Homeઆપણું ગુજરાતગુજરાતના શિક્ષકોએ આઠ ટકા મોંઘવારી ભથ્થું કેન્દ્રના ધોરણે ચૂકવવા માગ કરી

ગુજરાતના શિક્ષકોએ આઠ ટકા મોંઘવારી ભથ્થું કેન્દ્રના ધોરણે ચૂકવવા માગ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના શિક્ષકોને કેન્દ્રના ધારાધોરણ મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવાતુ નથી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્ય પ્રધાનને અને નાણાં પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં રણનીતિ ઘડીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાનને પત્ર લખીને જણાવ્યું હતું કે, શિક્ષકો અને કર્મચારીઓના સમર્થનથી સરકાર બની છે. કોરોના કાળમાં પ્રતિ છ મહિને મળતાં ત્રણ મોંઘવારી ભથ્થા ૧૮ મહિના સુધી જતા કર્યા છે તથા એક મહિનાનો પગાર પણ કોરોનામાં સહાયમાં આપ્યો છે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કોરોના સર્વે, હોસ્પિટલ પર નોંધણી સહિતની અન્ય કેટલીક કામગીરી સોંપવામાં આવી હતી તે પણ કરી હતી. ૧૧ મહિનામાં ચાર વખત રજૂઆત કરી છતા કેન્દ્રના ધોરણે જુલાઈ ૨૦૨૨થી ચાર ટકા અને જાન્યુઆરી ૨૦૨૩થી ચાર ટકા મોંઘવારી ભથ્થા મળી કુલ આઠ ટકા ભથ્થા ચૂકવવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને ખૂબ જ સમૃદ્ધ તેમજ મોડેલ રાજ્ય તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, પરંતુ સમયસર કેન્દ્રના ધોરણ મુજબ મોંઘવારી ભથ્થું ન ચૂકવતાં સમગ્ર ગુજરાતના શિક્ષક અને કર્મચારીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -