ગુજરાત ભાજપના અધ્યક્ષ અને ચાણક્ય સી. આર પાટીલ આજે તેમનો 68મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે અને છેલ્લા અઢી વર્ષથી તેમની ગણતરી ભાજપના ચાણક્ય તરીકે કરવામાં આવી રહી છે. વ્યુહરચના ઘડવામાંમાં તેમનો કોઈ જવાબ નથી અને ચૂંટણી સમયે કાર્યકરોમાં જોમ અને જુસ્સાનો સંચાર કરીને ઐતિહાસિક જીત મેળવવામાં તેમણે એક વિક્રમ સર્જયો છે. માઈક્રો મેનેજમેન્ટમાં પાટીલ મોટા વિશ્લેષકોને પણ મ્હાત આપે છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના આ શબ્દો ત્રીજી ડિસેમ્બર 2022ના દિવસે જ ચુંટણીના પરીણામોની સચોટ આગાહી કરી નાખી હતી, જ્યારે વિધાસનભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન હજી બાકી હતું. એટલું જ નહીં ચૂંટણીનું પરિણામ પણ 8મી ડિસેમ્બરના જાહેર થવાનું હતું, પણ પાટીલે પાંચ દિવસ પહેલાં જ ઐતિહાસિક પરિણામોની ભવિષ્યવાણી કરીને બધાને અચંબામાં નાખી દીધા હતા. પાટીલે જે રેકોર્ડનો ઉલ્લેખ કર્યો હતો, પરિણામ એવું જ આવ્યું. રાજકીય પંડિતો પણ તેમની આ ભવિષ્યવાણી સાંભળીને અને તેને સાકાર થતી જોઈને માથું ખંજવાળતા રહી ગયા. કોઈ વ્યક્તિ ચૂંટણીના પરિણામો અંગે આટલી સચોટ કેવી રીતે હોઈ શકે? પાટીલે જે કહ્યું, તે કરી દેખાડ્યું એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય.
પાટીલે જે રેકોર્ડની વાત કરી હતી, એના પર એક નજર કરીએ તો, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49.05 ટકા વોટ મળ્યા હતા, જેમાં 2022માં વધારો જોવા મળ્યો હતો અને આ પ્રમાણ વધીને 52.50 ટકા થયું હતું. 2017માં ભાજપને 115 બેઠકો મળી હતી, જે 2022માં વધીને 156 થઈ ગઈ હતી. આ પરિણામો જ દેખાડી દે છે કે ગુજરાતમાં પાટીલ ભાજપ માટે હવે જીતનો પર્યાય બની ચૂક્યા છે. 2021ની શરૂઆતમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની હતી, એની પહેલાં જ 20મી જુલાઈ 2020ના આપણા બર્થડે બોય એટલે કે પાટીલસાહેબને ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવી હતી અને આ નવી જવાબદારી મળતાં જ પાટીલ એકદમ એક્શન કોડમાં આવી ગયા હતા અને ભાજપ માટે ચાણક્ય બનીને તેમની જિત નિશ્ચિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમની વ્યુહરચનાથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ જીત હાંસલ કરીને વિરોધીઓના સૂપડા સાફ કરી નાખ્યા હતા. આ ચૂંટણીઓમાં ભાજપને 90 ટકા જેટલી બઠકો મળી, જે પોતાનામાં જ એક વિક્રમ હતો. આ ઉપરાંત પણ સી આર પાટીલે એવા અનેક નિર્ણયો લીધા હતા કે જેને કારણે ભાજપમાં કામ કરવાની એક નવી પેટર્ન તૈયાર થઈ હતી. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ, પેજ સમિતિ અને સહકાર ક્ષેત્રમાં પાર્ટીના મેન્ડેટની તેમણે શરૂઆત કરાવી હતી. વ્યુહરચનાકાર તરીક પાટીલની સૌથી મોટી ખાસિયત તેમનું માઈક્રો મેનેજમેન્ટ છે. બૂથ લેવલનાં કાર્યકર સાથે સીધું કનેક્ટ કરીને તેઓ સીધા જ મતદાર પર ફોકસ કરે છે. આ માટે તેમણે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં તેઓ દરેક જીલ્લામાં એક દિવસ રોકાતા, આખો દિવસ તેઓ પક્ષનાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે રહીને તેમની રજૂઆતો અને ફરિયાદો સાંભળતા. સામાન્ય કાર્યકરને મહત્વ આપીને તેમણે પાયાનાં સ્તરેથી પક્ષને મજબૂત બનાવ્યો હતો.
પેજ કમિટીના નિર્માણને પાટીલનાં માઈક્રોમેનેજમેન્ટનો સાર કહી શકાય. આ જ રણનીતિથી ભાજપ ગુજરાતમાં ઈતિહાસ સર્જી શકી છે. આ રણનીતિ હેઠળ દરેક પેજ પ્રમુખને ઓળખપત્ર આપવામાં આવ્યા. પાટીલ પોતાની ચૂંટણી સભાઓમાં સ્ટેજ પરથી પેજ પ્રમુખોનો વારંવાર ઉલ્લેખ કરતા. જેનાં કારણે કાર્યકરોને પોતાનું મહત્ત્વ સમજાયું. એક પેજ પ્રમુખને 30 મતદારોને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી. 80 લાખ જેટલા પેજ પ્રમુખોએ 2 કરોડ 40 લાખ મતદારો સુધી સીધા પહોંચ્યા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 1 કરોડ 67 લાખ મત મળ્યા છે. એટલે કે ભાજપે જે મતદારો પર ફોકસ કર્યું હતું તેમાંથી 70 ટકા વોટ મેળવ્યા. જેની પાછળ પેજ પ્રમુખોનો સિંહફાળો છે. આ જ કારણ છે કે પોતાના ભાષણોમાં પાટીલ કાર્યકરોને સાચવવા અવારનવાર પક્ષના નેતાઓ અને ધારાસભ્યોને ટકોર કરતા. ટિકિટોની વહેંચણીમાં પણ પાટીલે નવી વ્યુહરચના અપનાવીને એક નવી કેડરને મહત્વ આપ્યું. નો રીપિટની થિયરીથી પાટીલે ઉમેદવારોમાં નવા ચહેરાઓનો સંચાર કર્યો. ત્રણથી વધુ વખત ચુંટણી લડેલા ઉમેદવારોને ટીકીટ ના આપી. હોદ્દેદારોની નિમણૂકમાં પણ પાટીલે સ્થાનિક ફેક્ટરને મહત્વ આપ્યું. હવે પાટીલની નજર 2024માં આવી રહેલી ચુંટણીઓ પર છે…