Homeઆપણું ગુજરાતગુજરાતમાં કોરોનાને કારણે 2023નું પ્રથમ મોત નોંધાયું, ફ્લુના કેસમાં પણ વધારો

ગુજરાતમાં કોરોનાને કારણે 2023નું પ્રથમ મોત નોંધાયું, ફ્લુના કેસમાં પણ વધારો

દેશ ભરમાં કોરોના સાથે સાથે H3N2 અને H1N1 વાયરસના કેસમાં વધારો થયો છે. એવામાં ગુજરાતમાં કોરોનાને કારણે વર્ષ 2023નું પહેલું મૃત્યુ નોંધાયું છે. ત્યારે અઢી મહિના બાદ સુરતમાં કોરોના વાયરસને કારણે મોત નીપજ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં કોરોનાથી 2023નું પ્રથમ મોત નોંધાયું છે. સુરતના કપોદરા વિસ્તારની 60 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ સુરતના કપોદરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાને છેલ્લાં 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેમના પગમાં સોજો આવી ગયો હતો. તપાસ કરતા તેમને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
પરિવારના તમામ સાત સભ્યો અને સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ કરાયા હતા, પણ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે જ દિવસમાં સુરતમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. જેના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 થઇ છે. 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલી રહી છે.
સુરતમાં ફ્લુના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકોને 30 દિવસથી વધુ શરદી-ખાંસી રહે છે. સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઈન્ફેક્શનના રોજના 400 કેસ આવી રહ્યાં છે. જેમાંથી 10% દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -