મુંબઈના ઉદ્યોગપતિ જેએમ જોશીને મુંબઈની સ્પેશિયલ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી, જેમાં પાંચ લાખ રુપિયાનો દંડનો પણ સમાવેશ થાય છે. આ ઉદ્યોગપતિ પર પાકિસ્તાનમાં ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમને મદદ કરી હતી. તેની મદદથી પાકિસ્તાનમાં 2002માં એક ગુટખાની ફેકટરી ચાલુ કરવામાં આવી હતી. આ કેસમાં હવે મુંબઈ કોર્ટે જેએમ જોશીને દોષી પુરવાર કરવામાં આવ્યા હતા અને દસ વર્ષની સજા કરી હતી. જોશીના સિવાય જમીરુદ્દીન અંસારી અને ફારુખ અંસારીને દોષી ઠેરવ્યા છે અને બંનેને સજા ફટકારી હતી.
કહેવાય છે કે આ ઉદ્યોગપતિને સ્પેશિયલ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી છે અને તેમના પર પાકિસ્તાનના ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમને મદદ કરવાનો આરોપ હતો. 2002માં ચાલુ કરવામાં આવેલી ફેકટરીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
આ કેસમાં માણિકચંદ ગ્રૂપના સ્થાપક રસિકલાલ ધારીવાલ દોષી ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ 2017માં ધારીવાલના નિધન પછી આ કેસમાંથી તેમને અલગ રાખ્યા હતા. કેસની વિગતે વાત કરવામાં આવે તો રસિકલાલ અને જે. એમ. જોશી અગાઉથી પાર્ટનરશિપમાં ગુટખાનો વેપાર કરતા હતા, પરંતુ પછી પૈસાના વિવાદને કારણે બંનેના બિઝનેસ અલગ થયા હતા, ત્યારથી જોશીએ ધારીવાલથી અલગ થઈને ગોવા ગુટખાના નામે બીજી કંપની ચાલુ કરી હતી. આમ છતાં બંનેની વચ્ચે વિવાદનો ઉકેલ લાવવાનું જરુરી હતું. આ જ કારણથી પાકિસ્તાનસ્થિત દાઉદ ઈબ્રાહિમે બંને વચ્ચે સેટલમેન્ટ કરાવ્યું હતું. શરત એ હતી કે પાકિસ્તાનમાં પણ ગુટખાની ફેકટરી બનાવવા માટે મદદ કરવામાં આવશે અને આ મદદ કરવાનું ઉદ્યોગપતિ જોશીને મોંઘું પડી ગયું હતું. તેમની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.