ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામને વેગ આપવા ગુજરાત સરકારે ગૂગલ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ MoU કર્યા હતા. આજે બુધવારે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વ પ્રતિષ્ઠિત કંપની ગુગલ અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાજયના સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નહેરા અને ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ MoU પર હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારે ઇન્ટરનેટ ક્ષેત્રની વિખ્યાત કંપની ગુગલ સાથે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના MoU કર્યા, જે અન્વયે ગ્રામીણ મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગકારો સહિત વાર્ષિક 50,000 જેટલા લોકોને ડિજિટલ લિટરસીની તાલીમ આપવામાં આવશે. pic.twitter.com/PGASqCGuiI
— CMO Gujarat (@CMOGuj) March 22, 2023
“>
આ MoU અંતર્ગત ગુજરાતની ગ્રામીણ મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને યુવા ઉદ્યોગસાહસિકોને ગુગલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઈન્ટરનેટના યોગ્ય ઉપયોગ સહિત ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સામાજિક-આર્થિક પરિવર્તન માટે સજ્જ બનાવશે. દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા નાગરીકોને તાલીમ આપવામાં આવશે. એટલું જ નહિ ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ લીટરસી વધારવાની સાથે વિદ્યાર્થીઓ અને યુવાઓના સ્કીલિંગ ડેવલોપમેન્ટને વધુ વેગ મળે તે માટેના તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સાથે ગુગલનું નામ જોડાય અને દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવે તે માટે ગુગલને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની તેમણે ખાતરી આપી હતી.