Homeઆપણું ગુજરાતરેલવે તરફથી ગુજરાત-કોકણ સ્પેશિયલ સમર સ્પેશિયલ ટ્રેનો આ સ્ટેશનો પર ઉભી રહેશે

રેલવે તરફથી ગુજરાત-કોકણ સ્પેશિયલ સમર સ્પેશિયલ ટ્રેનો આ સ્ટેશનો પર ઉભી રહેશે

ઉનાળાની સિઝન શરૂ થાય અને લાંબા અંતરની ટ્રેનોમાં લોકોની ભીડ વધવા માંડે. બાળકોને શાળા-કોલેજોમાં વેકેશન પડે એટલે બધા જ પોતાના પરિવાર સાથે બહાર ફરવા જવા માંગતા હોય છે. એવા સમયે ટ્રેનોની બુકિંગ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડે છે. લોકોના આવા ધસારાને ટાળવા માટે રેલવેએ કેટલીક સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

રેલ્વે પ્રશાસને ગુજરાતમાં ઉધનાથી કોંકણ રેલ્વેના મેંગલુરુ જંક્શન વચ્ચે દોડતી વધુ સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે. આ ટ્રેનો 12 એપ્રિલથી શરૂ થશે અને જૂનના પહેલા અઠવાડિયા સુધી ચાલશે. કોંકણ રેલવે રૂટ પર ઉનાળાની મોસમમાં ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ આ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. એવી અપેક્ષા છે કે આ નવી ટ્રેનને કારણે પ્રવાસનને નવો વેગ મળશે. આ ટ્રેનોને કારણે દેશ-વિદેશના પ્રવાસીઓને કોંકણ જોવાનો અનુભવ કરવાની મોટી તક મળશે. જેથી આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસન પણ વધશે. લોકોને સંસ્કૃતિ, પ્રવાસન, વિશ્વ વિખ્યાત હાપુસ કેરીનો અનુભવ કરવા સીધા કોંકણ જવાની તક મળશે. ગોવા જનારા પ્રવાસીઓ પણ હવે નવા ડેસ્ટિનેશન તરીકે કોંકણનો પ્રવાસ કરવાનું પસંદ કરશે. આમ કોંકણમાં પ્રવાસન આધારિત અર્થતંત્રને વેગ મળશે.

ટ્રેન નં. 09057 ઉધના જં. મેંગલુરુ જં. સાપ્તાહિક ટ્રેન રહેશે, જે 12 એપ્રિલના દર બુધવારે ઉધનાથી રાત્રે 08:00 કલાકે ઉપડશે અને ગુરુવારે 19:40 વાગ્યે મેંગલુરુ જંકશન પહોંચશે. ટ્રેન નં. 09058 13 એપ્રિલથી દર ગુરુવારે મેંગલુરુ જંકશનથી રાત્રે 9.10 કલાકે ઉપડશે અને અને શુક્રવારે રાત્રે 9.05 કલાકે ઉધના જં. પહોંચશે.

સ્પેશિયલ ટ્રેન વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુણ, સાવરદે, સંગમેશ્વર રોડ, રત્નાગિરિ, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કંકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી, મડગાંવ જંક્શન, સ્ટેશનો કાંકોણ, કારવાર, અંકોલા, ગોકરણા રોડ, કુમતા, મુર્ડેશ્વર, ભટકલ, મુકમ્બિકા રોડ, બૈદુર, કુંડાપુરા, ઉડુપી, મુલ્કી અને સુરથકલ સ્ટેશનો પર રોકાશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -