અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
આલ્બ્ોનિયન ક્ધટ્રીસાઇડમાં રખડવામાં કંઇક અનોખી શાંતિ હતી. ક્યારેક આલ્બ્ોનિયન રફ ટરેઇનમાં બ્ોફિકરા થઈન્ો ફરવામાં ભૂતકાળમાં કરેલા બાલ્કન પ્રવાસનું અલગ દેજા-વુ થઈ રહૃાું હતું. ક્રોએશિયા અન્ો સ્લોવેનિયા કરતાં આલ્બ્ોનિયાનું કલ્ચર ઘણું અલગ લાગતું હતું, પણ ભૌગોલિક સામ્ય જરાય અવગણી શકાય ત્ોવું ન હતું. ખાસ કરીન્ો ધૂળ અન્ો પથ્થરો, વેજિટેશન અન્ો લેન્ડસ્કેપ જાણે એક જ બ્રશથી પ્ોઇન્ટ કરવામાં આવ્યાં હોય ત્ોવું લાગતું હતું. ઓસુમીના ખડકો વચ્ચે કલાકો વિતાવ્યા પછી ગીરોકાસ્ટર જવાનું હતું. ત્ોન્ો જીરોકાસ્ટર પણ કહી શકાય. ત્ોના સ્પ્ોલિંગમાં ‘ૠ’ અન્ો ‘ષ’ બંન્ો છે. ત્ોના કારણે જ ‘ગીફ’ અન્ો ‘જીફ’ કરતાં અલગ જ પ્રશ્ર્ન ઊભો થતો હતો. ‘ૠષશજ્ઞિસફતયિિં’ માં ‘ષ’ સાયલન્ટ છે એમ નક્કી કરીન્ો અમે કામ ચલાવી લીધું. યુરોપ આમ પણ ચિત્રવિચિત્ર ગામનાં નામોનું મ્યુઝિયમ જ છે. ગીરોકાસ્ટરના ઓલ્ડ ટાઉનમાં પથ્થરોની અલગ વાર્તા અમારી રાહ જોઈ રહી હતી.
જર્મનીમાં રહીન્ો કિલ્લાઓની હવે જરા પણ નવાઈ બાકી બચી ન હતી, પણ એ વિચાર નહોતો આવ્યો કે ક્યારેક એવું ગામ પણ જોવા મળશે, જ્યાંનું દરેક નાનકડું ઘર કોઈ કિલ્લો હોય ત્ોવા પથ્થરોથી બન્ોલું હશે. આ ગીરોકાસ્ટરન્ો ટચૂકડા કિલ્લાઓનું ગામ જ કહી શકાય ત્ોવું હતું. ખરેખર પથ્થરોથી બન્ોલાં મજબ્ાૂત ઘરો સદીઓ સુધી એમનાં એમ અડીખમ ઊભાં રહે છે. આમ તો ગામ સદીઓ પહેલાં ખેડૂતોનું જ વસાવેલું છે, પણ ઓટોમાન સમયગાળાન્ો ત્યાંના બાંધકામમાં આજે પણ જાળવીન્ો બ્ોઠું છે. દરેક કલ્ચરમાં ખેડૂતોનું પોતાનું અનોખું મહત્ત્વ હોય છે. અહીંનાં ઘરો જોઈન્ો લાગતું હતું કે ઓટોમાન સમયના ખેડૂતો ઘણા ભપકા સાથે રહેતા હશે.
આમ તો ભલે અહીંનાં ઘરો કિલ્લાના પથ્થરોથી બન્ોલાં હોય, ગામનો પોતાનો એક કિલ્લો પણ છે જ. આ કિલ્લાની આમ તો ઘણી ખાસિયતો છે, પણ મન્ો ખાસ ત્ોના એક અનોખા ફેસ્ટિવલમાં રસ પડ્યો. અહીં દર પાંચ વર્ષે ફોકલોર ફેસ્ટિવલ પણ યોજાય છે. આલ્બ્ોનિયાની લોકકથાઓન્ો સરક્યુલેશનમાં રાખવાનો ત્ોનાથી વધુ સારો કોઈ રસ્તો હોઈ શકે નહીં. ૧૯૬૮માં શરૂ થયા પછી જોતજોતામાં ત્ો આલ્બ્ોનિયાની સૌથી માનીતી કલ્ચરલ ઇવેન્ટ બની ગઈ છે. આવો જ એક ફેસ્ટિવલ ૧૯૪૯માં તિરાનામાં શરૂ થયેલો. આ ફેસ્ટિવલ તિરાના ઉપરાંત બ્ોરાટના કિલ્લામાં પણ યોજાઈ ચૂક્યો છે. જોકે ત્ો સૌથી વધુ તો ગીરોકાસ્ટરમાં જ યોજાયો છે. બાલ્કન વાર્તાઓન્ો આ ફેસ્ટિવલમાં જાણે ઘર મળી ગયું છે.
કોવિડ પહેલાંનો છેલ્લો ફેસ્ટિવલ ૨૦૧૫માં યોજાયેલો, ૨૦૨૦ સમરનો ફેસ્ટિવલ કેન્સલ થયો હતો ત્ો સ્વાભાવિક છે. ત્ો ૨૦૨૨માં યોજાયો હતો. હવે ત્ો દર પાંચ વર્ષે યોજાશે ત્ો કઈ રીત્ો ગણવામાં આવશે ત્ો પ્રશ્ર્નનો કોઈની પાસ્ો હજી જવાબ ન હતો. આ ફેસ્ટિવલમાં માત્ર લોકકથાઓ જ નહીં, સ્થાનિક સંગીત, આર્ટ, ડાન્સન્ો પણ હાઇલાઇટ કરવામાં આવે છે. મજાની વાત છે અહીં ફેસ્ટિવલ દરમ્યાન લોકો આલ્બ્ોનિયન પારંપરિક પોશાક પહેરીન્ો આવે છે. આલ્બ્ોનિયા આવતા પહેલાં આ દેશનું ભાગ્યે જ નામ લેવાનું થતું. હેરી પોટ્ટર વાર્તાઓમાં વોલ્ડીમોર્ટ જ્યારે પાવરલેસ થઈ જાય છે ત્યારે આલ્બ્ોનિયાનાં જંગલોમાં છુપાય છે. મારો કોલિગ ફ્રાન્ક ત્યાંનો છે અન્ો વેકેશનમાં ઘણી વાર આલ્બ્ોનિયા જાય છે એ ખબર પડી પછી લાગ્યું કે આલ્બ્ોનિયામાં કંઇક અનોખું જોવા મળશે. અન્ો આ નાનકડો દેશ ગ્રીક, ઇટાલિયન, બાલ્કન, ટર્કિશ, અન્ો અઢળક સંસ્કૃતિઓનું વિશિષ્ટ મિશ્રણ બનીન્ો સામે આવી રહૃાો હતો.
કિલ્લા નજીક અહીં કોલ્ડ વોર ટનલ્સ પણ છે જેન્ો હવે મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી છે. કોમ્યુનિઝમે બાલ્કન દેશો પર ત્ોની છાપ છોડી છે ત્ોમાં કોઈ બ્ોમત નથી. અહીં આવાં ઘણાં ઐતિહાસિક મ્યુઝિયમોમાં આલ્બ્ોનિયન ઇતિહાસ સાચવવામાં આવ્યો છે. વળી અહીં મ્યુઝિયમ એન્ટ્રી આલ્બ્ોનિયન કરન્સીમાં હતી, જે માંડ એક યુરોમાં પડતી. અહીંનું નાણું ભારતીય રૂપિયા કરતાં પણ નીચે છે, ત્ોનો પણ ફરવામાં આર્થિક ફાયદો તો ખરો જ.
બ્ોરાટની જેમ ગીરોકાસ્ટર પણ ટેકરીની આસપાસ જ વસ્ોલું છે. એક રીત્ો જુઓ તો અહીંની ટેકરીઓ જાણે ગામન્ો ફ્રેમ કરી રહી હોય ત્ોવું લાગતું હતું. આ ટેકરીઓના કારણે જ અહીં એક વિશિષ્ટ કુદરતી અજાયબી પણ સર્જાઈ છે. બ્યુ આય તરીકે ઓળખાતી આ જગ્યા એક પ્રકારનો
બ્લુ પાણીનો ઝરો છે. અહીંનું વેજિટેશન અન્ો ખડકો વચ્ચેનો ઝરાનો શેપ જાણે બ્લુ આંખ હોય ત્ોવો બનતો હતો. આ સ્થાનિકોની પણ માનીતી જગ્યા છે. બાલ્કન, ટર્કિશ અન્ો ગ્રીક કલ્ચરમાં બ્લુ અન્ો ટર્કોઇઝ રંગની નજર ન લાગ્ો ત્ો માટેની જે આંખ બનાવવામાં આવે છે, આ સ્થળે પાણીનાં રંગો બરાબર એવા જ દેખાય છે.
ઓટોમાન આર્કિટેક્ચરની બીજી મજા એ હતી કે આલ્બ્ોનિયન ગામડાં બાકીના યુરોપની કોબલ્ડ ગલીઓની કોપી નહોતાં લાગતાં. ગ્રે પથ્થરની છત અન્ો ઓટોમાન બારીઓ વચ્ચે અમન્ો ગીરોકાસ્ટરમાં અલગ જ મજા આવી રહી હતી. અહીં હજી બ્યોરેક ચાખવા નહોતું મળ્યું. અહીં પાલક અન્ો ચીઝવાળું બ્યોરેક હાથમાં આવ્યા પછી લાગ્યું કે રોજ દિવસમાં એક વાર તો આ ખાવું જ પડશે. જ્યારે ગીરોકાસ્ટર છોડીન્ો બહાર નીકળ્યાં ત્યારે સ્થાનિક બ્ોકરીથી પાલક અન્ો ચીઝનાં બ્યોરેક થોડાં પ્ોક પણ કરાવ્યાં. અહીં દરેક શહેરની બ્યોરેક બનાવવાની જાણે અલગ રીત હતી. ક્યાંક પફ જેવાં, તો ક્યાંક કેક જેવાં, અન્ો ક્યાંક સમોસા જેવા દેખાતા બ્યોરેક હજી સુધી આ દેશની હાઇલાઇટ બની ગયાં હતાં.
ગીરોકાસ્ટરમાં શોપિંગ કરવાની પણ મજા આવી. અહીંનું વણાટકામ અન્ો રંગોની પસંદગી ઘણાં અંશે ભારતની યાદ અપાવતું હતું. જોકે ઘરની વધુ યાદ આવે ત્યારે ઇન્ડિયન ફૂડ શોધવાની અમે અંગત ટ્રેડિશન બનાવી ચૂક્યાં હતાં. આલ્બ્ોનિયામાં ભારતીય ભાણું શોધવાનું હતું.