Homeઆપણું ગુજરાતગુજરાતમાં 24 કલાકમા કોરોનાના આટલા કેસ, સાવચેત રહેજો

ગુજરાતમાં 24 કલાકમા કોરોનાના આટલા કેસ, સાવચેત રહેજો

રાજ્યમાં ફ્લૂને લીધે દવાખાનાઓ ઊભરાઈ છે. વળી, વાતાવરણ ખૂબ જ ખરાબ થતા બીમારીઓ વધારે વકરે તેની પૂરી સંભાવના છે. આ વચ્ચે ફરી કોરોનાની મહામારી માથું ઊંચકી રહી છે.
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121 કેસ નોંધાયા છે. જેની સામે 35 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 521 એક્ટિવ કેસ છે. જેમાંથી 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 518 દર્દીઓ હાલ સ્થિર છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,836 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટમાં 12 નવા કેસ સામે 3 ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં 12 નવા કેસ સામે 2 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે મહેસાણામાં 11 નવા કેસ નોંધાયા છે અને 3 ડિસ્ચાર્જ થયા છે. વાત કરી રાજકોટ જિલ્લાની તો 7 નવા કેસ નોંધાયા છે અને 5 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે સાબરકાંઠામાં 6 નવા કેસ સામે 2 ડિસ્ચાર્જ થયા છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ XBBનું એક નવો સબ વેરિયન્ટ મળ્યો છે. આ રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ ઓમિક્રોનના બે સબ વેરિયન્ટથી મળીને બન્યો છે. 15 ફેબ્રુઆરી બાદથી બંને રાજ્યોમાં મોટાભાગના સેમ્પલમાં આ જ વેરિયન્ટ મળી રહ્યો હોવાની પણ માહિતી મળી છે.
જોકે લોકોએ ડરવાની નહીં, પરંતુ સતર્ક રહેવાની સલાહ તબીબો આપી રહ્યા છે. હાથ ધોવા, માસ્ક પહેરવો અને બને તેટલું ભીડભાડવાળી જગ્યાથી દૂર રહેવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -