બાળકને ઈન્દોર મોકલ્યા હતા. લાહોરમાં તોફાન ફાટી નીકળ્યા અને પ્રાણ પણ ઈન્દોર આવતા રહ્યા. ત્યાંથી તે મુંબઈ (તે સમયના બોમ્બે)માં 14મી ઓગસ્ટે,1947ના રોજ આવ્યા અને આઝાદીનો જશ્ન તેમણે જોયો અનુભવ્યો. મુંબઈ આવ્યા બાદ પ્રાણને કામ ન મળ્યુ ને પત્નીના અમુક દાગીના વેચવા પડ્યા. ઘણાં સંઘર્ષ બાદ તેમને ઝીદ્દી ફિલ્મ મળી અને તે બાદ પ્રાણે ક્યારેય પાછુ વાળીને જોયું નહીં.
પ્રાણે માત્ર વિલન નહીં, પરંતુ લગભગ તમામ પ્રકારના રોલ કર્યા અને લોકોએ તેમને એટલા જ પ્રેમથી પસંદ પણ કર્યા. બોલીવૂડમાં ત્યારે અને આજે પણ કેરેક્ટર આર્ટિસ્ટ અથવા વિલનને ગીત મળવા મુશ્કેલ હોય છે, પણ પ્રાણના નામે ઘણા યાદગાર ગીત છે. રાઝ કી બાત કહેદુ તો જાને મહેફીલ…, માઈકલ દારૂ પી કે દંગા કરતા હૈ… જેવા ગીતો તો કસમે વાદે પ્યાર વફા સબ… જેવું આજે પણ સાચું ઠરતું ગીત અને ઓલ ટાઈમ ફેવરિટ કવ્વાલી યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી…આજે પણ આ ગીતો લોકોના મનમસ્તકમાં છે.
અભિનય જેટલો જ પ્રાણને બીજી એક વસ્તુમાં રસ હતો અને તે સ્પોર્ટ્સ. ક્રિકેટ અને ફૂટબોલ તેમની ફવરીટ રમતો. તેમણે તે સમયે ફૂટબોલ ટીમ પણ બનાવી હતી. ક્રિકેટના એટલા શોખિન હતા કે ટેસ્ટ મેચના પાંચેય દિવસ તેઓ સ્ટેડિયમાં પસાર કરતા. જો કોઈ ખાસ મેચ હોય તો તે સમય દરમિયાન શૂટિંગ નહીં થાય તે પ્રાણસાહેબના ડિરેક્ટરને પણ ખબર હતી. પોતાના સમયના મોટા ભાગના હીરો સાથે કામ કરી ચૂકેલા પ્રાણે દરેક ફિલ્મમાં પ્રાણ ફૂંક્યા હતા. આજે તેમને સ્મરણાંજલિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -