Homeઆપણું ગુજરાતગુજરાત ચૂંટણી પરિણામઃ ફરી ખીલશે કમળ, લહેરાશે ભગવો આપની રેવડી, રાહુલની ભારત...

ગુજરાત ચૂંટણી પરિણામઃ ફરી ખીલશે કમળ, લહેરાશે ભગવો આપની રેવડી, રાહુલની ભારત જોડો યાત્રા વ્યર્થ ગઇ

ગુજરાતના ઇતિહાસમાં કૉંગ્રેસનું આટલું પતન ક્યારેય જોવા નથી મળ્યું!

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી ચાલુ છે. ગુજરાતમાં એક અને પાંચ ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું. મોટા ભાગના એક્ઝિટ પોલમાં પણ ભાજપની સરકાર બનતી જોવા મળતી હતી અને એ વાત આજે અક્ષરસ સાચી પડી છે. ભાજપ પ્રચંડ વિજય તરફ આગળ વધી રહી છે. તાજેતરમાં મોરબી ખાતે બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના સર્જાયા બાદ એમ લાગતું હતું કે અહીં લોકો ભાજપને મત નહીં આપે, પણ મોરબીના લોકોએ ફરી એક વાર ભાજપમાં જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
પહેલી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું. મત ગણતરીમાં રાજ્યની 182 બેઠકોમાંથી ભાજપ 150થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 18 બેઠકો પર આગળ છે. અત્યાર સુધીના ચૂંટણી ઈતિહાસમાં કોંગ્રેસનું પ્રદર્શન ક્યારેય એટલું ખરાબ રહ્યું નથી. અગાઉ 1990માં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્યારે પાર્ટી માત્ર 33 સીટો જીતવામાં સફળ રહી હતી. કોંગ્રેસને 2002માં 50 બેઠકો મળી હતી, જ્યારે 2007માં તેને 59 બેઠકો મળી હતી. 2017માં, પાર્ટીએ 77 બેઠકો જીતી અને ભાજપને સખત ટક્કર આપી. પરંતુ આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કૉંગ્રેસને અત્યારે સૌથી વધુ ખોટ અહેમદ પટેલની સાલી રહી છે. એમની ગેરહાજરીમાં ગુજરાતમાંથી કૉંગ્રેસનો એકડો જ નીકળી ગયો છે. કદાચ પક્ષના મોવડીઓને પણ ગુજરાતમાં ધબડકાની ગંધ આવી ગઇ હતી, કારણ કે અહીં ચૂંટણી પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી વાડરા કે અન્ય કોઇ મહાનુભાવો નહોતા પધાર્યા.
ટ્રેન્ડમાં ભાજપે 150ની સીટ વટાવી જતા પ્રદેશ કાર્યાલય કમલમ પર જીતની ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી છે. તેમજ 12.30 વાગ્યે સી.આર.પાટીલ કમલમ પહોંચશે. આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 11 અથવા 12 ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નવી સરકારની શપથવિધિની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતની પ્રજાએ પરિવર્તન નહીં પણ પુનરાવર્તનનો ચુકાદો આપ્યો છે. આપની મફતના લહાણી વચનો પણ કેજરીવાલને ગુજરાતમાં મદદ કરી નથી શક્યા. ગુજરાતની પ્રજાએ કેજરીવાલની રેવડી ફગાવી દીધી છે. કૉંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ ગુજરાતમાં કૉંગ્રેસને બેઠક જીતાડવામાં નિષ્ફળ રહી છે. પરિસ્થિતિ એવી છે કે કૉંગ્રેસને વિરોધ પક્ષ તરીકે માન્યતા મળી શકશે કે કેમ એ અંગે પણ શંકા છે. ભાજપે 1985નો માધવસિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ તોડી દીધો છે.
દિલ્હી ભાજપ કાર્યાલયમાં 6.30 વાગ્યે PM મોદી પહોંચવાની જાહેરાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -