ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે જેમાં ભાજપે ઘણા દિગ્ગજ નેતાઓને પડતા મુક્યા છે.
જામનગર નોર્થ વિધાનસભા બેઠક પર સીટિંગ વિધાનસભ્ય હકુભા જાડેજાને પડતાં મૂકીને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ને ભાજપે ટિકિટ અપાઈ છે. ઇડર વિધાનસભા પરથી હાલના વિધાનસભ્ય અને જાણીતા એક્ટર હિતુ કનોડિયાની પણ ટિકિટ કપાઈ છે.
મોરબી દુર્ઘટનાની અસર પણ જાહેર કરાયેલી યાદીમાં જેવા મળી છે. 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજા પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર તરીકે જીત્યાં હતા અને પ્રધાન પદ મેળવ્યું હતું પરંતું મોરબી ઘટના બાદ ભાજપે મેરજાને મોરબીની ટીકીટ આપી નથી. એમને પડતાં મૂકીને ભાજપના આ બેઠક પરના પૂર્વ વિધાનસભ્ય કાંતિ અમૃતિયાને ઉમેદવાર બનાવીને મેદાનમાં ઉતાર્યા છે.
અમદાવાદની વિધાનસભા બેઠકોમાં રાકેશ શાહ એલિસબ્રિજ, બલરામ થવાની નરોડા, પ્રદીપ પરમાર અસારવા, કિશોર ચૌહાણ વેજલપુર, સુરેશ પટેલ મણિનગર, વલ્લભ કાકડિયા ઠક્કરબાપા નગર, જગદીશ પટેલ અમરાઇવાડી, અરવિંદ પટેલ સાબરમતી, પ્રદીપ સિંહ જાડેજા વટવા પરથી પડતા મુકાવમાં આવ્યા છે.
ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પર દબંગ ગણાતા મધુ શ્રીવાસ્તવને પણ પડતા મુકવામાં આવ્યા છે.
ટિકિટ કપાય તે પહેલા જ ઉમેદવાર યાદી જાહેરાત ની પૂર્વ સંધ્યાએ પત્ર લખીને ચુંટણી નહી લડવાની જાહેરાત કરનાર પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પૂર્વ પ્રધાન સૌરભ પટેલ, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદીપ સિંહ જાડેજા, કૌશિક પટેલ સહિત મોટા માથાને ટીકીટ અપાઈ નથી.