ગુજરાતીઓ માટે આ ઉનાળો આકારો રહે એવા સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે. સામાન્ય રીતે હોળી પછી ગરમી વધતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો ફેબ્રુઆરી મહિનામાં જ હિટવેવની આગાહી આપવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન 50 વર્ષનો રેકોડ તોડે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં સુકા અને ગરમ પવનો ફુંકાશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ગરમીમાં વધારો થઇ રહ્યો છે. આગામી 48 કલાક તાપમાનમાં ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ રહેશે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરાવમાં આવી છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવ રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે 48 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે.
સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નીંચુ રહેતુ હોવાના કારણે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો 50 વર્ષમાં પહેલી વાર ફેબ્રુઆરી મહિનામાં જ હિટવેવની આગાહી કરવામાં આવી છે.