ક્યારેક પોર્ન ફિલ્મોમાં કામ કરતી પણ હવે બોલીવૂડમાં પગ જમાવી ચુકેલી સની લિઓનીની ફેન ફોલોઈંગની તો શું વાત કરવી અને આજે આ બેબી ડોલ મૈં સોને દીનો જન્મદિવસ છે. પર્સનલ લાઈફની વાત કરીએ કરોડો દિલો પર રાજ કરતી આ એક્ટ્રેસ કરોડો રૂપિયાની સંપત્તિની માલિકી પણ ધરાવે છે.
મૂળ કેનેડા પણ વર્ષોથી મુંબઈ સ્થાયી થઈ ને મસ્ત મજાની ફેમિલી લાઇફ જીવી રહી છે. ત્રીજી વાત કરીએ તો બોલીવૂડમાં હવે સની લિઓની કોઈ ઓળખની મોહતાજ નથી. ફિલ્મોમાં પોતાની અદાઓનો જાદુ દેખાડી ચુકેલી સની લિઓનીની સંપતિ પણ કરોડોમાં છે.
સની ફિલ્મોમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. મળી રહેલાં અહેવાલો અનુસાર તે એક ફિલ્મ માટે એક કરોડ રૂપિયાની ફી વસૂલે છે. ફિલ્મો સિવાય સની ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે. સની બ્રાન્ડ પ્રમોશનથી મોટી કમાણી કરી રહી છે. એટલું જ નહીં પણ તેના આ આલીશાન ઘરની કિંમત ૧૯ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
આલીશાન ઘર સાથે સની લિયોન પાસે વૈભવી લક્ઝુરિયસ કારનું પણ કલેક્શન છે અને કલેક્શન વિશે વાત કરીએ તો સની પાસે રૂપિયા ૧.૧૫ કરોડની કિંમતની મસેરાત ગિબલી, મસેરાત ગીબલી નેરિસિમો, ૧.૯૦ કરોડની BMW 7 સિરીઝ, ૬૫થી ૭૫ લાખની ઓડી A5 સેડાન અને ૭૫ લાખ મર્સિડીઝ GL ૩૫૦ ડી સહિત ઘણી લક્ઝરી કારનો સમાવેશ પણ થાય છે.
એક્ટ્રેલના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ કેનેડીમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપ કરી રહ્યા છે, આ ઉપરાંત તે ક્વોટેશન ગેન્ગ નામની ફિલ્મમાં પણ કામ કરી રહી હોવાની ચર્ચા બી-ટાઉનમાં ચાલી રહી છે.