(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ ૫૩ કરોડ રૂપિયાના ખર્ચે નવી ૧૫૧ બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે. મુખ્ય પ્રધાને ૪૦ સ્લીપર કોચ અને ૧૧૧ લક્ઝરી કોચ એમ કુલ ૧૫૧ બસીસનું ગાંધીનગરમાં બે ડ્રાઇવરોને બસની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કર્યું હતું. તેમ જ ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે.
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગ્રીન ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતામાં સૂર પુરાવતા એસટી નિગમે ઝીરો એર પોલ્યુશન ધરાવતી ૫૦ ઇલેક્ટ્રિક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે ૫૦ ઇ બસ નાગરિકોની સેવામાં આવનારા દિવસોમાં શરૂ કરાશે. એટલું જ નહિ,૨૦૨૦ માં દેશમાં જાહેર પરિવહન સેવા માટે કાર્યરત નિગમ દ્વારા પર્યાવરણ પ્રિય બીએસ૦૬ નોર્મ્સ ધરાવતી ૧૦૦૦ બસ દેશ ભરમાં પ્રથમ સંચાલનમાં મુકનારા નિગમનું ગૌરવ પણ ગુજરાત એસ.ટી નિગમને આ અગાઉ મળેલું છે. ગુજરાત એસટી ૨૭૪ સ્લીપર કોચ, ૧૧૯૩ સેમી લક્ઝરી અને ૫૨૯૬ સુપર ડિલક્સ સુપર અને ૧૨૦૩ મિની બસ સહિત ૭૯૬૬ના કાફલા સાથે કાર્યરત છે. ઉ