(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં વિધિવત્ રીતે ચોમાસું બેસવાને હજુ એક મહિનાની વાર છે, પરંતુ જો વરસાદ ખેંચાય તો પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે, કારણ કે રાજ્યનાં ૨૦૭ જેટલા જળાશયો અત્યારે અડધો અડધ ખાલી છે જ્યારે ગુજરાત આખાને પીવાનું અને સિંચાઇનું પાણી પૂરું પાડતા સરદાર સરોવર બંધમાં પણ
૪૮ ટકા જેટલું જ પાણી બચ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની પાર પહોંચી ચૂક્યું છે. ગરમી વધવાની સાથે જ રાજ્યના અનેક જિલ્લામાં પાણીની તંગી ઉભી થવાનો ખતરો વધ્યો છે. રાજ્યનાં ૨૦૭ જળાશયોમાં ૪૩.૧૪ ટકા પાણી છે. ખાસ કરીને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અત્યારે ૪,૫૩૦ ક્યૂબિક મીટર પાણી છે, એટલે કે તે ૪૮ ટકા ભરેલો છે.
રાજ્યમાં ઝોન પ્રમાણે જળાશયોમાં પાણીની સ્થિતિ પર નજર નાખીએ તો, ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૩૫.૯૨ ટકા પાણી, એટલે કે ૬૯૩ ક્યૂબિક મીટર પાણીનો જથ્થો છે. જ્યારે મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૩૬.૧૦ ટકા સાથે ૮૪૧ ક્યૂબિક મીટર પાણીનો જથ્થો છે. આવી જ રીતે દક્ષિણ ગુજરાતના કુલ ૧૩ ડેમમાં ૪૭.૭૫ ટકા એટલે કે ૪,૧૧૮ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અહીંના ૧૪૧ ડેમોમાં ૨૩.૫૭ ટકા સાથે ૬૧૦ એમસીએમ પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છના ૨૦ ડેમોમાં ૩૧.૭૮ ટકા સાથે ૧૦૫ ક્યૂબિક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં દર વર્ષે પાણીની તંગીનો પ્રશ્ન સર્જાતો હોય છે. જો કે આ વખતે અહીંના જળાશયોમાં પાણીનો જથ્થો જોતા આ વર્ષે પાણીની તંગીની શક્યતા ઓછી જોવા મળી રહી છે. આવી જ રીતે સૌરાષ્ટ્રના જળાશયોમાં ૨૫ ટકા ઓછું પાણી છે, પરંતુ નર્મદા ડેમમાં હાલ પુરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં પણ કોઈ વાંધો આવે તેમ નથી. સમયસર વરસાદ ન આવે તો સમસ્યા સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ઉ